________________
ર૦૧
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત|
કરાવવું આવશ્યક થઈ જાય છે. તે સમયે સૂત્રોક્ત ગૃહસ્થ પાસે ઉત્તરકરણ (સુધારાકામ) કરાવવા રૂપ પરિસ્થિતિની સંભાવના ઉત્પન્ન થાય છે. માટે સૂત્રમાં નિર્દિષ્ટ ઉત્તરકરણ” (સુધારાકામ) ક્ષેત્ર, કાળ વગેરેની અપેક્ષાથી પાસે રાખેલી સોય, કાતર, નેઈલકટર તેમજ કાનની સળી (ધાતુની) સંબંધી સમજવું જોઈએ.
વર્તમાનમાં સોય, કાતર, નેઈલકટર રાખવા માટે “તે ધાતુ નિર્મિત્ત હોવાના કારણે રાખવું અકલ્પનીય છે, એવું માનવામાં આવે છે.
પ્રસ્તુત સૂત્રમાં વર્ણવેલ સોય, કાતર, નેઈલકટર તથા આચારાંગ સૂત્ર અને વ્યવહાર સૂત્રમાં વર્ણવેલ ચર્મ છેદવાનું ઉપકરણ વગેરે ધાતુ નિર્મિત જ સર્વત્ર ઉપલબ્ધ હોય છે તથા આગમોમાં પાત્રના સિવાય ધાતુયુક્ત ઉપકરણોની અકલ્પનીયતાનો કોઈપણ પાઠમળતો નથી. પરિગ્રહનું મૂળ છે મમત્વ.બહુમોંઘી વસ્તુઓ પર લગભગ મમત્વ વધારે હોય છે. માટે સંયમી-શ્રમણ ધન(પ્રચલિત સિક્કા) સોનું, ચાંદી તથા તેનાથી નિર્મિત વસ્તુઓ ન રાખે. એવો નિષેધ આગમોમાં ઘણી જગ્યાએ મળે છે. જુઓ દશવૈકાલિક અ. ૧૦ ગા. માં "અને નિઝાય રૂવરયg" તથા ઉત્તરાધ્યયન અ. ૩૬ ગા. ૧૩માં "હિર નાયd ૨ માસી વિન પત્થg" વગેરે સ્થળોમાં સોના, ચાંદી અને સિક્કાઓનો નિષેધ છે. પરંતુ લોઢાની સોય, કાતર, નેઈલકટર, કાનખોતરણી વગેરે રાખવાનો સર્વથા નિષેધ કોઈપણ આગમમાં નથી; માટે તેનો એકાંત નિષેધ કરવો યોગ્ય નથી.
આગમોમાં ફક્ત પાત્રના પ્રસંગમાં જ ત્રણ જાતના સિવાય અન્ય અનેક જાતના પાત્ર રાખવાનો નિષેધ છે. તેમાં ફક્ત ધાતુનો જ નિષેધ નથી પરંતુ પથ્થર, કાચ, દાંત, શીંગડા, ચર્મ, વસ્ત્ર, શંખ વગેરે અનેક જાતનો નિષેધ છે. જે ફક્ત પાત્રને માટે સમજવું જ ઉપયુક્ત છે. બધા ઉપકરણોને માટે આ વિધાન ઉપયુક્ત થઈ શકતું નથી. અન્યથા વર્તમાનમાં રાખવામાં આવતાં કાચ, દાંત વગેરેનાં અનેક ઉપકરણોનો નિષેધ થઈ જાશે.
માટે શરીર ઉપયોગી ઔપગ્રહિક ઉપધિ કે અધ્યયનમાં સહાયક પેન વગેરે ધાતની પણ રાખી શકાય છે, તેમ આ ઉત્તરકરણ સુત્રો અને અન્ય આગમ સ્થળોની વિચારણાથી સ્પષ્ટ થાય છે. તેમ છતાં આ વિષયને અત્યંત સ્પષ્ટ સમજવાને માટે આગળના પાંચમા પ્રકરણમાં એક સંવાદ રજુ કરવામાં આવ્યો છે.
ઉં | પ્રકરણ-પઃ ધાતુનાં ઉપકરણ ગ્રહણ-ધારણ સંવાદ પ્રશ્ન–૧ઃ શું સાધુને ધાતુની વસ્તુ ગ્રહણ કરવી કહ્યું છે? ઉત્તરઃ હા- પાટ, પુસ્તક વગેરે ઘણીય ચીજોમાં ધાતુ રહે છે અને સોય, કાતર પણ સાધુ લઈ શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org