________________ 21 મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત, | | પ્રકરણ-૧૧ઃ સાધુનો નૌકાવિહાર અને વાહન ઉપયોગ | [ઉદ્દેશક–૮: સૂત્ર–૧] સાધુ અપ્લાયના જીવોની વિરાધનાનો સંપૂર્ણ ત્યાગી હોય છે. માટે તેને નૌકા વિહાર કરવો કલ્પતો નથી. આચારાંગ સૂત્ર, બૃહત્કલ્પસૂત્ર તથા દશાશ્રુત સ્કંધ સૂત્રમાં અપવાદરૂપવિશેષ પ્રયોજનથી નૌકા(નાવ) દ્વારા જવાનું વિધાન છે. નૌકા વિહારના કારણો - સૂત્રોમાં કહેલ નૌકા વિહાર કરવાનું મુખ્ય કારણ તો કલ્પ મર્યાદા પાલન કરવાનું છે તે સિવાય- (1) સેવામાં જવું (2) ભિક્ષા(ગોચરી) દુર્લભ હોય તો સુલભ ગોચરીવાળા ક્ષેત્રોમાં જવું (3) સ્થળ માર્ગ જીવવાળો હોવાથી (4) સ્થળમાર્ગ વધારે લાંબો હોય તો(તેનો અનુપાત ભાષ્યથી જાણવો) (5) સ્થળ માર્ગમાં ચોર, અનાર્ય કે હિંસક જંતુઓનો ભય હોય તો (6) રાજા વગેરે દ્વારા નિષિદ્ધ ક્ષેત્ર હોય તો નૌકા દ્વારા પાર કરવા યોગ્ય નદીને પાર કરવાને માટે નાવમાં બેસવું આગમ વિહિત(માન્ય) છે, તેને સપ્રયોજન માનેલ છે. તેનું આ સૂત્રમાં પ્રાયશ્ચિત્ત નથી. પરંતુ અપ્લાય વગેરેની થનારી વિરાધનાનું પ્રાયશ્ચિત્ત બારમા ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે સમજી લેવું જોઈએ. ઠાણાંગ સૂત્ર અ.પ. માં વર્ષાત્રતુમાં વિહાર કરવાના કારણ કહ્યા છે. તે કારણોથી વિહાર કરવા પર ક્યારેક નાવ દ્વારા નદી પાર કરવી પડે તો તે પણ સકારણ નૌકા વિહાર છે, તેનું આ સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત આવતું નથી. નાવ જોવાને માટે, નૌકાવિહારની ઇચ્છા પૂર્તિને માટેગ્રામાનુગ્રામ વિચરણ કરવાને માટે, તીર્થ સ્થળોમાં ભ્રમણ કરવાને માટે અથવા અકારણ કે સામાન્ય કારણથી નાવમાં બેસવું, આ સર્વનિપ્રયોજન કહેવાય છે. તેનું આ પ્રથમ સૂત્રમાં પ્રાયશ્ચિત્ત કહેલ છે. પ્રથમ સૂત્રના વિવેચનમાં બતાવેલ કારણોથી જવું જરૂરી હોવાથી, નૌકાવાળો જ જળયુક્ત માર્ગ હોવાથી, અન્ય કોઈ ઉપાય ન હોવાથી નૌકા વિહારનું આગમમાં વિધાન છે. જો વિહાર કરતાં ક્યારેક માર્ગમાં જંઘાસતારિમ- ગોઠણ જેટલું પાણી હોય તો તેને પાર કરવાને માટે પગપાળા જવાની વિધિ આ.કૃ.૨ અ.૩ 1.2 માં બતાવેલ છે. જંઘાબળ(પગનું જોમ) ક્ષીણ થઈ જવા પર અગર અન્ય કોઈ શારીરિક કારણથી વિહાર ન થઈ શકે તો સાધુ એક સ્થાને સ્થિર રહી શકે છે. તેને માટે વાહન વિહાર વિહિત નથી. સૂત્રોક્ત નૌકાવિહારનું વિધાન પ્રવચન પ્રભાવનાને માટે ભ્રમણ કરવાનાં હેતુથી નથી; કારણ કે નિશીથ સૂ. ઉ. ૧રમાં તથા દશાશ્રુત. દશા 2 માં મહિનામાં બે વાર અને વર્ષમાં નવ વારની જ છૂટ છે. જેનો ફક્ત કલ્પ મર્યાદા પાળવાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org