________________
છેદશાસ્ત્ર : પરિશિષ્ટ ખંડ-ર
લોઢા આદિના પાત્ર વજનદાર તથા બહુમૂલ્યવાન હોય છે, તે ગૃહસ્થોને ઉપયોગી હોય છે. તેમજ ચોરી જવાની શક્યતાવાળા હોય છે. તેથી તેનો નિષેધ અને પ્રાયશ્ચિત્ત કહેવામાં આવ્યું છે.
૨૫૦
વર્તમાનમાં પ્લાસ્ટીકના પાત્ર પણ સાધુ-સાધ્વી ઉપયોગમાં લ્યે છે. પ્લાસ્ટીકને લાકડાના રસ સંયોગથી નિર્મિત માનવામાં આવે છે. પ્લાસ્ટીકના પાત્રાનું વજન તેમજ મૂલ્ય કિંમત લાકડાના પાત્રથી પણ ઓછી હોય છે. તેથી લોઢા આદિના પાત્ર સંબંધી દોષોની સંભાવના તેમાં હોતી નથી, પરંતુ એ(પ્લાસ્ટીકના) પાત્રો સર્વ પ્રકારે ખાધ(ખાવાના) પદાર્થો ગ્રહણ કરવા યોગ્ય તેમજ રાખવાને માટે યોગ્ય હોતા નથી. તેમજ એ પાત્રો ગૃહસ્થીના ઉપયોગમાં આવવા યોગ્ય તેમજ ચોરી થવાને યોગ્ય પણ હોય છે. એટલે જ આગમ નિર્દિષ્ટ લાકડાના પાત્રાની સમાન તે પૂર્ણપણે ઉપયોગી અને ઉપયુક્ત (ઉચિત) નથી. પ્લાસ્ટીક પાત્ર લઘુતા સૂચક પણ નથી, પરંતુ ફેશન પરસ્ત છે. સંક્ષેપમાં તે પાત્ર આગમ નિર્દિષ્ટ નથી પરંતુ સ્વબુદ્ધિ સ્વીકૃત છે, તેમ સમજવું. ગુચ્છા સંબંધી ચર્ચા ઃ- દીક્ષા લેતાં સમયે ગ્રહણ કરવાની ઉપધિના વર્ણનમાં પાત્રથી ભિન્ન ‘ગુચ્છા’નું કથન છે. બૃહત્કલ્પ ઉદ્દેશક-૩. ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૨૬ માં સૂર્યોદય થવા પર મુખવસ્ત્રિકા(મુહપત્તિ)ના પડિલેહણ બાદ ‘ગુચ્છા’નું પડિલેહણ કરવાનું વિધાન છે. ત્યાર બાદ વસ્ત્ર પડિલેહણનું તેમજ પોરસી આવવાની હોય ત્યારે પાત્ર પડિલેહણ કરવાનું વિધાન છે.
આ સૂત્રોથી એ સ્પષ્ટ સિદ્ધ થાય છે કે ‘ગુચ્છા’ પાત્ર સંબંધી ઉપકરણ નથી. પરંતુ વસ્ત્રોના પડિલેહણમાં પમાર્જન(પૂંજવા) કરવાનું ઉપકરણ છે. જેને પાઁજવા માટેની પૂંજણી કહેવામાં આવે છે. જેનું પડિલેહણ પણ મુહપત્તિ પછી કરવામાં આવે છે.
પ્રશ્નવ્યાકરણ સૂત્ર શુ.ર અ.પ માં અનેક ઉપકરણોનાં નામ નિર્દેશ છે તથા ત્યાં ‘આદિ’ શબ્દનો પ્રયોગ પણ કરવામાં આવ્યો છે. જેનાથી, પગલુંછણિયું, માત્રક, આસન આદિ અનિર્દિષ્ટ તેમજ બીજા આગમોમાં વર્ણિત ઉપકરણોને ગ્રહણ કરવામાં આવે છે. આ પાઠમાં પણ ‘ગોચ્છગ’ ઉપકરણ સ્વતંત્ર કહેવામાં આવ્યું છે.
દશવૈકાલિક અધ્યયન ૪ માં અનેક ઉપકરણોના નિર્દેશની સાથે ‘ગુચ્છગ’નો પણ નિર્દેશ પાત્રથી અલગ કહ્યો છે. વ્યાખ્યાકારોએ ‘ગુચ્છગ’ને પાત્રનું જ ઉપકરણ ગણાવ્યુ છે, સમજાવ્યું છે અને એને વસ્ત્રખંડ બતાવ્યું છે, જે ઉપરોક્ત આગમ વર્ણનથી વિપરીત છે. આ રીતે ઉપરોક્ત સ્પષ્ટીકરણથી ગુચ્છાને પૂજણી જ સમજવાનું ઉચિત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org