________________
છેદશાસ્ત્ર ઃ દશાશ્રુતસ્કંધ સૂત્ર સારાંશ
સમય સુધી કાયોત્સર્ગ કરવો.
4
૬. છઠ્ઠી પડિમા :– બ્રહ્મચર્યનું આગાર રહિત પરિપૂર્ણ પાલન કરવું તે સાથે નિમ્ન નિયમ રાખવા ઃ (૧) સ્નાન ત્યાગ (૨) રાત્રિ ભોજન ત્યાગ (૩) ધોતીની પાટલી(ગાંઠ) ખુલ્લી રાખવી.
૭. સાતમી પડિમા ઃ- આગાર રહિત સચિત્ત વસ્તુ ખાવાનો ત્યાગ કરે. ૮. આઠમી પડિમા ઃ- આગાર રહિત સ્વયં હિંસા કરવાનો ત્યાગ કરવો.
૯. નવમી પડિમા ઃ- બીજા પાસે સાવધ કાર્ય કરાવવાનો આગાર રહિત ત્યાગ અર્થાત્ ધર્મકાર્ય સિવાય કોઈ કાર્યની પ્રેરણા, નિર્દેશ, આદેશ ન કરવો. ૧૦. દસમી પડિમા ઃ– સાવધકાર્યની અનુમોદનાનો પણ ત્યાગ કરવો અર્થાત્ પોતાના માટે બનાવેલા આહારાદિ કોઈ પણ પદાર્થ ન લેવા.
:
Go
-:
૧૧. અગિયારમી ડિમા શ્રમણ જેવો વેશ અને ચર્યા ધારણ કરવા, પરંતુ લોચ કરવો, વિહાર કરવો, સામુદાનિક ગોચરી કરવી અને આજીવન સંયમ ચર્યા ધારણ કરવી ઇત્યાદિનો તેમા પ્રતિબંધ નથી તેથી તે ભિક્ષા આદિના સમયે સ્વયંને પડિમાધારી શ્રાવક કહે છે અને જ્ઞાતીજનોના ઘરમાં જ ગોચરી જાય છે.
આગળ આગળના પિંડમાઓમાં પહેલાં પહેલાંની પિંડમાઓનું પાલન કરવું આવશ્યક હોય છે.
સાતમી દશા : ભિક્ષુની બાર પડિમા
સાધુનો બીજો મનોરથ છે કે ‘ક્યારે હું એકલ વિહારની પ્રતિજ્ઞા ધારણ કરીને વિચરણ કરું” ભિક્ષુ પ્રતિમા પણ આઠ મહિના એકલ વિહારની પ્રતિજ્ઞા સહિત હોય છે. વિશિષ્ટ સાધના માટે અને કર્મોની અત્યધિક નિર્જરાને માટે આવશ્યક યોગ્યતાથી સંપન્ન ગીતાર્થ(બહુશ્રુત) સાધુ આ બાર ડિમાઓને ધારણ કરી શકે છે. [આ ડિમાને અંગીકાર કરવા માટે પ્રથમના ત્રણ સંઘયણ, નવ પૂર્વોનું જ્ઞાન, વીસ વર્ષની દીક્ષા પર્યાય અને ૨૯ વર્ષની ઉંમર હોવી આવશ્યક છે, એવું જે કહેવાય છે, તે આગમ સંમત નથી પરંતુ આગમ વિપરીત છે. તેનુ સ્પષ્ટીકરણ પૃષ્ટ–૨૫માં જુઓ] અનેક પ્રકારની સાધનાઓ તેમજ પરીક્ષાઓ પછી જ યોગ્ય શ્રમણને ભિક્ષુની પડિમા ધારણ કરવાની આજ્ઞા અપાય છે. પ્રતિમાધારીના વિશિષ્ટ નિયમ :
૧. દાતાનો એક પગ ડેલીની અંદર અને એક પગ ડેલીની બહાર હોય, સ્ત્રી ગર્ભવતી ન હોય, એક વ્યક્તિનું ભોજન હોય, તેમાંથી જ વિવેકની સાથે લેવું. ૨. દિવસમાં ત્રણ ભાગની કલ્પના કરી, તેમાંથી કોઈ એક ભાગમાં ગોચરી લાવીને વાપરવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org