________________
| વેદશાસ્ત્રઃ પરિશિષ્ટ ખંડ-૧
૧૮ર
[૨૦] સંભોગ વિચ્છેદ ક્યારે ? વ્યવહાર સૂત્ર ઉદ્દેશક-૭ : સૂત્ર-૩, ૪] ઠાણાંગ સૂત્ર અ.૩ તથા અ.૯માં સંભોગ વિચ્છેદ કરવાના કારણ બતાવેલ છે તેમજ ભાષ્યમાં પણ એવા અનેક કારણ કહ્યા છે.
એનો સારાંશ એ છે કે (૧) મહાવ્રત, સમિતિ, ગુપ્તિ તેમજ ગણસમાચારીમાં ઉપેક્ષાપૂર્વક ચોથી વાર દોષ લગાડવાથી (૨) પાર્થસ્થાદિની સાથે વારંવાર સંસર્ગ કરવાથી તથા (૩) ગુરુ વગેરેના પ્રતિ વિરોધભાવ રાખવાથી તે સાધુસાધ્વીની સાથે સંબંધ વિચ્છેદ કરી દેવામાં આવે છે.
[૧] વૃદ્ધાવસ્થાનો એકલવિહાર વ્યવહાર સૂત્ર ઉદ્દેશક-૮: સૂત્ર-૫] આ સૂત્રમાં એવા એકાકી વિચરનારા ભિક્ષુનું વર્ણન છે કે જે આચારાંગ સૂત્ર શ્રુત.-૧, અધ્ય-૬, ઉદ્દે.-ર; સૂયગડાંગ સૂત્ર શ્રત.-૧, અધ્ય.-૧૦; ઉત્તરાધ્યયન સૂત્ર અધ્ય.-૩ર, ગાથા-૫ તથા દશવૈકાલિક સૂત્ર ચૂલિકા-૨, ગાથા ૧૦માં નિર્દિષ્ટ સપરિસ્થિતિક એકલવિહારી છે; સાથે જ શરીરની અપેક્ષાએ વૃદ્ધ કે અતિવૃદ્ધ છે. આ સૂત્રથી જણાય છે કે વિકલ્પી સામાન્ય ભિક્ષુ કર્મસંયોગથી એકલા થઈને વૃદ્ધાવસ્થા સુધી પણ એકલા રહીને યથાશક્તિ સંયમ પાલન કરતાં સાધુ ચર્યામાં વિચરણ કરી શકે છે.
શારીરિક કારણોથી તેને વિવિધ ઔપગ્રહિક(વધારાના) ઉપકરણ રાખવા પડે છે. તેને ક્યારેક અસુરક્ષિત સ્થાન રહેવાને માટે મળ્યું હોય તો ત્યાં તે ઉપકરણો છોડીને જવાથી બાળકો કે કૂતરા તેને તોડી ફોડી નાખે કે લઈને ચાલ્યા જાય અથવા ચોર ચોરી જાય વગેરે શક્યતા રહે છે. આ કારણોથી સૂત્રમાં આ વિધાન કરવામાં આવેલ છે કે તે વૃદ્ધ ભિક્ષુ પોતાના ઉપકરણોની સુરક્ષાને માટે કોઈને ત્યાં બેસાડીને જાય અથવા બાજુમાં કોઈ બેઠા હોય તો તેને ખ્યાલ રાખવા માટે સૂચિત કરીને જાય શકે છે અને પાછા આવવા પર મુનિ તેને સૂચિત કરીને જ(કે હું આવી ગયો છું તેમ કહીને જ) તે પોતાના ઉપકરણોને ગ્રહણ કરે.
શારીરિક સ્થિતિઓથી વિવશ બનેલા એકલા વૃદ્ધ સાધુને માટે પણ આ સૂત્રમાં જે રીતે નિરૂપણ કરવામાં આવેલ છે, તેનાથી એ સ્પષ્ટ થાય છે કે સૂત્રકારની કે જિનશાસનની અત્યંત ઉદાર તેમજ અનેકાંત દષ્ટિ છે પરંતુ આજ કાલનાં જિનમતના અનુયાયી, શ્રમણ વર્ગ કે શ્રાવક વર્ગ એવા ઉદય-કર્માધીન આત્માઓ પ્રતિનિર્દયવૃત્તિ તેમજ ધૃણાની ભાવના રાખે છે અને તેના નિમિત્તે ઉસૂત્ર પ્રરૂપણા કરી ભારેકર્મા બને છે, તે ખરેખર અફસોસની વાત છે.
આ સૂત્રોક્ત તે વૃદ્ધ ભિક્ષુ ચાલવાના સમયે સહારાને માટે દંડ કે લાકડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org