________________
વેદશાસ્ત્રઃ ૩ર અવાધ્યાયનું સ્પષ્ટીકરણ
ર૬૦
અસ્વાધ્યાય હોય છે. પરંતુ પરંપરાથી આ માન્યતા છે કે ઔદારિક કલેવર જ્યાં સુધી રહે ત્યાં સુધી તે ઉપાશ્રયની સીમામાં અસ્વાધ્યાય રહે છે. મૃત કે ભગ્ન ઈંડામાં ત્રણ પહોર સુધી અસ્વાધ્યાય રહે છે. (૨૧-૨૪) ચાર પૂર્ણીમા – અષાઢ, આસો, કારતક અને ચૈત્રી પૂનમ. (૨૫–૨૮) ચાર પ્રતિપદા:- શ્રાવણ(અષાઢ) વદ એકમ, કારતક(આસો) વદ એકમ, માગસર(કારતક) વદ એકમ અને વૈશાખ(ચેત્ર) વદ એકમ. અહીં કૌંસમાં ગુજરાતી પરંપરાની તિથિ લખી છે. પ્રગટમાં આગમિક તિથિ રાખી છે. (૨૯-૩ર) ચાર સંધ્યા:- સૂર્યોદય તેમજ સૂર્યાસ્તના સમયમાં લાલ દિશા રહે ત્યાં સુધીનો સમય તથા મધ્યાન્હ તેમજ મધ્યરાત્રિ(૧ર વાગ્યાથી ૧ વાગ્યા સુધી)
પૂર્ણિમા અને પ્રતિપદા(એકમ)ને લગાતાર ૪૮ કલાક બે દિવસનો અસ્વાધ્યાય સૂર્યોદયથી સૂર્યોદય સુધી રહે છે. દિવસ અને રાત્રિમાં ૧૨ વાગ્યાથી ૧ વાગ્યા સુધી, મધ્યાહ, મધ્ય રાત્રિનો અસ્વાધ્યાય રહે છે. સવાર-સાંજ જેટલો સમય લાલદિશા રહે તેટલો સમય(ત્યાં સુધી) અસ્વાધ્યાયકાળ રહે છે. સૂર્યોદયની પૂર્વે ૪૦-૫૦મિનિટ લાલ દિશા રહે છે તેમજ સૂર્યોદય પછી ૧૦-૧૨ મિનિટ રહે છે. સૂર્યાસ્તના પૂર્વે ૧૦-૧૨ મિનિટ તેમજ સૂર્યાસ્તના પછી ૪૦-૫૦ મિનિટ લગભગ લાલ દિશા રહે છે. આ બધા અસ્વાધ્યાયોનું વિવેચન લગભગ ભાષ્યના આધારથી કરવામાં આવેલ છે. તેથી ચકાસવા માટે પ્રમાણને માટે જુઓ– નિશીથ ભાષ્ય ગા. ૬૦૭૮થી ૧૨; વ્યવ. ઉ.૭ ભાષ્ય ગા. ૨૭રથી ૩૮૬; અભિ. રાજેન્દ્ર કોષ ભાગ ૧, પાના. ૮ર૭ કસાય શબ્દ.
આ ૩૨ પ્રકારનાં અસ્વાધ્યાયોમાં સ્વાધ્યાય કરવાથી જિનાજ્ઞાનું ઉલ્લંઘન થાય છે અને કદાચિત કોઈ દેવ દ્વારા ઉપદ્રવ પણ થઈ શકે છે તથા જ્ઞાનાચારની શુદ્ધ આરાધના થતી નથી અપિતુ અનાચારનું સેવન થાય છે.
ધૂમિકા, મહિકામાં સ્વાધ્યાય વગેરે કરવાથી અપ્લાયની વિરાધના થાય છે. ઔદારિક પુદ્ગલ સંબંધી દસ અસ્વાધ્યાયમાં સ્વાધ્યાય કરવાથી લોકવ્યવહારથી વિરુદ્ધ આચરણ પણ થાય છે તથા સૂત્રનું સન્માન પણ રહેતું નથી.
યુદ્ધના સમયે અને રાજાનું મૃત્યુ થવા પર સ્વાધ્યાય કરવાથી રાજા કે રાજાના કર્મચારીઓને સાધુના પ્રતિ અપ્રીતિ કે દ્વેષ ઉત્પન્ન થઈ શકે છે.
અસ્વાધ્યાય કાળમાં સ્વાધ્યાય કરવાનો નિષેધ કરવાનું પ્રમુખ કારણ એ છે કે ભગ.શ. ૫. ઉ.૪માં દેવોની અર્ધમાગધી ભાષા કહી છે અને તે ભાષા આગમની પણ છે; માટે મિથ્યાત્વી તેમજ કુતૂહલી દેવોના દ્વારા તે સમયે ઉપદ્રવ કરવાની સંભાવના રહે છે.
અસ્વાધ્યાયના આ સ્થાનોથી એ જ્ઞાત થાય છે કે સ્પષ્ટ ઘોષની સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org