________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
સ્થાનની નિષ્કપટ આલોચનાનું તેટલા તેટલા માસનું પ્રાયશ્ચિત્ત આવે છે. કપટયુક્ત આલોચના કરવાથી એક ગુરુ માસનું પ્રાયશ્ચિત્ત અધિક આવે છે. છ માસ કે તેનાથી અધિક પ્રાયશ્ચિત્ત સ્થાનની આલોચના સકપટ યા નિષ્કપટ કરવા છતાં પણ માત્ર છ માસ જ પ્રાયશ્ચિત્ત આવે છે. તેનાથી આગળ પ્રાયશ્ચિત્ત વિધાન નથી. જેવી રીતે રાજ્ય વ્યવસ્થામાં ૨૦ વર્ષથી અધિક જેલની સજા નથી. સૂત્ર-૬-૧૦ઃ અનેકવાર સેવન કરાયેલા પ્રાયશ્ચિત્ત સ્થાનની આલોચનાના વિષયમાં પણ ઉપરોક્ત પ્રાયશ્ચિત્ત સમજવું જોઈએ.
૪૧
સૂત્ર-૧૧-૧૨ : માસિક આદિ પ્રાયશ્ચિત્ત સ્થાનોની દ્વિક સંયોગી ભંગોથી યુક્ત આલોચનાનું પ્રાયશ્ચિત્ત પણ પૂર્વવત્ સમજવું જોઈએ.
સૂત્ર-૧૩-૧૪ : પૂરો એક માસ યા સાધિક માસ આદિ સ્થાનોની આલોચનાનું પ્રાયશ્ચિત્ત કપટ સહિત કે કપટ રહિત આદિ પૂર્વ સૂત્રોની સમાન સમજવું જોઈએ. સૂત્ર-૧૫ ઃ એક વાર સેવિત દોષ સ્થાનની કપટ રહિત આલોચનાના પ્રાયશ્ચિત્તને વહન કરતા થકા ફરીથી લગાડેલા દોષોની બે ચોભંગીના કોઈ પણ ભંગથી આલોચના કરવાથી પ્રાયશ્ચિત્તનું આરોપણ કરાય છે.
સૂત્ર-૧૬ : એક વાર સેવિત સ્થાનની કપટ યુક્ત આલોચનાનું પ્રાયશ્ચિત્ત વહન અને તેમાં આરોપણ પૂર્વ સૂત્રની જેમ સમજી લેવું.
સૂત્ર-૧૭-૧૮ : અનેક વાર સેવિત સ્થાન સંબંધીનું સંપૂર્ણ વર્ણન ઉ૫૨ કહેલા (૧૫-૧૬) સૂત્રની સમાન જ આ બંને સૂત્રમાં પણ સમજી લેવું.
સૂત્ર-૧૯-૨૪ : એક માસથી લઈને છ માસ સુધી કોઈ પણ પ્રાયશ્ચિત્તના વહન કાલમાં લાગેલા બે માસ સ્થાનની સાનુગ્રહ સ્થાપિતા આરોપણા વીસ દિવસની તથા ફરીથી તે સ્થાનની નિરનુગ્રહ સ્થાપિતા આરોપણા બે માસની એમ કુલ બે માસ અને વીસ દિવસની સ્થાપિતા આરોપણા અપાય છે.(તેમાં પહેલા પ્રાયશ્ચિત્તમાં અનુગ્રહથી થોડું ઓછું પ્રાયશ્ચિત્ત કરવામાં આવે છે.) સૂત્ર-૨૫-૨૯ ઃ સ્થાપિત આરોપણાના બે માસ અને વીસ દિવસના પ્રાયશ્ચિત્તને વહન કરતાં થકાં, ફરી-ફરી બે માસના પ્રાયશ્ચિત્તની વીસ-વીસ દિવસની સાનુગ્રહ પ્રસ્થાપિતા આરોપણા વધારતાં છ માસ સુધીની આરોપણા કરવામાં આવે છે. સૂત્ર-૩૦-૩૫ : પૂર્વોક્ત સૂત્ર ૧૯-૨૪ની સમાન સાનુગ્રહ નિરનુગ્રહ સ્થાપિતા આરોપણા જાણવી પરંતુ બે માસ પ્રાયશ્ચિત્ત સ્થાનની જગ્યાએ એક માસ અને ૨૦ દિવસની આરોપણાની જગ્યાએ ૧૫ દિવસ તથા બે માસ વીસ દિવસની જગ્યાએ દોઢ માસ સમજવું.
સૂત્ર-૩-૪૪ઃ સ્થાપિત આરોપણાના એક માસ અને પંદર દિવસના પ્રાયશ્ચિતને
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International