________________
| છેદશાસ્ત્રઃ પરિશિષ્ટ ખંડ-ર
|
|
| ર૧૪]
૨૧૪
કરવામાં આવે છે. સાથે જ સંત સતીઓની અનુકૂળતાઓને પણ લક્ષ્યમાં રાખવામાં આવે છે. ૨. સાધુ સાધ્વીઓને માટે મકાન ખરીદવામાં આવે છે. ૩. ગૃહસ્થો તેમજ સાધુ સાધ્વીઓના સંયુક્ત ઉપયોગને માટે પણ ક્યાંક-ક્યાંક મકાન ખરીદવામાં આવે છે. ૪. નિર્દોષ મકાનમાં પણ સાધુ સાધ્વીઓને ઉદ્દેશીને કેટલાય પ્રકારનો સુધારો કરવામાં આવે છે. ૫. ચાતુર્માસના સમયમાં, શ્રોતાઓની સુવિધાને માટે, સંઘની શોભાને માટે અથવા સાધુઓને આવશ્યક ઉપયોગના નિમિત્તે કંઈક સુધારો કરવામાં આવે. ૬. સાધુ સાધ્વીઓના ઉદ્દેશ્યથી સચિત્ત પદાર્થ કે ભારે અચિત્ત ઉપકરણ સ્થાનાન્તરિત કરવામાં આવે છે, અથવા મકાનની સફાઈ કરવામાં આવે છે.
આ મકાનોમાં સૂક્ષ્મ ઉદ્દેશ્ય કેઅલ્પઆરંભકેપરિકર્મકાર્યહોવાથી ગૃહસ્થનાં ઉપયોગમાં આવ્યા બાદ કે કાલાન્તરમાં તે મકાન કલ્પનીય બની જાય છે.
આચા. શ્રુ.અ.૫ અને ૬ માં સાધુને માટે ખરીદેલા વસ્ત્ર પાત્રને ગૃહસ્થના ઉપયોગમાં આવ્યા પછી કે કાલાંતરમાં કલ્પનીય કહેલ છે અને અ.૨ ૧.૧માં સાધુને માટે કરવામાં આવેલ અનેક પ્રકારનાં આરંભ તેમજ પરિકર્મ(ફરીથી સમારકામ કરેલ હોય) યુક્ત મકાન પણ ગૃહસ્થના ઉપયોગમાં આવ્યા પછી કલ્પનીય કહેલ છે. આ આગમ પ્રમાણોના આધારથી અહીંયા ઉપર કહેલ મકાનોને કાલાન્તરથી કલ્પનીય બતાવેલ છે. સાર - જે મકાનોના નિર્માણમાં તેમજ પરિકર્મમાં સાધુ સાધ્વીનું જરાપણ નિમિત્ત ન હોય તો તે પૂર્ણ કલ્પનીય છે. જે મકાનોના નિર્માણમાં મુખ્ય ઉદેશ્ય સાધુ-સાધ્વીનો હોય તે પૂર્ણ અકલ્પનીય છે. જે મકાનોના નિર્માણમાં સાધુસાધ્વીઓનું મુખ્ય લક્ષ્ય ન હોય પરંતુ તેની અનુકૂળતાઓનું લક્ષ્ય રાખેલ હોય, તેના નિમિત્તે સામાન્ય કેવિશેષ પરિકર્મ(સુધારો) કરેલ હોય તે મકાન અકલ્પનીય હોવા છતાં કાલાન્તરમાં ગૃહસ્થના ઉપયોગમાં આવી જવાથી કલ્પનીય થઈ જાય છે. –આચા. શુગર અ.૨ .૧ પાટની ગવેષણા:
સદોષ તેમજ નિર્દોષ ઉપાશ્રયના વિકલ્પોની જાણકારીની સાથે પાટ સંબંધી વિકલ્પોની જાણકારી હોવી આવશ્યક છે. ઘણા ઉપાશ્રયોમાં સૂવા બેસવા માટે પાટ પણ હોય છે. તે પાટોના સંબંધમાં ત્રણ વિકલ્પો હોય છે– (૧) નિર્દોષ (૨) સદોષ (૩) અવ્યક્ત દોષવાળી પાટ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org