________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
રાખે છે. ગરમી વગેરેથી રક્ષાને માટે છત્ર રાખે છે. મળ-મૂત્ર, કફ વગેરે વિકારોના કારણે અનેક માત્રક(ભાજન) રાખે છે. માટીના ઘડા વગેરે ભાંડ(વાસણ) પણ રાખે છે. વધારે વસ્ત્ર-પાત્ર પણ રાખે છે. મચ્છર વગેરેના કારણે મચ્છરદાની પણ રાખે છે. બેસવામાં સહારાને માટે ભૃષિકા-કાષ્ટ(એક જાતનું લાકડાનું આસન) પણ રાખે છે, ચર્મ ખંડ, ચર્મ કોષ(જૂતા આદિ) તેમજ ચર્મ છેદક(શસ્ત્ર) પણ રાખે છે; એટલું વર્ણન આ સૂત્રમાં કર્યું છે. તે વૃદ્ધ શ્રમણ પોતાને આવશ્યક, ઉપયોગી, કોઈપણ ઉપકરણ રાખતા હોય, તેમાંથી જે ઉપકરણો ગોચરી જવાને સમયે આવશ્યક ન હોય, તેના સંબંધે આ સૂત્રમાં વિધાન કર્યું છે.
૧૦૩
વિશિષ્ટ સાધનાવાળા પડિમાધારી કે જિનકલ્પી નવ પૂર્વના જ્ઞાનવાળા ભિક્ષુ આ ઔપગ્રહિક ઉપકરણ રાખવાના અપવાદમાર્ગનું સેવન કરી શકતા નથી અને ગચ્છના ભિક્ષુની આવી સૂત્રોક્ત પરિસ્થિતિ થવી સંભવ પણ નથી કારણ કે ગચ્છમાં અનેક વૈયાવચ્ચ(સેવા) કરનારા શ્રમણ હોય છે.
માટે પરિસ્થિતિવશ જઘન્ય-મધ્યમ બહુશ્રુત ભિક્ષુ પણ જીવન પર્યંત એકલા રહીને યથાશક્તિ સંયમ મર્યાદાનું પાલન કરતાં વિચરણ કરી શકે છે, અને તેના માટે સૂત્રકાર સૂત્રમાં અનુકંપા ભાવે એવા-એવા ઉદારતાપૂર્ણ નિરૂપણ કરી શકે છે. આ તથ્ય પ્રસ્તુત સૂત્રથી સ્પષ્ટ થાય છે. વિશ્વાસ માટે કોઈપણ જિજ્ઞાસુ, આ સૂત્ર સ્થલ કાઢીને તેનો પાઠ કે અર્થ-પરમાર્થ વાંચી શકે છે.
[રર] એકલા ભિક્ષુનો ઉપાશ્રય
[વ્યવહાર સૂત્ર ઉદ્દેશક–૬ : સૂત્ર−૬, ૭] પ્રસ્તુત સૂત્રક્રિકમાં બહુશ્રુત-ગીતાર્થ એકલા ભિક્ષુને ગ્રામાદિમાં કેવા પ્રકારના ઉપાશ્રયમાં, કેવી રીતે રહેવું કે ન રહેવું, આ વિધાન કર્યું છે.
ભાષ્યમાં અગીતાર્થથી સંબંધિત સૂત્રોનું અને આ એકાકી ભિક્ષુઓથી સંબંધિત સૂત્રોનું સ્પષ્ટીકરણ કરતાં તેને ગચ્છની નિશ્રામાં હોવાનું કહ્યું છે. તેથી એ સ્પષ્ટ થાય છે કે કર્મોદયે એકાકી રહેનાર ભિક્ષુને ગચ્છથી કાઢી મૂકવું, એ કોઈ જરૂરી નથી. ાવાડા વગેરે વિશેષણોને ભાષ્ય વ્યાખ્યામાં ઉપાશ્રયોથી સંબંધિત કરીને વિસ્તારથી વિવેચન કરવામાં આવેલ છે. પરંતુ પ્રતિઓમાં વÆય શબ્દ લિપિ દોષથી છૂટી ગયો, તેમ પ્રતીત થાય છે. એટલા માટે અન્વેષક સંપાદકોએ અહીં વક્ષ્ય શબ્દને રાખીને જ અર્થ તેમજ વિવેચન કર્યું છે. પ્રસ્તુત સૂત્ર દ્વિકથી આ ફલિત થાય છે કે-
૧. બહુશ્રુત એકાકી વિચરણ કરનારા ભિક્ષુએ અનેક દ્વાર તેમજ અનેક માર્ગવાળા ઉપાશ્રયમાં નિવાસ કરવો ન જોઈએ. ૨. એક દરવાજો કે એક રસ્તાવાળા ઉપાશ્રયમાં બહુશ્રુત એકલવિહારી ભિક્ષુ રહી શકે છે. ૩. એકલ વિહારી
ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org