________________
વેદશાસ્ત્ર: નિશીથ સૂત્ર સારાંશ
1
૨૮]
૨૮
@ @ @ I ત્રીજા ઉદ્દેશકનો સારાંશ @ @ @ સૂત્ર-૧ઃ જે મુનિ ધર્મશાળા આદિ સ્થાનોમાં એક પુરુષ પાસેથી દીનતાયુક્ત યાચના-માગણી કરે. સૂત્ર-૨ઃ ધર્મશાળા આદિ સ્થાનોમાં અનેક પુરુષો પાસે માગી માગીને દીનતાયુક્ત યાચના કરે. સૂત્ર-૩ઃ ધર્મશાળા આદિ સ્થાનોમાં એક સ્ત્રી પાસેથી માગી માગીને દીનતા યુક્ત યાચના કરે. સૂત્ર-૪ઃ ધર્મશાળા આદિ સ્થાનોમાં અનેક સ્ત્રીઓ પાસેથી માગી માગીને દીનતાપૂર્વક યાચના કરે. સૂત્ર-પ-૮ઃ ધર્મશાળા આદિ સ્થાનોમાં કુતૂહલ વશ થઈને માંગીને યાચના કરે. સૂત્ર-૯-૧૨ઃ દેખાય નહીં તેવા સ્થાનમાંથી આહાર લઈ આવીને દેવા પર એકવાર નિષેધ કરીને ફરીથી તેની પાછળ-પાછળ જઈને યાચના-માગણી કરે. સૂત્ર-૧૩: ગૃહસ્વામીની ના હોવા છતાં ફરીને તેના ઘરે આહાર લેવા માટે જાય. સૂત્ર-૧૪: ઘણા લોકોની ભીડવાળા જમણવારના સ્થાન પર આહાર લેવા માટે જાય. સૂત્ર૧૫: ત્રણ ઓરડાના અંતરથી અધિક દૂરથી લાવેલો આહાર લે. સૂત્ર-૧૬: પગનું માલીસ પોલા-હળવા હાથે કરવું યા પગ પર હાથ ફેરવે. સૂત્ર-૧૭ : પગનું મર્દન કરે. સૂત્ર-૧૮: પગનું અત્યંગન કરે. સૂત્ર-૧૯ઃ પગનું ઉબટન કરે. સૂત્ર-૨૦: પગને ધોવે.(પ્રક્ષાલન કરવું). સૂત્ર-૨૧: પગને રંગે. સૂત્ર-રર-૨૭ઃ શરીરનું આમર્જન-સાફ કરે આદિ. સૂત્ર-૨૮-૩૩ઃ ઘાવની મલમપટ્ટી કરે, સાફ સૂફ કરે આદિ. સૂત્ર-૩૪ : ગૂમડાં આદિનું છેદન કરે. સૂત્ર-૩પ : ગૂમડાં આદિમાંથી પરૂ અને લોહી કાઢે. સૂત્ર-૩૬: ગૂમડાં આદિને ધોવે. સૂત્ર-૩૭: ગૂમડાં આદિ પર વિલેપન કરે. સૂત્ર-૩૮: ગૂમડાં આદિ પર તેલનું મર્દન કરે. સુત્ર-૩૯ઃ ગૂમડાં આદિ પર સુગંધી પદાર્થ લગાડે. સૂત્ર-૪૦ઃ ગુદાના બાહ્ય ભાગમાંથી યા અંદરના ભાગમાંથી કૃમિ કાઢે. સૂત્ર-૪૧: કારણ વગર નખ કાપે. સૂત્ર-૪૨ઃ જંઘાના વાળ કાપે. સૂત્ર-૪૩: ગુપ્ત સ્થાનના વાળ કાપે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org