________________
છેદશાસ્ત્રઃ પરિશિષ્ટ ખંડ-૧
૧પ૪
તેના પર ગુસ્સો કર્યા કરે છે, તેને “અવ્યપશમિત પ્રાભૃત' કહે છે.
આ ત્રણ પ્રકારના સાધુ સૂત્ર વાચના, અર્થ વાચના અને ઉભય વાચનાને અયોગ્ય છે કારણ કે વિનયથી જ વિદ્યાની પ્રાપ્તિ થાય છે. અવિનયી શિષ્યને વિદ્યા ભણાવવી નિષ્ફળ તો જાય છે, પણ ક્યારેક-ક્યારેક દુષ્કળ” પણ આપે છે.
જે દૂધ, દહીં વગેરે વિકૃતિઓમાં આસક્ત છે, તેને આપેલી વાચના હૃદયમાં સ્થિર રહી શકતી નથી. માટે તેને પણ વાચના આપવી અયોગ્ય છે. જેના સ્વભાવમાં ઉગ્રતા છે, થોડો પણ અપરાધ થઈ જવા પર જે અપરાધી પર વધારે ગુસ્સો કરે છે, ક્ષમા માંગવા છતાં પણ વારંવાર ગુસ્સો કર્યા કરે છે, એવી વ્યક્તિને પણ વાચના દેવી અયોગ્ય છે. એવી વ્યક્તિને લોકો આ જન્મમાં પણ સ્નેહ કરવો છોડી દે છે અને પરભવ માટે પણ તે તીવ્ર વેરનો અનુબંધ કરે છે. એટલા માટે ઉપરોક્ત ત્રણે પ્રકારના શિષ્ય સૂત્ર-અર્થ અને સૂત્રાર્થની વાચના લેવા માટે અયોગ્ય કહેવામાં આવેલ છે.
જે વિનય યુક્ત છે, દૂધ-દહીં વગેરેના સેવનમાં જેની આસક્તિ નથી અર્થાત્ ગુરુ આજ્ઞા હોય તો વિગય સેવન કરે અન્યથા ત્યાગ કરી દે અને જે ક્ષમાશીલ તેમજ સમભાવી છે, એવા શિષ્યોને જ સૂત્રની, તેના અર્થની તથા બન્નેની વાચના આપવી જોઈએ. તેને આપવામાં આવેલ વાચનાથી શ્રુતનો વિસ્તાર થાય છે, ગ્રહણ કરનારાનો આલોક અને પરલોક સુધરે છે અને જિનશાસનની પ્રભાવના થાય છે.
સૂત્રોક્ત દોષોવાળા સાધુ સંયમ આરાધનાને માટે પણ અયોગ્ય હોય છે. તેને દીક્ષા પણ આપી શકાતી નથી. દીક્ષા દીધા પછી આ અવગુણોનો ખ્યાલ આવવા પર તેને વાચના દેવાને માટે ઉપાધ્યાયની પાસે ન રાખવો જોઈએ. પરંતુ પ્રવર્તક કે સ્થવિરના નેતૃત્વમાં અન્ય અધ્યયન શિક્ષાઓ તેમજ આચાર વિધિનું જ્ઞાન કરાવવું જોઈએ. એવું કરવાથી જો તેનામાં યોગ્યતા આવી જાય તો વાચનાને માટે ઉપાધ્યાય પાસે રાખી શકાય છે. યોગ્ય ન થવા પર તે હંમેશાં અગીતાર્થ જ રહે છે અને બીજાના અનુશાસનમાં રહેતાં થકા સંયમનું પાલન કરે છે.
જે ગચ્છ પ્રમુખ આ સૂત્રોક્ત વિધિનું પાલન કરતા નથી અને યોગ્યઅયોગ્યનો નિર્ણય લીધા વિના બધાને ઇચ્છા પ્રમાણે વાચના આપે છે– ઉપાધ્યાય વગેરે વાચના દેનારાને નિયુક્ત કરતા નથી અથવા તેના પ્રત્યે વિનય પ્રતિપતિ વગેરેનાં પાલનની પણ વ્યવસ્થા કરતા નથી, તો આ પ્રકારે વાચના સંબંધી સૂત્ર વિધાનોનું યથાર્થ પાલન નહિ કરવાથી તે ગચ્છ પ્રમુખનિશીથ સૂત્ર ઉ.૧૯ અનુસાર પ્રાયશ્ચિત્તને પાત્ર થાય છે.
તે પ્રાયશ્ચિત્ત આ પ્રમાણે છેઃ (૧) આગમમાં બતાવ્યા પ્રમાણે ક્રમથી વાચના ન આપે પણ સ્વેચ્છાનુસાર વાચના આપે કે અપાવે (૨) આચારાંગસૂત્રની વાચના Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org