________________
છેદશાસ્ત્રઃ દશાશ્રુતસ્કંધ સૂત્ર સારાંશ
ર
શૈક ક નવમી દશાઃ ત્રીસ મહામોહના સ્થાન કે
આઠ કર્મોમાં મોહનીય કર્મ પ્રબલ છે. તેમાં પણ મહામોહનીય કર્મની અવસ્થા વધુ તીવ્ર હોય છે. તેના બંધનના ૩૦ કારણો આ પ્રમાણે છે૧-૩. ત્રસ જીવોને પાણીમાં ડુબાડીને, શ્વાસ રૂંધીને, ધુમાડો કરીને મારવા. ૪-૫. ત્રસ જીવોને શસ્ત્ર પ્રહારથી માથું ફોડીને અથવા મસ્તક પર ભીનું ચામડું બાંધીને મારવા. ૬. ત્રસ જીવોને ધોખો દઈને(છેતરીને) ભાલા આદિથી મારીને હસવું. ૭. માયાચાર કરીને છુપાવવું કે શાસ્ત્રના અર્થને છુપાવવા. ૮.કોઈના પર મિથ્યા આરોપ લગાવવો. ૯. ભરી સભામાં મિશ્ર ભાષાનો પ્રયોગ કરી ક્લેશ કરવો. ૧૦. વિશ્વાસુ મંત્રી દ્વારા રાજાને રાજ્ય ભ્રષ્ટ કરી દેવો. ૧૧-૧૨. મિથ્યાભાવે પોતાને બ્રહ્મચારી કે બાલબ્રહ્મચારી પ્રસિદ્ધ કરવો. ૧૩. ઉપકારીના ધનનું અપહરણ કરવું. ૧૪. ઉપકારી ઉપર અપકાર કરવો. ૧૫. રક્ષક થઈને ભક્ષકનું કાર્ય કરવું. ૧-૧૭. અનેકોના રક્ષક નેતા કે સ્વામી આદિને મારવા. ૧૮. દીક્ષાર્થી કે દીક્ષિતને સંયમથી ચલિત કરવા. ૧૯. તીર્થકરોની નિંદા કરવી. ૨૦. મોક્ષ માર્ગની દ્રષ પૂર્વક નિન્દા કરીને, ભવ્ય જીવોને માર્ગથી ભ્રષ્ટ કરવા. ૨૧-૨૨. ઉપકારી આચાર્ય ઉપાધ્યાયની અવહેલના કરવી. તેઓનો આદર, સેવા ભક્તિ ન કરવા. ૨૩-૨૪. બહુશ્રુત કે તપસ્વી નહિ હોવા છતાં પણ પોતાને બહુશ્રુત કે તપસ્વી કહેવડાવવા. ૨૫. સમર્થ હોવા છતાં કલુષિત ભાવોના કારણે સેવા ન કરવી. ૨૭. સંઘમાં ભેદ ઉત્પન્ન કરાવવો. ૨૭. જાદુટોણા આદિનો પ્રયોગ કરવો. ૨૮. કામભોગોમાં અત્યધિક આસક્તિ અને અભિલાષા રાખવી. ર૯. દેવોની શક્તિનો અસ્વીકાર કરવો અને તેની નિંદા કરવી. ૩૦. દેવી દેવતાના નામથી જૂઠા ઢોંગ કરવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org