________________
છેદશાસ્ત્ર : પરિશિષ્ટ ખંડ-ર
ક્રિયા ખોલવાના અર્થમાં પ્રયુક્ત છે. જેનો સાચો અર્થ વિષ્વક્કરણ, પૃથક્કરણ થાય છે. તે શબ્દના અન્ય વિભિન્ન અર્થોની કલ્પના પણ કરવામાં આવે છે. પરંતુ તે અર્થોની બરાબર સંગતિ થઈ શકતી નથી.
૨૦૦
સાર ઃ- રજોહરણ પૂંજણીને ખોલ્યા વિના બંધન સિવાયના ખુલ્લા વિભાગનું વિવેકપૂર્વક પ્રતિલેખન કરવું જઈએ. ફક્ત બંને સમય પ્રતિલેખનાને માટે વ્યવસ્થિત બંધનને ખોલવું કોઈપણ આગમ કે તેની વ્યાખ્યામાં કહ્યું નથી.
પ્રકરણ-૪ ઃ સોય આદિ ઉત્તરકરણના સૂત્રોનો મર્મ
[નિશીથ ઉદ્દેશક-૧ : સૂત્ર-૧૫ થી ૧૮] સાધુને માટે અતિઅલ્પ ઉપધિ રાખવાનું વિધાન છે. તો પણ ક્ષેત્ર-કાલ અનુસાર કે પરિવર્તિત શારીરિક સ્થિતિ અનુસાર કયારે, કયા ઉપકરણોની ક્યાં આવશ્યકતા પડે અને તે સમયે કદાચિત્ ક્યાંય તે ઉપકરણ ન મળે. તે આશયથી કાંટા કાઢવાનું સાધન તેમજ દાંતની સળી વગેરે અન્ય ઉપકરણ વર્તમાનમાં પણ સાથે રાખવામાં આવે છે.
આ જ રીતે પ્રસ્તુત સૂત્રોક્ત સોય, કાતર વગેરે ઉપકરણ ક્ષેત્ર, કાળ વગેરેની પરિસ્થિતિ પ્રમાણે રાખવામાં આવે છે; એવું આ ‘ઉત્તરકરણ’(સુધારકામ કરવાના) સૂત્રોથી પ્રતીત થાય છે. નિશીથભાષ્ય ગાથા ૧૪૧૩થી ૧૪૧૬ તથા બૃહત્કલ્પ ભાષ્ય ગાથા ૪૦૯૬થી ૪૦૯૯ સુધી અપવાદરૂપ પરિસ્થિતિમાં રાખવામાં આવતા અનેક ઔપગ્રહિક ઉપકરણ સૂચિત કરેલ છે. તે ગાથા અર્થ સહિત ઉદ્દેશક-૧૬, સૂત્ર–૩૯નાં વિવેચનમાં છે. તેમજ આ પુસ્તકમાં પણ આગળ છે. તે ઉપકરણોમાં સોય, કાતર વગેરે પણ છે; ચર્મ, છત્ર, દંડ પણ છે; તેમજ પુસ્તક વગેરે પણ કહેલ છે.
આ ઉત્તરકરણના સૂત્ર પણ પરિસ્થિતિવશ સાથે રાખેલ ઔપગ્રહિક ઉપકરણ રૂપ સોય વગેરેથી સંબંધિત છે. કારણ કે એક દિવસને માટે લાવીને પાછા આપવાનું(પ્રત્યર્પણીય) ઉપકરણ તો જોઈને જ અને ઉપયોગી હોવા પર લાવવામાં આવે છે. ક્યારેક ભૂલ થઈ પણ જાય તો તેને પાછું દઈને બીજું પણ લાવી શકાય છે.
એ પણ સ્પષ્ટ સમજવા લાયક છે કે પાછી દેવાની સોય, કાતર વગેરેની ધાર, અણી ગૃહસ્થ પાસે જઈને કઢાવવી અને ગુરુમાસિક પ્રાયશ્ચિત્તના પાત્ર બનવું એવી પ્રવૃત્તિ કોઈપણ ભિક્ષુ દ્વારા કરવાની સંભાવના નથી; એટલામાં તો બીજી જ લાવી શકાય છે.
જે ઉપકરણ હંમેશાં સાથે રાખતા હોય અને કામમાં લેતાં-લેતાં જો ખરાબ થઈ જાય તો તેનો પરિષ્કાર કે સુધારવાનું સ્વયં કરવું અથવા ક્યારેક અન્ય પાસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org