________________
ર૧પ
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત
(૧) નિર્દોષ પાટઃ- (૧) ઘણાય પ્રાંતોમાં પ્રચલિત પરિપાટી અનુસાર ગૃહસ્થોના ઘરોમાં, સામાજિક કાર્યોના મકાનોમાં, પાઠશાળાઓમાં તથા પુસ્તકાલયો વગેરેમાં આવશ્યકતા મુજબ પાટ બનાવવામાં આવે છે. તે પાટ કોઈના ઘરોમાં હોય કે ઉપાશ્રયમાં ભેટ આપી દીધી હોય. (૨) કેટલાક ગામોમાં મકોડા, વીંછી વગેરે જીવોનાં ઉપદ્રવને કારણે શ્રાવક-શ્રાવિકાઓ દયા, પૌષધ, સંવર વગેરે કરતી વખતે ઉપયોગમાં લેવાને માટે પણ ઘણી પાટો બનાવવામાં આવે છે. ઉક્ત બંને પ્રકારની પાટ પૂર્ણ શુદ્ધ છે. (૨) સદોષ પાટઃ- (૧) સાધુ-સાધ્વીઓના સૂવા-બેસવા માટે અને વ્યાખ્યાનસભામાં બેસવા માટે પાટ ગૃહસ્થ બનાવે છે. (૨) કેટલાક સ્થાનમાં ગૃહસ્થને માટે તેમજ સાધુને માટે તેમ મિશ્રભાવે પાટ બનાવવામાં આવે છે. (૩) બનીબનાવેલી તૈયાર પાટ સાધુ સાધ્વીઓના ઉદ્દેશ્યથી ખરીદીને ઉપાશ્રયને ભેટ કરવામાં આવે છે; આ ત્રણે ય સાધુના ઉદ્દેશ્યથી બનાવેલ કે ખરીદેલી પાટ છે; માટે સદોષ છે. (૩) અવ્યક્ત દોષવાળી પાટ :- (૧) શાદી વગેરે વિશેષ અવસર પર પાટ બનાવીને ઉપાશ્રયમાં ભેટ કરવામાં આવે છે. તે સમયે ઉપાશ્રયમાં જરૂરી છે કે નહીં તેનો વિચાર કરવામાં આવતો નથી. (૨) મારું નામ ઉપાશ્રયમાં રહે એટલા માટે પાટ દેવી વિશેષ સારી છે, એ વિચારથી પણ ઉપાશ્રયમાં પાટ ભેટ કરવામાં આવે છે. આ બંને ય નિરુદ્દેશ્ય કે અવ્યક્ત ઉદ્દેશ્યથી બનાવેલ પાટ છે.
પાટવગેરે સંસ્તારકોના સંબંધમાં ઓશિકાદિ ગુરુતર(ભારે) દોષોનું કથન કરવા વાળા આગમ પાઠનથી તથા કેવા દોષવાળી પાટ ક્યાં સુધી અકથ્ય રહે છે અને ક્યારે કષ્ય થઈ જાય છે તેનું સ્પષ્ટ કથન કરનારા પાઠ પણ ઉપલબ્ધ નથી.
આચા. શ્રુ. ૨ અ.ર ઉ.૩માં પાટથી સંબંધિત જે પાઠ છે તેનો સાર એ છે કે સાધુ-સાધ્વી પાટ ગ્રહણ કરવા ઈચ્છે તો તેને એ ધ્યાન રાખવું જરૂરી છે કે (૧) તેમાં કોઈ જીવજંતુઓ નથી ને? (૨) ગૃહસ્થ તેને ફરીથી સ્વીકાર કરી લેશે કે નહિ? (૩) વધારે ભારે તો નથી ને? (૪) જીર્ણ કે અનુપયોગી તો નથીને? જો તે પાટ જીવ રહિત, પાઢીયારી, હળવી તેમજ સ્થિર છે તો ગ્રહણ કરવી જોઈએ. અન્યથા ન લેવી જોઈએ.
તે ઉપરાંત પાટથી સંબંધિત દોષોનું કથન આગમોમાં ઉપલબ્ધ નથી. પાટ વગેરેના નિર્માણમાં ફક્ત પરિકર્મ કાર્ય જ કરવામાં આવે છે. જે મકાનના પુરુષાન્તરકૃત કલ્પનીય દોષોથી અતિઅલ્પ હોય છે. અર્થાત્ તેના બનવામાં અગ્નિ, પૃથ્વી વગેરેની વિરાધના થતી નથી. અપ્લાયની વિરાધના પણ પ્રાયઃ થતી નથી. માટે આધાકર્માદિ દોષોની તેમાં સંભાવના નથી. તેથી તેને બનાવવામાં પરિકર્મ દોષ(સુધારો કરેલ) કે ક્રીદોષ(ખરીદેલું) જ હોય છે. ખરીદેલું મકાન કે પરિકર્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org