________________
છેદશાસ્ત્ર ઃ દશાશ્રુતસ્કંધ સૂત્ર પરિશિષ્ટ
૮૪
પરિશિષ્ટ-૯ : ઉપસંહાર
આ દશાશ્રુતસ્કંધની ઉત્થાનિકાઓ(અધ્યયનના પ્રથમના વાક્યો) વિચિત્ર છે. તેથી આ ઉત્થાનિકાઓ ચૌદ પૂર્વધર ભદ્રબાહુસ્વામી દ્વારા નિર્મૂઢ છે એવું કહી ન શકાય, ગણધર સુધર્માસ્વામી દ્વારા પણ ગ્રથિત કહી ન શકાય. એક પૂર્વધર દેવદ્વિગણી દ્વારા સંપાદિત થયું છે તેમ પણ ન કહી શકાય, કારણ કે આ ઉત્થાનિકાઓમાં ભગવાન દ્વારા કહેવાયું છે કે ‘આ પ્રથમ દશામાં સ્થવિર ભગવંતોએ વીસ અસમાધિસ્થાન કહ્યા છે.' જ્યારે તીર્થંકર કે કેવળી કોઈ છદ્મસ્થ કથિત વિધિ નિષેધોનું કથન કરતા નથી.
પાંચમી દશાની ઉત્થાનિકા તો વિશેષ વિચારણીય છે. આ ઉત્થાનિકાના પ્રારંભમાં કહ્યું છે, કે સ્થવિર ભગવંતોએ આ દસ ચિત્ત સમાધિ સ્થાન કહ્યા છે. બાદમાં કહ્યું ભગવાન મહાવીરે નિગ્રંથ-નિગ્રંથીઓને બોલાવીને દસ ચિત્ત સમાધિ સ્થાન કહ્યા છે. આવી રીતે એક જ ઉત્થાનિકામાં બે પ્રકારનું કથન પાઠક સ્વયં વાંચે અને વિચારે કે વાસ્તવિકતા શું છે ?
આઠમી દશાના પાઠોમાં જે પરિવર્તન કરવાનો પ્રયત્ન કર્યો છે તે અહીંયા
આપેલા પ્રથમ પરિશિષ્ટમાં જુઓ તથા આઠમી દશાનો તથા દસમી દશાનો(ઉપસંહાર પાઠ) પણ અત્યંત વિચારણીય છે. આ વિચિત્રતાઓ જોઈને સહજ અનુમાન કરી શકાય છે કે ત્રણ છેદ સૂત્રોની જેમ આ સૂત્રની સંપૂર્ણ મૌલિકતા વર્તમાનમાં રહી નથી અર્થાત્ મૂળ પાઠમાં કંઈક સંશોધન, પરિવર્તન, પરિવર્ધન થયું છે. તેથી બહુશ્રુતોએ વિવેકયુક્ત નિર્ણય કરીને અધ્યયન અધ્યાપન અને પ્રરૂપણા કે વિશ્લેષણ કરવું જોઈએ. ત્રણ છેદ સૂત્રોમાં કોઈ પણ પ્રકારે ઉત્થાનિકા કે મંગલરૂપ પાઠનું અસ્તિત્વ નથી.
II દશાશ્રુત સ્કંધ પરિશિષ્ટ સંપૂર્ણ ॥
જે બીજાને પાડવાનો પ્રયત્ન કરે છે, હીલના નિંદા કરે છે, તે મહાન સંસારમાં પરિભ્રમણ કરે છે. –સૂય અ ૨, ઉદ્દે॰ ૨, ગાથા-ર.
કોઈ વ્યક્તિ પોતાની રહે ત્યાં સુધી પ્રશંસા કરવી અને પોતાની ન રહે તો નિન્દા તિરસ્કાર કરવો આ હીન ભાવના અધાર્મિકતા છે, એવી વ્યક્તિ પોતાના આત્માને કર્મોથી ભારે બનાવે છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org