________________
૧૫
| દુપ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત, સર્વ પ્રથમ નમસ્કાર મંત્ર તથા તીર્થકરનું વર્ણન છે અને પર્યુષણાનું સૂત્ર ૯૦૦ શ્લોક પ્રમાણ વર્ણનની પછી છે.
કેટલાક ચિંતકોનો આ મત છે કે “આઠમી દશાને અલગ કરીને કલ્પસૂત્ર નામ આપી દીધું છે. તેથી સંપૂર્ણ કલ્પસૂત્ર ભદ્રબાહુ સ્વામી રચિત આઠમી દશા છે.” આ એક કલ્પના માત્ર છે અને વિચાર્યા વિના તેને ઘણાઓએ સત્ય માની લીધી છે. નંદી સૂત્રમાં ત્રણ કલ્પ સૂત્રોના નામ છે–
(૧) કમ્પસત્ત(બૃહત્ કલ્પસૂત્ર) (૨) ચુલ્લ કમ્પસુત્ત (૩) મહાકપ્પસત્ત. પરંતુ આ પર્યુષણા કલ્પસૂત્રનું નામ કયાંય નથી. નંદીસૂત્રના સંકલનનો કાળ વીર નિર્વાણની દસમી શતાબ્દી માનવામાં આવે છે. ત્યાં સુધી આ કલ્પસૂત્રનું સ્વતંત્ર અસ્તિત્વ હતું જ નહિ, એ સ્પષ્ટ અને સુનિશ્ચિત્ત છે.
આર્યભદ્રબાહુ સ્વામીએ દશાશ્રુતસ્કંધ સૂત્ર, કલ્પસૂત્ર(બૃહત્કલ્પસૂત્ર) અને વ્યવહાર સૂત્ર; આ ત્રણ છેદ સૂત્રની રચના કરી છે, એમાંથી એક સૂત્રનું નામ કલ્પસૂત્ર છે જ, તો તેના જ દશાશ્રુતસ્કંધની એક દશાને અલગ કરીને નવા કલ્પસૂત્રનું સ્વતંત્ર સંકલન કરવું કોઈપણ વિદ્વાન દ્વારા કેવી રીતે ઉચિત માની શકાય?
દશાશ્રુતસ્કંધના નિર્યુક્તિકારે પ્રથમ ગાથામાં ભદ્રબાહુ સ્વામીને ચૌદ પૂર્વી કહીને વંદન કર્યા છે અને ત્રણ છેદ સૂત્રોના કર્તા કહ્યા છે.
वंदामि भद्दबाहुँ, पाईणं चरिम सगलसुयणाणिं । સુત્ત ઝારસિં રસાસુ વણે ય વહારે II – નિયુક્તિ ગાથા ll
ચૂર્ણિકારે આ ગાથાની વ્યાખ્યા કરતા કહ્યું છે કે– નિર્યુક્તિકાર આ પ્રથમ ગાથામાં સૂત્રકારને આદિ મંગલના રૂપમાં પ્રણામ કરે છે. તેથી આ સહજસિદ્ધ છે કે ચૂર્ણિકારના સમય સુધી સ્વોપજ્ઞ નિયુક્તિ કહેવાની બ્રાંત ધારણા પણ ન હતી અને એનાથી એ સ્પષ્ટ થાય છે કે સૂત્રકાર ભદ્રબાહુ સ્વામીથી નિયુક્તિકાર ભિન્ન છે, કારણ કે નિયુક્તિકાર સ્વયં સૂત્રકર્તા ભદ્રબાહુ સ્વામીને વંદન કરે છે. તેથી સ્વીપજ્ઞ નિર્યુક્તિ માનવી પણ સર્વથા અસંગત છે. દશાશ્રુતસ્કંધના નિયુક્તિકારે નિયુક્તિ કરતાં આઠમી દશાની નિયુક્તિ પણ કરી છે. તેમાં ન તો આ સંક્ષિપ્ત પાઠની સૂચના કરી છે અને ન તો અલગ સંકલિત કરેલ કલ્પસૂત્રની કોઈ ચર્ચા કરી છે.
નિર્યુક્તિકારે આચાર-પ્રધાન આઠ આગમોની નિયુક્તિ કરી છે. જો પર્યુષણાકલ્પ સૂત્ર આઠમી દશાથી અલગ હોત તો તેનો નિર્દેશ કે તેની વ્યાખ્યા અવશ્ય કરત. તેથી એ નિશ્ચિત્ત છે કે નિયુક્તિકારના સમય સુધી પણ આ બારસા કલ્પસૂત્ર અર્થાત્ પર્યુષણા કલ્પસૂત્રનું અસ્તિત્વ ન હતું. સાથે એક વાત ધ્યાનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org