________________
છેદશાસ્ત્રઃ આગમ વિપરીત પ્રાયશ્ચિત્ત શા માટે?
[૧૪] આગમ વિપરીત પ્રાયશ્ચિત્ત શા માટે? ઉ
(૧) સાધુ જેટલા સમય એકલા રહે તેટલા સમયનુ દીક્ષા છેદનું પ્રાયશ્ચિત્ત. (૨) છ મહિનાથી વધારે યાવત્ અનેક વર્ષોની દીક્ષા છેદનું પ્રાયશ્ચિત્ત.
૨૨
ઉક્ત બન્ને પ્રકારના પ્રાયશ્ચિત્ત આગમ વિપરીત છે, કેમ કે સાધુએ એકલા રહેવાનું પ્રાયશ્ચિત્ત વિધાન (૩ર સૂત્રમાંથી)કોઈપણ સૂત્રમાં નથી. નિશીથસૂત્રમાં સેંકડો પ્રાયશ્ચિત્ત વિધાન છે, તેમાં પણ ઉક્ત પ્રકારનું પ્રાયશ્ચિત્ત નથી. તો પછી એટલા જ દિવસનો દીક્ષા છેદ કરવો(દીક્ષાકટ કરવી) અર્થાત્ સાતમું પ્રાયશ્ચિત્ત દેવું આગમ અનુસાર નથી.
અન્ય પણ કોઈ વિષયમાં એટલા જ દિવસનું પ્રાયશ્ચિત્ત દેવાનું વિધાન કોઈપણ આગમમાં નથી. તો પણ તેવો અર્થ કરવાની એક ભ્રમિત પરંપરા ચાલી રહી છે. જો કે સૂત્રોના વ્યાખ્યા ગ્રંથોમાં સૂત્રોનો તેવો અર્થ કરવાની પ્રણાલી નથી, એ સ્પષ્ટ છે.
છંદ પ્રાયશ્ચિત્ત દેવાની વિધિ બતાવતાં વ્યાખ્યાકારોએ જઘન્ય-૫ દિવસના છેદ પ્રાયશ્ચિત્તથી શરૂ કરીને ૧૦–૧૫ દિવસ યાવત્ ૬ મહિનાના છેદ સુધી પ્રાયશ્ચિત્તની વૃદ્ધિ કરવાનો ક્રમ આપેલ છે. તેના પછી ચર્ચા વિચારણા કરીને સ્પષ્ટ કરેલ છે કે ૨૪ માં તીર્થંકરનાં શાસનમાં તપ અને છેદ પ્રાયશ્ચિત્ત છ માસથી વધારે દેવાનું વિધાન નથી. આ છ માસનું ઉત્કૃષ્ટ છેદ પ્રાયશ્ચિત્ત પણ કોઈ ભૂલ વારંવાર કરવાથી, ત્રણ વાર આપવામાં આવે છે. તેના પછી ચોથી વાર તેને નવી દીક્ષાનું પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે. એ રીતે ૧૩૦૦ વર્ષ પૂર્વના પ્રાચીન વ્યાખ્યાકારોએ છ માસથી અધિક છેદ પ્રાયશ્ચિત્ત દેવાનો સ્પષ્ટ નિષેધ કરેલ છે.
શાસ્ત્રમાં સાધુનો બીજો મનોરથ જ એકલા રહીને આત્મ ઉન્નતિ કરવાનો છે. કેટલા ય આગમોમાં એકલા રહેવાની પ્રેરણા પણ કરેલ છે. સપરિસ્થિતિક કે અપરિસ્થિતિક તેમજ પ્રશસ્ત કે અપ્રશસ્ત વગેરે એકલ વિહારોનું વિશેષ વર્ણન છે. વ્યવહારસૂત્રમાં વૃદ્ધાવસ્થાવાળા વિશેષ કારણયુક્ત શરીરી એકલ વિહારીના પ્રતિ સદ્ભાવના પૂર્ણ વર્ણન છે.
વર્તમાનમાં છ મહિનાથી વધારે પ્રાયશ્ચિત્ત દેવામાં આવતું નથી, એવું બધા સાધુઓ સામાન્ય રીતે સમજે છે પરંતુ છેદ પ્રાયશ્ચિત્ત પણ છ મહિનાથી વધારે આપવામાં આવતું નથી તે પણ નિશીથ ઉદ્દેશક–૨૦ની વ્યાખ્યામાં ચર્ચા સહિત સ્પષ્ટ કરેલ છે; તેનાથી સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. પ્રમાણને માટે કોઈપણ જિજ્ઞાસુ આગરાથી પ્રકાશિત નિશીથ ચૂર્ણિ ભાગ ૪ પૃષ્ટ ૩૫૧-૫ર જુએ તથા વ્યવહાર સૂત્રના પ્રથમ ઉદ્દેશકની ભાષ્ય ટીકા પણ જુએ તેમજ બૃહત્કલ્પ ભાષ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org