________________
૧૯૯
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત)
સાધ્વીઓની સાથે એક માંડલામાં આહારનો વ્યવહાર હોતો નથી તથા ગાઢ કારણ વિના એની સાથે આહારાદિની આપ-લે પણ થઈ શકતી નથી. છતાં પણ સાધુ-સાધ્વી એક આચાર્યની આજ્ઞામાં હોવાથી અને એક ગચ્છવાળા હોવાથી સાંભોગિક કહેવાય છે.
આવા સાંભોગિક સાધુ-સાધ્વીઓ પણ પોતાના દોષોની આલોચના, પ્રતિક્રમણ, પ્રાયશ્ચિત્ત આદિ પરસ્પરમાં નહીં કરે પરંતુ શ્રમણ પોતાના આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર આદિની પાસે જ કરે અને સાધ્વીઓ પોતાની આલોચના, પ્રાયશ્ચિત્ત પ્રવર્તિની, સ્થવિરા આદિ યોગ્ય સાધ્વીઓ પાસે જ કરે. આ વિધિ માર્ગ કે ઉત્સર્ગ માર્ગ છે.
અપવાદમાર્ગ અનુસાર કોઈપણ ગણમાં સાધુ કે સાધ્વીઓમાં કયારેક આચાર્ય–સ્થવિર આલોચના-શ્રવણ યોગ્ય ન હોય કે પ્રાયશ્ચિત્ત દેવા યોગ્ય કોઈન હોય ત્યારે પરિસ્થિતિ અનુસાર સાધુ સ્વગચ્છના સાધ્વી પાસે આલોચના, પ્રતિક્રમણ, પ્રાયશ્ચિત્ત કરી શકે છે અને સાધ્વી સ્વગચ્છીય સાધુની પાસે આલોચના આદિ કરી શકે છે.
આ વિધાનથી સ્પષ્ટ થાય છે કે સામાન્યતઃ એક ગચ્છના સાધુ-સાધ્વીઓએ પણ પરસ્પર આલોચના, પ્રાયશ્ચિત્ત ન કરવા જોઈએ. પરસ્પર આલોચનાનું દુષ્કલ બતાવતા ભાષ્યમાં કહેલ છે કે સાધુ કે સાધ્વીને ક્યારેક ચતુર્થ વ્રત ભંગ સંબંધી આલોચના કરવી હોય અને આલોચના સાંભળનારા સાધુ અથવા સાધ્વી પણ કામ વાસનાથી પરાભૂત હોય તો આવા અવસર પર એને પોતાના ભાવ પ્રગટ કરવાનો અવસર મળે છે અને તે પણ કહી શકે છે કે તમારે પ્રાયશ્ચિત્ત તો લેવું જ છે તો એકવાર મારી ઇચ્છા પણ પૂરી કરો, પછી બધું પ્રાયશ્ચિત્ત એકસાથે થઈ જશે, આ પ્રકારે પરસ્પર આલોચનાના કારણે એકબીજાનું વધારે પતન થવાની સંભાવના રહે છે. તે સિવાય અન્ય દોષોની આલોચના કરવા સમયે પણ એકાન્તમાં ફરી-ફરી સાધુ-સાધ્વીના સમ્પર્ક થવાથી, આવા અનેક દોષો ઉત્પન્ન થવાની સંભાવના રહે છે.
આવા જ કારણોથી સ્વાધ્યાય કે વાચના આદિ સિવાય આગમોમાં સાધુ-સાધ્વીનો પરસ્પર સમ્પર્કનો નિષેધ છે. એટલે એકબીજાના ઉપાશ્રયમાં સામાન્ય વાર્તાલાપ માટે કે માત્ર દર્શનના હેતુથી અથવા તો કેવળ પરમ્પરાના પાલન માટે ન જવું જોઈએ.
સ્થાનાંગસૂત્રમાં નિર્દિષ્ટ સેવા વગેરે પરિસ્થિતિઓમાં જવું, તે આગમ સમ્મત છે. સાધુ-સાધ્વીના પરસ્પર સમ્પર્કનિષેધનું વિશેષ વર્ણન બૃહત્કલ્પ સૂત્ર ઉદ્દેશક–૩, સૂત્ર-૧માં છે. એ સૂત્રમાં પરસ્પર એકબીજાના ઉપાશ્રયમાં બેસવાઊભા રહેવા આદિ અનેક કાર્યોનો નિષેધ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org