________________
છેદશાસ્ત્ર: પરિશિષ્ટ ખંડ-૧
૧૮૪
ભિક્ષુએ ઉભયકાળ એટલે સૂતાં અને ઉઠતાં(દિવસે અને રાત્રે) વૈરાગ્યયુક્ત તેમજ સંયમગુણોને પુષ્ટ કરનારા ધર્મ જાગરણથી ધર્મ ભાવનાની વૃદ્ધિ કરતા રહેવું જોઈએ. ૪. અલ્પશ્રુત, અલ્પઆગમશ, અગીતાર્થ ભિક્ષુએ કોઈપણ પ્રકારના ઉપાશ્રયમાં એકલા રહેવું ન જોઈએ.
ગીતાર્થ બહુશ્રુત ભિક્ષુને એકલા રહેવું તો આ સૂત્રથી કે અન્ય અનેક આગમ વિધાનોથી સ્પષ્ટ સિદ્ધ થઈ જાય છે. તો પણ કયા ઉપાશ્રયમાં રહેવું કે ન રહેવું અથવા કેવી રીતે જાગૃત રહેવું, આ અંગે વિધાન કરવાનો આ સૂત્રોનો આશય છે.
વિભિન્ન પ્રકારના ઉપાશ્રયમાં ગીતાર્થ ભિક્ષને એકલા રહેવાથી અથવા અનેક અગીતાર્થોના રહેવાથી કયા-કયા દોષોની સંભાવના રહે છે, તે સમજવાને માટે જિજ્ઞાસુઓએ ભાષ્યનું અવલોકન કરવું જોઈએ.
- વ્યવહાર સૂત્રના ભાષ્યમાં(પત્રાકારે પ્રકાશિત)માં આ ઉદ્દેશકનો સારમુનિ માણેકે ગુજરાતી ભાષામાં આપ્યો છે. તેમાં પણ આ ચાર સૂત્રનો અર્થ ઉપાશ્રયથી સંબંધિત કર્યો છે.
[૨૩] સાધ્વીની સ્વતંત્ર ગોચરી વ્યવહાર સૂત્ર ઉદ્દેશક-૯ઃ સૂત્ર-૪૦] આ સૂત્રોમાં ચાર પ્રતિમાઓનું વર્ણન કરેલ છે, જેની આરાધના સાધુ- સાધ્વી બંને કરી શકે છે.
અંતગડ સૂત્રનાં આઠમા વર્ગમાં સુકૃષ્ણા સાધ્વી(આય) દ્વારા આ ભિક્ષુ પ્રતિમાઓની આરાધના કર્યાનું વર્ણન છે.
આ પ્રતિમાઓમાં સાધ્વી પણ સ્વયં પોતાની ગોચરી લાવે છે. જેમાં નિર્ધારિત દિવસો સુધી ભિક્ષા દત્તિની મર્યાદાનું પાલન કરવામાં આવે છે. આ પ્રતિમાઓમાં નિર્ધારિત દત્તિઓથી ઓછી દત્તિઓ પણ ગ્રહણ કરી શકાય છે અને અનશન રૂપ તપસ્યા પણ કરી શકાય છે, પરંતુ કોઈપણ કારણથી મર્યાદાથી અધિકદત્તિ ગ્રહણ કરી શકાતી નથી. આ પ્રતિમાઓમાં ઉપવાસ વગેરે તપ કરવું આવશ્યક નથી. સ્વાભાવિક જ લગભગ રોજ ઉણોદરી તપ થઈ જાય છે.
બૃહત્કલ્પ સૂત્ર ઉદ્દે–પમાં સાધ્વીને એકલા ગોચરી જવાનો સ્પષ્ટનિષેધ કર્યો છે. માટે આ પ્રતિમાઓમાં સ્વતંત્ર ગોચરી લાવનારી સાથ્વીની સાથે અન્ય સાધ્વીઓએ રહેવું જરૂરી છે. ગોચરી તો તે સ્વયં પોતાની એકની કરે છે.
- આ પ્રતિમાઓને પણ સૂત્રમાં ભિક્ષુ પ્રતિમા’ શબ્દથી જ સૂચિત કરેલ છે. તો પણ તેને ધારણ કરવામાં બાર ભિક્ષુ પ્રતિમાઓની સમાન વિશિષ્ટ યોગ્યતાની આવશ્યકતા હોતી નથી.
જો સાધ્વી પણ ગચ્છમાં રહીને સ્વતંત્ર ગોચરી તેમજ અભિગ્રહ વગેરે કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org