________________ છેદશાસ્ત્રઃ પરિશિષ્ટ ખંડ-૨ રરર હેતુથી નદી પાર કરવા સાથે સંબંધ છે. તેના સિવાય પ્રવચન પ્રભાવના ને માટે પાદ વિહારી સાધુ-સાધ્વીજીએ વાહનના ઉપયોગનો સંકલ્પ કરવો તે પણ સંયમ જીવનમાં અનુચિત છે. અન્યવાહનનો ઉપયોગઃ- ઉત્સર્ગવિધાનાનુસાર સંયમ સાધના કરનારા ભિક્ષને પાદવિહાર જ પ્રશસ્ત છે અને અપવાદવિધાનાનુસાર પરિમિત જળમાર્ગને નૌકા દ્વારા પાર કરવાનું આગમમાં વિધાન છે. અન્ય વાહનનો ઉપયોગ કરવા અંગે કારણ, અકારણનું સ્પષ્ટીકરણ પણ નાવનાં પ્રયોગને માટે કહેલ કારણોની સમાન સમજી લેવું જોઈએ, કલ્પમર્યાદાનું કારણ તેમાં હોતું નથી. જીવ વિરાધનાની તુલના - વિશેષ કારણ હોવાથી નૌકા દ્વારા જળ માર્ગ પાર કરવામાં અષ્કાયના જીવોની વિરાધના વધારે થાય છે અને અન્ય જીવોની વિરાધના અલ્પ હોય છે. સકારણ અન્ય વાહનના ઉપયોગમાં વાયુકાયના જીવોની વિરાધના વધારે તથા તેઉકાયના જીવોની વિરાધના અલ્પ તેમજ શેષ જીવોની વિરાધના અત્યંત અલ્પ હોય છે. આ જીવ વિરાધનાઓનું ઉદ્દેશક-૧ર સૂત્ર-૮ અનુસાર પ્રાયશ્ચિત્ત આવે છે. અપવાદનો નિર્ણય તેમજ પ્રાયશ્ચિત્ત - અપવાદના સેવનનું, તેના સેવનની સીમાનું અને પ્રાયશ્ચિત્તનું નિર્ધારણ તો ગીતાર્થ જ કરે છે. આગમોક્ત તેમજ વ્યાખ્યામાં કહેલ અપવાદોના અતિરિક્ત વાહનોનો ઉપયોગ કરવો અકારણ ઉપયોગ માનવામાં આવે છે. તેના અકારણ ઉપયોગનું પ્રાયશ્ચિત્ત અહીં પ્રથમ સૂત્ર અનુસાર સમજવું જોઈએ. તેમજ સકારણ વાહન ઉપયોગનું પ્રાયશ્ચિત્ત આવતું નથી, આ પણ તે પ્રથમ સૂત્રમાં સ્પષ્ટ થાય છે. ગવેષણા વગેરે દોષોનું પ્રાયશ્ચિત્ત સકારણ કે અકારણ બન્ને પ્રકારનાં વાહન પ્રયોગમાં આવે છે. આ તે સૂત્રોનું તાત્પર્ય સમજવું જોઈએ. નૌકા વિહાર સંબંધી વિધિ-નિષેધ તથા ઉપસર્ગજન્યસ્થિતિનું વિસ્તૃત વર્ણન આચા. શ્ર.ર અ.૩૧.૧–ર માં સ્વયં સૂત્રકારે કર્યું છે. માટે તત્સંબંધી અર્થ, વિવેચન તેમજ શબ્દાર્થ ત્યાંથી જાણવા જોઈએ. અન્ય જાણકારીને માટે નિશીથ ઉદ્દેશક 12 તથા 18 તેમજ બૃહત્કલ્પ અને દશાશ્રુતસ્કંધનું વિવેચન જોવું જોઈએ. પ્રકરણ-૧રઃ પાત્ર બંધન સૂત્રોનો વાસ્તવિક આશય [ઉદ્દેશક-૧ સૂત્ર-૪૩ થી 46] સાધુનું લક્ષ્ય આ હોય કે જે પાત્રમાં સુધારકાર્ય કે બંધનકાર્ય ન કરવું પડે, એવા જ પાત્રની યાચના કરવી. સૂત્ર 41-42 અને 44-45 આ બે-બે સૂત્રોનો ભાવ એમ છે કે “જે પણ પાત્ર મળે એ એવું જ હોવું જોઈએ કે જેમાં કોઈપણ પ્રકારનો સુધારો કે સંસ્કાર કરવાની જરૂર ન પડે અને Jain Education International For Private & Personal Use Only ww.jainelibrary.org