________________
| ૮૫,
૮૫
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત
[6] બૃહત્કલ્પ-સૂત્ર & | પ્રથમ ઉદેશકનો સારાંશ ક ક ક હક્ક સૂત્ર-૧-૫ઃ વનસ્પતિના મૂલથી લઈને બીજ પર્યત દસ વિભાગોમાં જેટલા ખાવા યોગ્ય વિભાગો છે, તે અચિત્ત થવા પર ગ્રહણ કરી શકાય છે, પરંતુ સાધ્વી કંદ, મૂલ, ફલ આદિના અવિધિથી કરાયેલા મોટા-મોટા ટુકડા અચિત્ત થવા પર પણ ગ્રહણ કરી શકતી નથી. [વિશેષ માટે જુઓ પેઈજ નં. ૯૪-૯૫ સૂત્ર-૬-૯ઃ નિર્ગથને ગ્રામ નગર આદિમાં એક માસ રહેવું કહ્યું છે. જો તેના ઉપનગર આદિ હોય તો તેમાં અલગ-અલગ અનેક માસ-કલ્પ સુધી રહી શકે છે, પરંતુ જયાં રહે ત્યાં જ ભિક્ષા માટે ભ્રમણ કરવું જોઈએ; અન્ય ઉપનગરોમાં નહિ. સાધ્વીનો એક કલ્પ બે માસનો હોય છે. સૂત્ર-૧૦-૧૧ : એક પરિક્ષેપ અને એક ગમનાગમનના માર્ગવાળા ગ્રામાદિમાં સાધુ-સાધ્વીએ એક સમયે ન રહેવું જોઈએ. તેમાં અનેક માર્ગ કે દ્વાર હોય તો તે એક કાળમાં પણ રહી શકે છે. સૂત્ર-૧ર-૧૩ઃ પુરુષોના અત્યધિક ગમનાગમનવાળા ત્રણ રસ્તા, ચાર રસ્તા કે બજારમાં બનેલા ઉપાશ્રયમાં સાધ્વીજીઓએ રહેવું ન જોઈએ. સાધુ તે ઉપાશ્રયમાં રહી શકે છે. સાધુઓએ ગામની બહાર જ રહેવું જોઈએ, એવી એકાંત પ્રરૂપણા કરવી ઉત્સુત્ર પ્રરૂપણા છે, તે આ સૂત્રોથી સ્પષ્ટ થાય છે.] સૂત્ર-૧૪-૧૫ દ્વાર રહિત સ્થાનોમાં સાધ્વીજીઓએ રહેવું ન જોઈએ. પરિસ્થિતિવશ કદાચ રહેવું પડે તો પડદો લગાવીને દ્વાર બંધ કરી દેવું. આવા દ્વાર રહિત સ્થાનો પર સાધુ રહી શકે છે. સૂત્ર-૧૬-૧૭ઃ સુરાહીના આકારવાળું(સાંકડા મુખવાળું) માત્રક સાધ્વી રાખી શકે છે પરંતુ સાધુ રાખી શકતા નથી. સૂત્ર-૧૮: સાધુ-સાધ્વીને વસ્ત્રની મચ્છરદાની રાખવી કલ્પ છે. સૂત્ર-૧૯ઃ પાણીના કિનારે સાધુ-સાધ્વીએ બેસવું આદિ ક્રિયા ન કરવી જોઈએ. સૂત્ર-૨૦-૨૧ ચિત્રોથી યુક્ત મકાનમાં ન રહેવું જોઈએ. સૂત્ર-૨૨-૨૪ઃ સાધ્વીજીઓએ શય્યાતરના સંરક્ષણમાં (એટલે કોઈ આશ્રયથી જ) રહેવું જોઈએ પરંતુ ભિક્ષુ સંરક્ષણ વિના પણ રહી શકે છે. સૂત્ર-૨૫-ર૯ઃ સ્ત્રી-પુરુષોના નિવાસ રહિત મકાનમાં જ સાધુ-સાધ્વીઓએ રહેવું જોઈએ. માત્ર પુરુષોના નિવાસવાળા મકાનમાં સાધુ અને માત્ર સ્ત્રીઓના નિવાસવાળા મકાનમાં સાધ્વીજીઓ રહી શકે છે. માત્ર સ્ત્રી કે પુરુષ જયાં હશે ત્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org