________________
છેદશાસ્ત્રઃ પરિશિષ્ટ ખંડ-૧
સાધુ-સાધ્વીના શરીર સંબંધી અને ઉપકરણ સંબંધી જે પણ આવશ્યક કાર્ય હોય તે પહેલાં તો પોતે જ કરવા જોઈએ અને ક્યારેક કોઈ કાર્ય સાધુ અન્ય સાધુ પાસે કે સાધ્વી અન્ય સાધ્વી પાસે કરાવી શકે છે. આ વિધિ માર્ગ છે.
૧૮૦
રોગ આદિ કારણોથી અથવા કોઈ આવશ્યક કાર્યમાં વ્યસ્ત હોવાને કારણે
અસમર્થ થવાથી; તેવી પરિસ્થિતિમાં વિવેક પૂર્વક સાધુ-સાધ્વી પરસ્પર પણ પોતાનું કાર્ય કરાવી શકે છે. આ અપવાદ માર્ગ છે.
અતઃ વિશેષ પરિસ્થિતિ સિવાય સાધુ-સાધ્વીએ પરસ્પર કોઈ પણ કાર્ય કરાવવું ન જોઈએ.
આ સૂત્રોના પારસ્પરિક વ્યવહારોના નિષેધનું મુખ્ય કારણ એ છે કે એવી પ્રવૃત્તિઓના કારણે અતિસંપર્કથી, મોહવૃદ્ધિ થવાથી ક્યારેક બ્રહ્મચર્યમાં અસમાધિ ઉત્પન્ન થઈ શકે છે અને આ પ્રકારે પરસ્પર અનાવશ્યક અતિસંપર્કને જોઈને લોકોમાં અનેક પ્રકારની કુશંકાઓ ઉત્પન્ન થઈ શકે છે.
અતઃ સૂત્રોક્ત વિધાન અનુસાર જ સાધુ-સાધ્વીએ આચરણ કરવું જોઈએ. તેમજ શક્ય હોય ત્યાં સુધી પરસ્પર સેવા કે આલોચના કરવી, કરાવવી નહીં. પરસ્પર કરવામાં આવતા સેવાના કાર્યો :
(૧) આહાર-પાણી લાવીને દેવા કે લેવા અથવા નિમંત્રણ કરવું.
(૨) વસ્ત્ર, પાત્ર આદિ ઉપકરણોની યાચના કરીને લાવીને દેવા અથવા પોતાના યાચેલા ઉપકરણો દેવા.
(૩) ઉપકરણોનું પરિકર્મ કાર્ય– સીવવું, જોડવું, રોગાન આદિ લગાડવા. (૪) વસ્ત્ર, રજોહરણ આદિ ધોવા.
(૫) રજોહરણ આદિ ઉપકરણ બનાવી દેવા.
(૬) પ્રતિલેખન કરી દેવું.
વગેરે અનેક કાર્ય સમજી લેવા જોઈએ. ગાઢાગાઢ પરિસ્થિતિઓ સિવાય પરસ્પર સેવા કાર્ય કરવું-કરાવવું સાધુ-સાધ્વીને કલ્પતું નથી અને કરવા, કરાવવાથી ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
આચાર્ય આદિ પદવીધરોના પણ પ્રતિલેખના આદિ સેવાકાર્ય માત્ર ભક્તિ પ્રદર્શિત કરવાને માટે પણ સાધ્વીઓ કરી શકતી નથી. જો આચાર્ય આદિ આ રીતે સાધ્વીઓ પાસે પોતાના કાર્ય અકારણ કરાવે તો તે પણ ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્તને પાત્ર થાય છે.
તાત્પર્ય એ છે કે સાથે રહેનારા સાધુ જે સેવાનું કાર્ય કરી શકે છે તે સાધ્વીઓ પાસે ન કરાવવું જોઈએ. આ પ્રકારે સાધ્વીઓએ પણ અન્ય સાધ્વીઓ કરનારી હોય તો સાધુ પાસે પોતાનું કાર્ય ન કરાવવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org