________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
ઉચ્ચારણ કરતાં આગમોની પુનરાવૃત્તિ રૂપ સ્વાધ્યાય કરવાની પદ્ધતિ હોય છે. એ અપેક્ષાથી આ અસ્વાધ્યાય કહ્યો છે. પરંતુ તેની અનુપ્રેક્ષા(વિચારણા)માં કે ભાષાંતરિત થયેલ આગમનો સ્વાધ્યાય કરવામાં અસ્વાઘ્યાય હોતો નથી. અસ્વાધ્યાયના સંબંધમાં વિશેષ વિધાન એ છે કે આવશ્યક સૂત્રના પઠન-પાઠનમાં અસ્વાધ્યાય હોતો નથી. કારણ કે આ સૂત્ર સદા ઉભયકાલ સંધ્યા સમયમાં જ અવશ્ય કરણીય હોય છે. અતઃ ‘નમસ્કાર મંત્ર’, તોÆ વગેરે આવશ્યક સૂત્રના પાઠ સદા સર્વત્ર ભણી કે બોલી શકાય છે.
૨૧
કોઈપણ અસ્વાધ્યાયની જાણકારી થયા પછી શેષ રહેલા અધ્યયન કે ઉદ્દેશકને પૂર્ણ કરવાને માટે સ્વાધ્યાય કરવાથી પ્રાયશ્ચિત્ત આવે છે. તિર્યંચ પંચેન્દ્રિય કે મનુષ્યના રક્તને લુગડાપરથી શુદ્ધ કરીને તે પાણીને સ્વાધ્યાય સ્થળથી ૬૦ હાથ કે ૧૦૦ હાથ દૂર જઈને પરઠવું જોઈએ. બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિયનું લોહી કે કલેવરનો અસ્વાધ્યાય થતો નથી.
ઔદારિક સંબંધી અશુચિ પદાર્થોના વચમાં રાજમાર્ગ હોય તો અસ્વાધ્યાય હોતો નથી. ઉપાશ્રયમાં તથા બહાર ૬૦ હાથ સુધી સારી રીતે પ્રતિલેખન કરીને સ્વાધ્યાય કરવાથી પણ કોઈ ઔદારિક શરીર સંબંધી અસ્વાધ્યાય રહી જાય તો સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત આવતું નથી. માટે ભિક્ષુ દિવસમાં બધા પ્રકારના અસ્વાધ્યાયોનું પ્રતિલેખન તેમજ વિચાર કરીને સ્વાધ્યાય કરે અને રાત્રિમાં સ્વાધ્યાકાળ પ્રતિલેખન કરવા યોગ્ય ભૂમિનું અર્થાત્ જ્યાં ઊભા રહેવાથી બધી દિશાઓ તેમજ આકાશ સ્પષ્ટ દેખાય એવી ત્રણ ભૂમિઓનું સૂર્યાસ્ત પૂર્વ પ્રતિલેખન કરવાનું હોય છે. વર્ષાના કારણથી ક્યારેક મકાનમાં રહીને પણ કાળનું પ્રતિલેખન કરી શકાય છે.
વિશાલ શ્રમણ સમૂહમાં બે સાધુ આચાર્યની આજ્ઞા લઈને કાળ પ્રતિલેખન કરે છે. પછી સૂચના દેવા પર સાધુ સ્વાધ્યાય કરે છે. વચમાં અસ્વાધ્યાયનું કારણ થઈ જવા પર તેનો પૂર્ણ નિર્ણય કરીને સ્વાધ્યાય બંધ કરવામાં આવે છે.
સ્વાધ્યાય આત્યંતર તપ તેમજ મહાન નિર્જરાનું સાધન હોવા છતાં પણ અસ્વાધ્યાયમાં સ્વાધ્યાય કરવાથી જિનાજ્ઞાનું ઉલ્લંઘન થાય છે. મર્યાદા ભંગ વગેરેથી કર્મબંધ થાય છે, ક્યારેક અપયશ પણ થાય છે. એટલા માટે સંયમ વિરાધનાની તેમજ પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ થાય છે– નિશીથ ચૂર્ણિ ઉદ્દે.-૧૯, સૂત્ર–૧૪, અભિધ્યાન રાજેન્દ્રકોષ ભાગ-૧ પાના–૮૨૭.
માટે સ્વાધ્યાય પ્રિય ભિક્ષુને આ ૩ર અસ્વાધ્યાયોના સંબંધમાં સદા સાવધાની રાખવી જોઈએ.
નોંધ :– ભાદરવાની પૂનમ તેમજ આસોની એકમનો પણ અસ્વાધ્યાય માનવાની પરંપરા છે. જે લિપિદોષ વગેરેથી બનેલ ભ્રમિત પરંપરા છે. જેમાં ૩૨+૨-૩૪
www.jainelibrary.org
અસ્વાધ્યાય કહેવામાં આવે છે.
Jain Education international
For Private & Personal Use Only