________________
૧૪૩
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત
સારાંશઃ- (૧) દરેક નવ દીક્ષિત, ડહર, યુવાન સાધુએ બે અને સાધ્વીએ ત્રણ પદવીધર યુક્ત ગચ્છમાં જ રહેવું જોઈએ. (ર) એ પદવીધરોથી રહિત ગચ્છમાંન રહેવું જોઈએ. (૩) સૂત્રોક્ત વયથી પહેલાં એકલ વિહાર કે ગચ્છ ત્યાગ કરી સ્વતંત્ર વિચરણ પણ ન કરવું જોઈએ. (૪) સૂત્રોક્ત વયની પૂર્વે કોઈ પરિસ્થિતિ વિશેષ હોય તો અન્ય આચાર્ય અને ઉપાધ્યાયથી યુક્ત ગચ્છની નેશ્રા લઈને વિચરવું જોઈએ. (૫) ગચ્છ પ્રમુખે જ આ ધ્યાન રાખવું જોઈએ કે તેઓ પોતાના ગચ્છને બે કે ત્રણ પદથી રહિત કયારેય પણ ન રાખે.
- I [૮] આચાર્યાદિ પદ દેવાના કે હટાવવાના વિધાન || - [ઉદ્દેશક–૪:સૂત્ર–૧૩) ત્રીજા ઉદ્દેશકમાં આચાર્ય, ઉપાધ્યાય પદયોગ્ય સાધુના ગુણોનું વિસ્તૃત કથન કરવામાં આવ્યું છે. અહીંયા બિમાર, આચાર્ય ઉપાધ્યાય પોતાનો અંતિમ સમય નજીક જાણીને આચાર્ય, ઉપાધ્યાય પદને માટે કોઈ સાધુનું નામનિર્દેશ કરે તો તેવા સમયે સ્થવિરોનું શું કર્તવ્ય છે, એનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે.
બીમાર આચાર્યશ્રીએ, આચાર્ય પદને માટે જેનું નામ નિર્દિષ્ટ કર્યુ હોય તે યોગ્ય પણ હોઈ શકે અને અયોગ્ય પણ હોઈ શકે છે. અર્થાત્ તેઓનું કથન બીમાર હોવાથી કે મોહભાવોના કારણે વિચારવા યોગ્ય પણ હોઈ શકે છે.
તેથી તેઓનો કાળધર્મ થવા પર આચાર્ય કે ઉપાધ્યાય પદ કોને દેવું?” તેના નિર્ણયની જવાબદારી ગચ્છના સાધુઓની કહી છે. જેનો ભાવાર્થ એ છે કે જો આચાર્ય નિર્દિષ્ટ સાધુ ત્રીજા ઉદ્દેશકમાં બતાવેલી બધી જ યોગ્યતાથી યુક્ત હોય તો તેને જ તે પદ પર નિમણૂક કરવા જોઈએ, બીજો કોઈ વિકલ્પ જરૂરી નથી.
જો તે સાધુ શાસ્ત્રોક્ત યોગ્યતાથી સંપન્ન ન હોય અને અન્ય કોઈ સાધુ યોગ્ય હોય તો આચાર્યએ કહેલા સાધુને પદ દેવું અનિવાર્ય નથી, તેમ સમજીને બીજા યોગ્ય સાધુને જ તે પદ પર સ્થાપિત કરવા જોઈએ.
જો બીજા કોઈ યોગ્ય ન હોય તો આચાર્ય નિર્દિષ્ટ સાધુ યોગ્ય હોય અથવા યોગ્ય ન હોય તો પણ તેને જ આચાર્ય પદ પર નિયુક્ત કરવા જોઈએ.
જો બીજા અનેક સાધુ પણ પદને યોગ્ય હોય અને તેઓ આચાર્ય નિર્દિષ્ટ સાધુથી રત્નાધિક પણ હોય પરંતુ જો આચાર્ય કહેલા સાધુ પણ પૂર્ણ યોગ્ય હોય તો તેને જ આચાર્ય બનાવવા જોઈએ.
આચાર્ય નિર્દિષ્ટ કે અનિર્દિષ્ટ કોઈપણ યોગ્ય સાધુને અથવા ક્યારેક પરિસ્થિતિને કારણે અલ્પ યોગ્યતાવાળા સાધુને યોગ્ય નિર્ણય કરી પદ પર નિયુક્ત કર્યા બાદ જો એવો અનુભવ થાય કે ગચ્છની વ્યવસ્થા બરાબર ચાલતી નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org