________________
૧
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
::
૩. છ પ્રકારની ભ્રમણ વિધિના કોઈપણ અભિગ્રહથી ગોચરી લેવા જવું. ૪. અજ્ઞાત ક્ષેત્રમાં બે દિવસ અને પરિચિત ક્ષેત્રોમાં એક દિવસથી વધુ ન રહેવું. ૫. ચાર કારણો સિવાય મૌન જ રહેવું. ધર્મ ઉપદેશ પણ ન દેવો.
૬-૭. ત્રણ પ્રકારની શય્યા અને ત્રણ પ્રકારના સંસ્તારકનો જ ઉપયોગ કરવો. ૮-૯. સાધુના રહ્યા પછી તે સ્થાન પર કોઈ સ્ત્રી-પુરુષ આવે, રહે અથવા આગ લાગી જાય તો પણ સાધુ બહાર નીકળે નહિ.
૧૦-૧૧. પગમાંથી કાંટો અને આંખમાંથી રજ(ધૂળ) આદિ કાઢે નહિ. ૧૨. સૂર્યાસ્ત પછી એક ડગલું પણ ચાલે નહિ. રાત્રે મલ-મૂત્રની બાધા થવા પર આવી જઈ શકે.
૧૩. હાથ-પગ ઉપર સચિત્ત રજ લાગી જાય તો તેનું પ્રમાર્જન ન કરવું અને સ્વતઃ અચિત્ત ન થઈ જાય ત્યાં સુધી ગોચરી આદિ પણ ન જવું.
૧૪. અચિત્ત પાણીથી પણ સુખ શાંતિ માટે હાથ-પગ આદિ ધોવા નહિ. ૧૫. ચાલતી વખતે ઉન્મત્ત પશુ સામે આવી જાય તો ભયથી માર્ગ છોડે નહિ. ૧૬. તડકામાંથી છાયામાં તથા છાયામાંથી તડકામાં ન જાય.
આ નિયમ બધી પડિમાઓમાં જરૂરી સમજી લેવાના.
પેલી સાત પડિમાઓ એક-એક મહિનાની છે, તેમાં દત્તિની સંખ્યા એકથી સાત સુધી વધી શકે છે. આઠમી નવમીને દસમી પડિમા સાત-સાત દિવસની એકાંતર તપયુક્ત કરવાની હોય છે. તેમાં સૂત્રોક્ત ત્રણ-ત્રણ આસનમાંથી આખી રાત કોઈ પણ એક આસન કરવાનું હોય છે. અગિયારમી પિંડમામાં છઠ્ઠના તપની સાથે અહોરાત્ર(ચોવીસ કલાક) કાયોત્સર્ગ કરવામાં આવે છે. બારમી ભિક્ષ ડિમામાં અઠ્ઠમ તપની સાથે સ્મશાન આદિમાં એક રાત્રિનો(સૂર્યાસ્તથી સૂર્યોદય સુધી) કાયોત્સર્ગ કરવાનો હોય છે.
આઠમી દશા : સમાચારી
આ દશાનું નામ પર્યુષણા કલ્પ છે. વિક્રમની તેરમી-ચૌદમી શતાબ્દીમાં અર્થાત વીર નિર્વાણ અઢારમી-ઓગણીશમી શતાબ્દીમાં આ દશાના અનુચિત ઉપયોગ તેમજ અવલંબનથી કલ્પસૂત્રની રચના કરી, તેને પ્રમાણિક પ્રસિદ્ધ કરીને પ્રચારિત કરેલ છે. અન્ય કોઈ વિસ્તૃત સૂત્રના પાઠોની સાથે આ દશાને જોડીને અને સ્વચ્છંદતાપૂર્વક અગણિત પરિવર્તન-પરિવર્ધન કરીને આ દશાને સંપૂર્ણ વિકૃત કરી વ્યવછિન્ન કરી દેવામાં આવી છે. તેથી આ દશા અનુપલબ્ધ, વ્યવછિન્ન સમજવી જોઈએ. એમાં ભિક્ષુઓના ચાતુર્માસ અને પર્યુષણ સંબંધી સમાચારીના વિષયોનું સંક્ષિપ્ત સૂચન હતું. [વિશેષ જિજ્ઞાસુ પાઠકોએ આગળ પરિશિષ્ટનુ અવલોકન કરી લેવું.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org