________________
છેદશાસ્ત્રઃ દશાશ્રુતસ્કંધ સૂત્ર પરિશિષ્ટ
રાખવી જોઈએ કે તેનું પરિચાયક આ નામ વિક્રમની બારમી શતાબ્દી પહેલાં કોઈપણ આગમ કે ગ્રન્થમાં જોવા મળતું નથી.
૬૬
આચાર્ય મલયગિરિના સમય સુધી પ્રાયઃ બધા આગમોની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા આદિ વ્યાખ્યાઓ રચવામાં આવી ગઈ હતી. પરંતુ ત્યાં સુધી આ કલ્પસૂત્રની વ્યાખ્યા કરવાનો કોઈપણ વિદ્વાને સંકલ્પ કર્યો નથી અને ક્યાંય પણ કોઈએ તેનો નામ નિર્દેશ કર્યો નથી.
એક પ્રચલિત ધારણા આ પણ છે કે ‘ધ્રુવસેન રાજાના પુત્ર શોકને દૂર કરવા માટે કાલકાચાર્યે આઠમી દશાનું સભામાં વાંચન કર્યું અને તે સમયથી જ આ અલગ સૂત્રના રૂપમાં પ્રચલિત થયું. તેનું આજ સુધી પર્યુષણના દિવસોમાં સભાની વચ્ચે વાંચન કરાય છે. આ પણ એક કલ્પના માત્ર છે, તેમાં મૌલિકતા જરા પણ નથી. ઇતિહાસના અધ્યયનથી જણાય છે કે કાલકાચાર્ય અનેક થયા છે. તેઓમાં અંતિમ કાલકાચાર્ય દેવર્ધિગણિના સમયે વીર નિર્વાણની દસમી સદીમાં અને વિક્રમની છઠ્ઠી સદીના પ્રારંભમાં થયા છે.
ધ્રુવસેન રાજા પણ ત્રણ થયા છે. જેમાં પ્રથમ ધ્રુવસેન વીરનિર્વાણની ૧૧મી શતાબ્દીના મધ્યકાલમાં, બીજા ૧૨ મી શતાબ્દીના મધ્યકાલમાં અને ત્રીજા ૧૨ મી શતાબ્દીના અંતિમકાલમાં થયા છે. પ્રથમ ધ્રુવસેન રાજાના પુત્ર શોકની ઘટના વીર નિર્વાણ પછી અગિયારમી શતાબ્દીના ૫૪ માં વર્ષમાં થઈ છે. તે સમયમાં આનંદપુરમાં કાલકાચાર્યના ચાતુર્માસ કર્યાનો કોઈપણ ઉલ્લેખ ઇતિહાસથી સિદ્ધ થઈ શકતો નથી.
સામાન્ય સાધુઓને અને સાધ્વીજીઓને પણ છેદ સૂત્ર નહિ ભણાવવાની ધારણા અને પરંપરાના અનેક ઉલ્લેખ મળે છે. તેવા આ છેદસૂત્રના એક અધ્યયન માટે પુત્ર શોકને દૂર કરવા રાજસભામાં વાંચન કરવાનું કથન, જરા ય પણ યોગ્ય લાગતું નથી.
આ રીતે ઉપલબ્ધ કલ્પસૂત્રનું આ સ્વતંત્ર સ્વરૂપ પ્રાચીન કાલથી છે તેમ સિદ્ધ થતું નથી. પરંતુ દશાશ્રુતસ્કંધની આઠમી દશામાં તેના સંપૂર્ણ અસ્તિત્વ કે તેનો સંક્ષિપ્ત પાઠ બહુ પછીથી સંકલિત કર્યો હોય તે સ્વતઃ સિદ્ધ થાય છે.
અનુપ્રેક્ષાથી ફલિત નિષ્કર્ષ એ જ નીકળે છે કે વિક્રમની ૧૨ મી, ૧૩ મી શતાબ્દીમાં ચુલ્લકલ્પસૂત્ર, મહાકલ્પસૂત્ર કે પટ્ટાવલિયા આદિના સંગ્રહથી આ સૂત્ર સંકલિત કર્યું છે અને તેની સાથે પર્યુષણાકલ્પ નામની આઠમી દશા રૂપ સમાચારીને પરિવર્તિત કરીને અંતમાં જોડી દીધી છે તથા તે સંપૂર્ણ સંગ્રહસૂત્રને ચૌદ પૂર્વધર ભદ્રબાહુ સ્વામીની રચનારૂપે પ્રસિદ્ધ કરી છે અને પ્રાચીનતા બતાવવા માટે સભામાં વાંચનનું નામ પણ કલ્પિત અસંગત કથા દ્વારા કાલકાચાર્યની સાથે જોડી દીધું છે; ત્યાં સુધી કે દશાશ્રુતસ્કંધની આઠમી દશામાં પણ આખું પર્યુષણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org