________________
૨છે
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત
સૂત્ર-૨૮: પરજન ગવેષિત પાત્ર ગ્રહણ કરે. સૂત્ર-૨૯: પ્રમુખ વ્યક્તિથી ગવેષિત પાત્ર ગ્રહણ કરે. સૂત્ર-૩૦: બળવાન દ્વારા ગવેષિત પાત્ર ગ્રહણ કરે. સૂત્ર-૩૧: વાચાળ દ્વારા ગવેષિત પાત્ર ગ્રહણ કરે. સૂત્ર-૩ર : નિત્ય નિયંત્રિત આહાર લેવો. સૂત્ર-૩૩-૩૬ઃ પૂર્ણદાનપિંડમાંથી લે, અર્ધાદાનનો પિંડ લે, ત્રીજા ભાગના દાનનો પિંડ લે અને છઠ્ઠા ભાગના દાનનો પિંડ લે. સૂત્ર-૩૭: કારણ વગર કલ્પ મર્યાદાનું ઉલ્લંઘન કરી એક જગ્યાએ રહે. સૂત્ર-૩૮: ભિક્ષા લેવાની પહેલાં કે પછી દાતાની પ્રશંસા કરે. સૂત્ર-૩૯ઃ રાગ ભાવવાળા ઘરોમાં ભિક્ષાના સમય પહેલાં જઈને ફરી બીજી વાર આહાર માટે પ્રવેશ કરે. સૂત્ર-૪૦ અન્યતીર્થિક અને ગૃહસ્થની સાથે, પારિવારિક શ્રમણ અપારિહારિકની સાથે ગોચરી (ભિક્ષા) માટે જાય. સૂત્ર-૪૧ઃ આ ત્રણેની સાથે ઉપાશ્રયની સીમાની બહારની સ્વાધ્યાય ભૂમિમાં કે ઉચ્ચાર પાસવણ ભૂમિમાં પ્રવેશ કરે. સૂત્ર-૪૨ઃ આ ત્રણેની સાથે ગ્રામાનુગ્રામ વિહાર કરે. સૂત્ર-૪૩ઃ મનોજ્ઞ પાણીનું સેવન કરીને અમનોજ્ઞ પાણી પરઠી દે. સૂત્ર-૪૪: મનોજ્ઞ આહાર કરીને અમનોજ્ઞ આહાર પરઠી દે. સૂત્ર-૪૫ઃ ખાઈ લીધા પછી વધી ગયેલો મનોજ્ઞ આહાર સ્વધર્મીઓને પૂછ્યા વિના પરઠી દે. સૂત્ર-૪૬: શય્યાતરનો આહાર ગ્રહણ કરે. સૂત્ર-૪૭ : શય્યાતરનો આહાર ખાય. સૂત્ર-૪૮: સાગારિક-શય્યાતરના ઘરને જાણ્યા વિના ભિક્ષા માટે જાય. સૂત્ર-૪૯ઃ શય્યાતરની નિશ્રાથી આહાર પ્રાપ્ત કરે. સૂત્ર-૫૦ શેષકાલ(હેમત-ગ્રીષ્મ)ના શય્યા સસ્તારકની અવધિનું ઉલ્લંઘન કરે. સૂત્ર-૫૧ઃ ચાતુર્માસ કાલના શય્યા સસ્તારકની અવધિનું ઉલ્લંઘન કરે. સૂત્ર-પર: વરસાદમાં ભીંજાતા શય્યા સસ્તારકને છાયામાં ન રાખે. સૂત્ર-૫૩ઃ શય્યા સસ્તારકની બીજી વાર આજ્ઞા લીધા વિના અન્યત્ર લઈ જાય. સૂત્ર-૫૪ઃ પ્રાતિહારિક શય્યા સસ્તારકને પાછા આપ્યા વિના વિહાર કરે. સૂત્ર-પ૫ : શય્યાતરના શય્યા સંસ્તારક વ્યવસ્થિત કર્યા વગર વિહાર કરે. સૂત્ર-૫૬: શય્યા સંસ્મારક ખોવાઈ જવા પર તેની શોધ ન કરે. સૂત્ર-૫૭ઃ અલ્પ યા નાની ઉપધિનું પણ ઉભયકાલ પ્રતિલેખન ન કરે. ઈત્યાદિ પ્રવૃત્તિઓનું લઘુમાસિક પ્રાયશ્ચિત્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org