________________
૧૧
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
[૯] વ્યવહાર સૂત્ર પ્રથમ ઉદ્દેશકનો સારાંશ
સૂત્ર-૧-૧૪ ઃ એક માસથી લઈને પાંચ મહિના સુધીના પ્રાયશ્ચિત્ત સ્થાનનું એકવાર અથવા અનેક વાર સેવન કરીને કોઈ કપટ રહિત આલોચના કરે તો તેને એટલા માસનું પ્રાયશ્ચિત્ત આવે છે અને કપટ સહિત આલોચના કરે તો તેને એક ગુરુમાસનું અધિક પ્રાયશ્ચિત્ત આવે છે અને છ માસ અથવા એનાથી વધારે પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન થાય ત્યારે છ માસનું જ પ્રાયશ્ચિત્ત આવે છે.
સૂત્ર-૧૫-૧૮ : પ્રાયશ્ચિત્ત વહન કરતા થકા(તે દરમ્યાન) ફરી દોષ લગાવીને બે ચૌભંગીઓમાંથી કોઈપણ ભંગથી આલોચના કરે તો તેનું પ્રાયશ્ચિત્ત દઈને આરોપણા કરી દેવી જોઈએ. એ અઢાર સૂત્રો નિશીથ ઉદ્દેશક વીસના અઢાર સૂત્રની સમાન છે.
સૂત્ર-૧૯ : પારિહારિક અને અપારિહારિક સાધુઓએ એક સાથે બેસવું, રહેવું વગેરે પ્રવૃત્તિ ન કરવી જોઈએ અને જો જરૂરી જ હોય તો સ્થવિરોની આજ્ઞા લઈને તેમ કરી શકે છે.
ન
સૂત્ર-૨૦-૨૨ ઃ પારિહારિક સાધુ શક્તિ હોય તો તપ વહન કરતાં થકા સેવામાં જાય અને શક્તિ અલ્પ હોય તો સ્થવિર ભગવંતની આજ્ઞા લઈને તપ છોડીને પણ સેવામાં જઈ શકે છે. રસ્તામાં વિહાર કરવાની દષ્ટિથી એને ક્યાંય જવું અથવા રોકાવું ન જોઈએ, રોગ આદિના કારણે વધારે રોકાઈ શકે છે; અન્યથા એક જગ્યાએ એક જ રાત રહી શકે છે.
સૂત્ર-૨૩-૨૫ ઃ એકલવિહારી, ભૂતપૂર્વ આચાર્ય, ઉપાધ્યાય, ગણાવચ્છેદક અથવા સામાન્ય સાધુ અસફળતાને કારણે ફરીથી ગચ્છમાં આવવાની ઇચ્છા કરે તો એ સાધુને તપ અથવા છેદ પ્રાયશ્ચિત્ત આપીને ગચ્છમાં અપનાવી લેવા જોઈએ. સૂત્ર-૨૬-૩૦ : પાર્શ્વસ્થ આદિ પાંચ પ્રકારના સાધુઓ ગચ્છમાં ફરીથી આવવા ઇચ્છે અને તેઓનો સંયમભાવ થોડો રહ્યો હોય તો તપ અથવા છેદનું પ્રાયશ્ચિત્ત દઈને એને ગચ્છમાં સમાવી લેવા જોઈએ અને સંયમ બાકી ન રહ્યો હોય તો તેને ફરીથી નવી દીક્ષા દેવી જોઈએ.
સૂત્ર-૩૧: કોઈવિશેષ પરિસ્થિતિથી અન્યલિંગ અથવા ગૃહસ્થલિંગ ધારણ કરેલા સાધુને ફરીથી સ્વલિંગ ધારણ કરી ગચ્છમાં રહેવું હોય તો તેને આલોચના સિવાય બીજું પ્રાયશ્ચિત્ત આવતું નથી.
સૂત્ર-૩૨ ઃ કોઈ સાધુ સંયમ છોડીને ગૃહસ્થનો વેષ ધારણ કરી લ્યે અને ફરી પાછા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org