________________
છેદશાસ્ત્ર ઃ બૃહત્કલ્પ સૂત્ર સારાંશ
જવું તથા વિચરણ અને ચાતુર્માસ પણ એકલા ન કરવું. (* નીચે જુઓ) સૂત્ર-૧૮-૨૧ : સાધ્વીજીએ વસ્ત્ર રહિત હોવું, પાત્ર રહિત હોવું, શરીરને વોસીરાવીને રહેવું, ગામની બહાર આતાપના લેવી કલ્પતી નથી, પરંતુ સૂત્રોક્ત વિધિથી તે ઉપાશ્રયમાં આતાપના લઈ શકે છે.
#
સૂત્ર-૨૨-૩૨ : સાધ્વીજીએ કોઈપણ પ્રકારના આસનથી પ્રતિજ્ઞાબદ્ધ થઈને રહેવું કલ્પતું નથી. પ્રતિજ્ઞા વિના કોઈ પણ આસન કરી શકે છે.
સૂત્ર-૩૩-૪૪ : આકુંચન પટ્ટ, આલંબનવાળું આસન, નાના સ્થંભયુક્ત પીઢ, નાલ યુક્ત તુંબડું, કાષ્ટ દંડ યુક્ત પાત્ર-પૂંજણી કે પાદ પોંછણ સાધ્વીજીએ રાખવું કલ્પતું નથી, સાધુ તે રાખી શકે છે.
સૂત્ર-૪૫ : પ્રબલ કારણ વિના સાધુ-સાધ્વી એક બીજાનું સૂત્ર(શિવાંબુ) પીવા માટે કે આચમન-માલિસ કરવાના ઉપયોગમાં લઈ શકે નહિ.
સૂત્ર-૪૬-૪૮: સાધુ-સાધ્વી રાતના રાખેલા આહાર પાણી ઔષધ કે લેપ્ય પદાર્થોને પ્રબલ કારણ વિના ઉપયોગમાં લઈ ન શકે, પ્રબલ કારણથી તે પદાર્થોને બીજા દિવસે ઉપયોગમાં લઈ શકે છે.
સૂત્ર-૪૯ : પરિહાર તપ વહન કરનારા સાધુ સેવાને માટે વિહાર કરતાં માર્ગમાં પોતાની કોઈ મર્યાદાનું ઉલ્લંઘન કરી લ્યે તો તેને સેવા કાર્યથી નિવૃત્ત થવા પર અતિ અલ્પ પ્રાયશ્ચિત્ત દેવું જોઈએ.
સૂત્ર-૫૦: અત્યંત પૌષ્ટિક આહાર આવી ગયા પછી સાધ્વીએ અન્ય આહારની ગવેષણા ન કરવી જોઈએ પરંતુ તે આહારથી નિર્વાહ ન થઈ શકે એટલો અલ્પ માત્રામાં જ આહાર હોય, તો ફરીથી ગોચરી લેવા માટે જઈ શકે છે.
★ સાધુને એકલા ગોચરી જવાનો તથા વિહાર કરવાનો અહીં નિષેધ નથી. અન્યત્ર પણ અયોગ્ય (અપરિપકવ) ભિક્ષુને માટે નિષેધ ફલિત થાય છે. સર્વથા નિષેધ સાધુને માટે કોઈ પણ આગમમાં નથી પરંતુ ઉત્તરાધ્યયન સૂત્ર, દશવૈકાલિક સૂત્ર અને સૂયગડાંગ સૂત્રમાં સાધુને પરિસ્થિતિ પડતાં એકલા રહેવાની ભલામણ ચોખ્ખા શબ્દોમાં કરી છે. તેમ છતાં કેટલાક પોતાની મનમાની શાસ્ત્રના નામે ઉત્સૂત્ર પ્રરૂપણા કરી મોક્ષ મેળવવા ઈચ્છે છે. તે બિચારા આ જીવનમાં કયારેય સમજી શકે તેમ નથી. કારણ કે તેઓ દુષ્ટ પણ નથી, મૂઢપણ નથી પરંતુ વ્યાહિત મતિ(ખોટી પકડ) યુક્ત થઈ ગયા છે. શાસ્ત્રમાં વ્યુત્ક્રાહિત મતિવાળાને સમજાવવું મુશ્કેલ કહ્યું છે. તે લોકો પોતાના દુરાગ્રહમાં ઉત્તરાધ્યયન, દશવૈકાલિક તથા સૂયગડાંગ સૂત્રના સ્પષ્ટ પાઠો માટે પણ ગોલમાલ કરી અર્થ કરે છે અર્થાત્ વાસ્તવિક અર્થને છુપાવવાની હોશિયારી કરે છે. માટે તે જીવો દયાપાત્ર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org