________________
છેદશાસ્ત્રઃ નિશીથ સૂત્ર સારાંશ
વહન કરતાં થકાં ફરી ફરી એક માસના પ્રાયશ્ચિતની પંદર-પંદર દિવસની પ્રસ્થાપના આરોપણા વધારતાં છ માસ સુધીની આરોપણા કરવામાં આવે છે. સૂત્ર-૪૫-૫૧ : બે માસના પ્રાયશ્ચિત્તનું વહન કરતા દોષ લાગવાથી એક માસ સ્થાનની જગ્યાએ ૧૫ દિવસની આરોપણાની વૃદ્ધિ કરાય છે. ત્યાર પછી બે માસ સ્થાનની ૨૦ દિવસની આરોપણાની વૃદ્ધિ કરાય છે. એમ વૃદ્ધિ કરતા થકા છ માસ સુધીની પ્રસ્થાપિતા આરોપણા સમજવી જોઈએ.
આ પ્રકારે આ ઉદ્દેશકમાં પ્રાયશ્ચિત્ત સ્થાનોની આલોચના પર પ્રાયશ્ચિત્ત દેવાનું અને તેના વહન કાલમાં સાનુગ્રહ-નિરનુગ્રહ સ્થાપિતા(રોકીને રાખવાવાળી) અને પ્રસ્થાપિતા(વહન કરવાવાળી) આરોપણાનું સ્પષ્ટ કથન કર્યું છે. નોટ ઃ— વિસ્તૃત જાણકારી માટે શ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન, રાજકોટથી પ્રકાશિત વિવેચન યુક્ત છેદ સૂત્રનું અધ્યયન કરવું.
॥ નિશીથ સૂત્રનો સારાંશ સંપૂર્ણ ॥
૪ર
* જિનકલ્પી અને છદ્મસ્થ તીર્થંકર જેવા વિશિષ્ટ સાધકોનું વિચરણ માત્ર નિર્જરાર્થ હોય છે. તેઓ અનાર્ય ક્ષેત્રમાં પણ જઈ શકે છે. સ્થવિર કલ્પી શ્રમણોનું વિચરણ ધર્મ પ્રભાવનાર્થ હોય છે. તેઓ આર્ય ક્ષેત્ર અને સહજ માર્ગવાળા ક્ષેત્રમાં જ વિચરણ કરે, એવી તેઓ માટે હિતાવહ પ્રભુ આજ્ઞા છે.
* આ પુસ્તકમાં ચર્ચાયેલા નિબંધો એટલે દરેક પરિશિષ્ટો સાથે તેનો જે આગમ સ્થળ, ઉદ્દેશક અને સૂત્ર સંખ્યા નિર્દિષ્ટ કરેલ છે, તેનું તાત્પર્ય એ છે કે આ નિબંધ વિશે જિજ્ઞાસુ સ્વાધ્યાયીઓને કંઈપણ શોધ-ખોજ કરવાની ભાવના ઉત્પન્ન થાય તો તે શાસ્ત્ર સ્થલ કાઢીને ત્યાં મૂળપાઠ, સૂત્રાર્થ અને તેનો વિવેચન વાંચીને સંતોષ સમાધાન મેળવી શકે. ખાસ ધ્યાન રાખવાનુ એ છે કે શોધ-ખોજ માટે (૧) બ્યાવરથી પ્રકાશિત યુવાચાર્ય શ્રી મધુકર મુનિજી દ્વારા સંપાદિત- પ્રકાશિત હિંદી સંસ્કરણ અને (૨) ગુરુપ્રાણ ફાઉન્ડેશન, રાજકોટથી પ્રકાશિત ગુજરાતી સંસ્કરણ, આ બે આગમ પુસ્તકોમાં જ જોવું. કારણ કે સારાંશ પુસ્તકના નિબંધો-પરિશિષ્ટોનો આધાર તે જ પુસ્તકો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org