________________
છેદશાસ્ત્ર ઃ વ્યવહાર સૂત્ર સારાંશ
ગચ્છમાં આવવા ઇચ્છે તો એને નવી દીક્ષા સિવાય બીજું કોઈ પ્રાયશ્ચિત્ત નથી. સૂત્ર-૩૩ : જો કોઈ સાધુને પોતાના અકૃત્ય સ્થાનની આલોચના કરવી હોય તો તે આલોચના— ૧. પોતાના આચાર્યની પાસે કરે. ૨. તેઓની(આચાર્યની) ઉપસ્થિતિ ન હોય તો પોતાના ગચ્છના બીજા બહુશ્રુત સાધુની પાસે કરે. ૩. તેમની હાજરી ન હોય તો બીજા ગચ્છના બહુશ્રુત સાધુ અથવા આચાર્યની પાસે કરે. ૪. તેઓના અભાવમાં ફક્ત વેષધારી બહુશ્રુત સાધુની પાસે કરે. ૫. એ ન હોય તો દીક્ષા લઈને છોડી દીધેલ બહુશ્રુત શ્રાવકની પાસે કરે. ૬. એનો પણ અભાવ હોય તો સમ્યગ્દષ્ટ અથવા સમભાવી જ્ઞાની પાસે આલોચના કરે અને સ્વયં પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરે. ૭. તેમજ તેના અભાવમાં ગામની બહાર અરિહંત, સિદ્ધ પ્રભુની સાક્ષીથી આલોચના કરીને સ્વયં પ્રાયશ્ચિત્ત સ્વીકાર કરે.
બીજા ઉદ્દેશકનો સારાંશ
સૂત્ર-૧-૫ ઃ વિચરણ કરનારા બે અથવા બે થી વધારે ભિક્ષુઓ આચાર્ય આદિની ઉપસ્થિતિ વિના પણ પરિહાર તપ વહન કરી શકે છે.
૧૧૮
સૂત્ર-૬-૧૭ : (રુગ્ણ) રોગી સાધુઓની કોઈપણ અવસ્થામાં ઉપેક્ષા ન કરવી જોઈએ તેમજ તેઓને ગચ્છની બહાર ન કાઢવા જોઈએ પણ તેઓની યથાયોગ્ય સેવા કરવી જોઈએ.
સૂત્ર-૧૮-૨૨ :– નવમા, દશમા પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત કરેલ સાધુને સંસારનો વેષ પહેરાવીને જ પછી દીક્ષા આપવી જોઈએ. ક્યારેક સંસારનો વેષ ધારણ કરાવ્યા વિના પણ પુનઃ દીક્ષા દેવી એ ગચ્છ સંચાલકના નિર્ણય પર આધાર રાખે છે. સૂત્ર-૨૩-૨૪ : આક્ષેપ અને વિવાદની પરિસ્થિતિમાં સ્પષ્ટ પ્રમાણિત થાય તો જ પ્રાયશ્ચિત્ત દેવું; પ્રમાણિત ન થાય તો સ્વયં દોષી દોષનો સ્વીકાર કરે ત્યારે જ પ્રાયશ્ચિત્ત દેવું. સૂત્ર-૨૫ ઃ જેનાં શ્રુત અને દીક્ષાપર્યાય એક ગુરુ સાંનિધ્યના હોય, એવા સાધુને પદ આપવું.
::
સૂત્ર-૨૬ : પરિહાર તપ પૂર્ણ થયા બાદ પણ કેટલાક દિવસ આહાર અલગ રહે છે. છ માસની અપેક્ષા, ઉત્કૃષ્ટ એક મહિના સુધી પણ આહાર જુદો કરવામાં આવે છે કે જેથી સંવિભાગ વિના તે દૂધ વગેરેનું સેવન કરી શકે છે.
સૂત્ર-૨૭ : પરિહાર તપ કરનારાને સ્થવિરની આજ્ઞા થાય તો જ બીજા સાધુ તેને આહાર લાવીને દઈ શકે છે અને વિશેષ આજ્ઞા લઈને જ તે ક્યારેક પરિસ્થિતિવશ તે વિગયનું સેવન કરી શકે છે અન્યથા સદા વિગય રહિત આહાર કરે છે. સૂત્ર-૨૮-૨૯ ઃ સ્થવિરની સેવામાં રહેલા પારિહારિક સાધુને ક્યારેક આજ્ઞા થવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org