________________ | વેદશાસ્ત્ર પરિશિષ્ટ ખંડ-૨ રર૦ ગણો કાળ બીજી જગ્યાએ વિતાવ્યા વિના ફરીથી ત્યાં ન આવવું જોઈએ અર્થાત્ બે મહિના બીજી જગ્યાએ પસાર કર્યા બાદ ફરીથી તે ક્ષેત્રમાં એક માસ કલ્પ રહી શકાય છે અને ચાર્તુમાસ બાદ ત્રણગણો સમય બાર મહિના અન્યત્ર વિતાવ્યા પછી તે ક્ષેત્રમાં ક્યારેય પણ માસ કલ્પ કે ચાર માસ કલ્પ રહી શકાય છે. આનાથી એ સ્પષ્ટ થાય છે કે એક ચોમાસા પછી બે ચોમાસા અન્યત્ર કર્યા વિના તે ક્ષેત્રમાં ચોમાસું ન કરવું આ એકાંત ધારણા સમજણ ભ્રમની છે. માટે તે સંબંધી આ આગમ આધારને ઊંડાણથી સમજવાની આવશ્યકતા રહે છે. અન્યથા અતિ પ્રરૂપણાનો દોષ થાય છે. ચોમાસા પછી કે માસ કલ્પ પૂરા કર્યા પછી એક રાત કે બે રાત કયાંય પણ પસાર કરીને પછી તે ચોમાસા કરેલ ક્ષેત્રમાં આવીને રહેવું સ્પષ્ટ જ આગમ વિપરીત પ્રવૃત્તિ છે. કોઈએ પણ એવી પ્રવૃત્તિ ચલાવી રાખી છે, તેમાં આગમ ચિંતનપૂર્વક સંશોધન કરવું જોઈએ. અન્ય શ્રમણોમાં પણ તેની નકલ ન થઈ જાય તે માટે ગચ્છ પ્રમુખોએ સતર્ક રહેવું જોઈએ. કલ્પમાં અપવાદનો આધાર - આગમોમાં કલ્પ ઉપરાંત રહેવાનો કયાંય પણ અપવાદ વિધાન ઉપલબ્ધ નથી, પરંતુ અહીંયા ભાષ્ય ગાથા ૧૦૧થી 1024 સુધી ગ્લાન અવસ્થા વગેરે પરિસ્થિતિઓમાં તથા જ્ઞાનાદિ ગુણોની વૃદ્ધિ હેતુ નિત્યવાસને દોષરહિત કહેલ છે. આ કારણોથી રહેનારા ભિક્ષને જિનાજ્ઞા તેમજ સંયમમાં સ્થિત માનેલ છે. આ ભાષ્યગાથા વિધાનના આધારથી આજકાલ ઔષધ ઉપચારને માટે કે અધ્યયન-અધ્યાપનને માટે યુવાન સંતસતીઓ કલ્પ ઉપરાંત રહે છે. તેમજ મધ્યમ તીર્થકરનાં શૈલક રાજર્ષિનું દષ્ટાંત લઈને એક વૃદ્ધ ગ્લાન સાધુના આલંબનથી અનેક સાધુ-સાધ્વી કલ્પ ઉપરાંત એક જગ્યાએ રહે છે, જોકે સેવાને માટે તો એક કે બે સંતોની આવશ્યકતા જ હોય છે. વાસ્તવમાં સેવા કાર્ય કે સ્વયંની રુણતા અને અધ્યયનનાં હેતુ વિના કેવળ આળસ કે સ્વચ્છંદતાથી કલ્પ ઉપરાંત રહેવું અકારણ મર્યાદા ભંગ કરવા સમાન છે. તેની છૂટ ભાષ્ય ગાથામાં પણ આપેલ નથી. સારઃ- (1) રુણતા તેમજ અધ્યયન હેતુ યુવાન સંત ભાષ્યાધારથી કલ્પ ઉપરાંત રહે છે. (2) કોઈની ઓટ(આડ)થી અકારણ રહેવું સ્વચ્છંદ વૃત્તિ છે. (3) ચોમાસા પછી એક ચોમાસુ તે ક્ષેત્રમાં ન કરવું બીજાં ચોમાસુ કરી શકાય છે. (4) માસ કલ્પ પછી બે ગણું તેમજ ચોમાસા પછી ત્રણ ગણો સમય વીતાવ્યા વિના તે ક્ષેત્રમાં આવીને રહેવું દોષ છે. (4) હુગુણા તિકુળ, આચારાંગનો આ પાઠ શુદ્ધ છે, તેમાં શંકા કરી ફેરફાર કરવાની આવશ્યકતા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org