________________
૧૫૫
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જૈનાગમ નવનીત
:
આપ્યા વિના છેદ સૂત્રોની વાચના આપે કે અપાવે (૩) અવિનીત કે અયોગ્ય સાધુઓને કાલિકશ્રુતની વાચના દે (૪) વિનયવાન યથાયોગ્ય સાધુઓને યથાસમયે વાચના દેવાનું ધ્યાન ન રાખે (૫) વિગયોનો ત્યાગ ન કરનારા તેમજ કલહને ઉપશાંત ન કરનારાને વાચના આપે (૬) સોળ વર્ષથી ઓછી ઉંમરવાળાને કાલિકશ્રુત(અંગસૂત્ર કે છેદસૂત્ર)ની વાચના આપે. (૭) સમાન યોગ્યતાવાળા સાધુઓમાં કોઈને વાચના આપે, કોઈને ન આપે (૮) સ્વગચ્છના અગર અન્યગચ્છના શિથિલાચારી સાધુને વાચના આપે (૯) મિથ્યામતથી ભાવિત ગૃહસ્થને વાચના આપે અગર તેને વાચના લેનારાની સાથે બેસાડે તો તે પદવીધરને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. ગચ્છ પ્રમુખે આ અઘ્યયન સંબંધી નિયમોનું યથાર્થ પાલન કરવું જોઈએ. જો પાલન ન થઈ શકે તો તેનું તેમણે સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત સ્વયં ગ્રહણ કરી લેવું જોઈએ.
[૩] શિક્ષાને અયોગ્ય
[બૃહત્કલ્પ ઉદ્દેશક-૪ ઃ સૂત્ર−૮, ૯]
(૧) દુષ્ટ :- જે શાસ્ત્રની પ્રરૂપણા કરનારા ગુરુ વગેરે પર દ્વેષ રાખે અથવા યથાર્થ પ્રતિપાદન કરવામાં આવતા તત્ત્વો ઉપર દ્વેષ રાખે તે. (૨) મૂઢ :– ગુણ-અવગુણના વિવેકથી રહિત વ્યક્તિ.
(૩) વ્યુાહિત ઃ– વિપરીત શ્રદ્ધાવાળા અત્યંત કદાગ્રહી પુરુષ.
આ ત્રણે પ્રકારના સાધુ ‘દુઃસંજ્ઞાપ્ય’ છે અર્થાત્ તેને સમજાવવા ઘણા મુશ્કેલ છે. સમજાવવા છતાં પણ તે સમજતા નથી. તેને શિક્ષા આપવાથી કે સમજાવવાથી કોઈ પ્રયોજન સિદ્ધ થતું નથી. માટે એ સૂત્ર વાચના માટે પૂર્ણ અયોગ્ય હોય છે.
જે દ્વેષભાવથી રહિત છે, હિત-અહિતના વિવેકથી યુક્ત છે અને વિપરીત શ્રદ્ધાવાળા કે કદાગ્રહી નથી, તે શિક્ષા દેવાને યોગ્ય હોય છે. એવી વ્યક્તિઓને જ શ્રુત તેમજ અર્થની વાચના દેવી જોઈએ, કારણ કે તે પ્રતિપાદિત તત્ત્વને સરળતાથી કે સુગમતાથી ગ્રહણ કરે છે.
[૪] યોગ્ય અધ્યયનના અભાવમાં ચાતુર્માસમાં વિહાર | વ્યવહાર ઉદ્દેશક-૪ : સૂત્ર-૧૧, ૧૨]
વિચરણ કે ચાતુર્માસ કરનારા સાધુઓમાં એક ‘કલ્પાક’ અર્થાત્ સંઘાડાપ્રમુખ હોવા જરૂરી છે. જેને ઉદ્દેશક-૩, સૂત્ર-૧માં ગણધારણ કરનાર અર્થાત્ ગણધર કહેવામાં આવેલ છે તથા ત્યાં તેને શ્રુત એવં દીક્ષા પર્યાય સંપન્ન હોવું આવશ્યક કહ્યું છે. તેથી ત્રણ વર્ષની દીક્ષા પર્યાય અને આચારાંગ સૂત્ર તેમજ નિશીથ સૂત્રને અર્થ સહિત કંઠસ્થ ધારણ કરનારા જઘન્ય બહુશ્રુત જ ગણ ધારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org