________________
રપ૯
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત
અસ્વાધ્યાય ગણાય છે. હાડકાઓ બળી ગયા હોય કે ધોવાઈ ગયા હોય તો તેનો અસ્વાધ્યાય થતો નથી અન્યથા તેનો ૧૨ વર્ષ સુધી અસ્વાધ્યાય રહે છે. તેના પછી અસ્વાધ્યાય રહેતો નથી. લોહી-માંસ સૂકાઈ ગયા પછી અસ્વાધ્યાય રહેતો નથી.
ઉપાશ્રયની પાસે કોઈ ઘરમાં બાલિકાનો જન્મ થયો હોય તો ૮ દિવસ અને બાબો જમ્યો હોય તો ૭ દિવસનો અસ્વાધ્યાય રહે છે. તેમાં દીવાલથી સંલગ્ન સાત ઘરની મર્યાદા માનવામાં આવે છે. તિર્યંચ સંબંધી પ્રસુતિ હોય તો જર પડી જવા પછી ત્રણ પ્રહર સુધી અસ્વાધ્યાય સમજવો જોઈએ. (૧૪) અશુચિ – મનુષ્યનો મળ જયાં સુધી સામે દેખાતો હોય કે ગંધ આવતી હોય ત્યાં સુધી અસ્વાધ્યાય સમજવો જોઈએ. તિર્યંચના મળની દુર્ગધ આવતી હોય તો અસ્વાધ્યાય હોય છે, અન્યથા નહીં. મનુષ્યના મુત્રની જ્યાંદુર્ગધ આવતી હોય એવા મંત્રાલયની નજીક અસ્વાધ્યાય હોય છે. જ્યાં નગરની ગટર વગેરેની દુર્ગધ આવતી હોય ત્યાં પણ અસ્વાધ્યાય ગણાય. અન્ય કોઈ મનુષ્ય કે તિર્યંચના શારીરિક પુદ્ગલોની દુર્ગધ આવતી હોય તો તેનો પણ અસ્વાધ્યાય સમજવો જોઈએ. (૧૫) સ્મશાન – સ્મશાનની નજીક ચારે તરફ અસ્વાધ્યાય ગણાય છે. (૧) સૂર્યગ્રહણ :– ગ્રહણ અપૂર્ણ હોય તો ૧૨ પ્રહર અને પૂર્ણ હોય તો ૧૬ પ્રહર અસ્વાધ્યાયહોય છે. સૂર્યગ્રહણના પ્રારંભથી અસ્વાધ્યાયનો પ્રારંભ સમજવો જોઈએ અથવા જે દિવસે હોય તે સંપૂર્ણ રાત-દિવસ સુધી અસ્વાધ્યાય હોય છે. બીજા દિવસે અસ્વાધ્યાય રહેતો નથી. (૧૭) ચંદ્રગ્રહણ :- ગ્રહણ અપૂર્ણ હોય તો “આઠ પ્રહર અને પૂર્ણ હોય તો બાર પહોર સુધી અસ્વાધ્યાય રહે છે. આ સમય ગ્રહણના પ્રારંભ કાળથી સમજવો જોઈએ અથવા તે રાત્રિમાં ચંદ્રગ્રહણના પ્રારંભથી આગળના દિવસે જયાં સુધી ચંદ્રોદય ન થયો હોય ત્યાં સુધી અસ્વાધ્યાય સમજવો જોઈએ. તેના પછી અસ્વાધ્યાય રહેતો નથી. (૧૮) પતન – રાજા-મંત્રી વગેરે પ્રમુખ વ્યક્તિનું મૃત્યુ થવા પર તે નગરીમાં
જ્યાં સુધી શોક રહે અને નવો રાજા ગાદી પર ન આવે ત્યાં સુધી અસ્વાધ્યાય સમજવો અને તેના રાજ્યમાં પણ એક અહોરાત્રનો અસ્વાધ્યાય સમજવો જોઈએ. (૧૯) રાજવ્યુટ્ઠહ – જ્યાં રાજાઓનું યુદ્ધ ચાલતું હોય તે સ્થળની નજીક કે રાજધાનીમાં અસ્વાધ્યાય રહે છે. યુદ્ધના પૂર્ણ થયા પછી એક અહોરાત્ર સુધી અસ્વાધ્યાય રહે છે. (૨૦) ઔદારિક કલેવર – ઉપાશ્રયમાં મૃત મનુષ્યનું કલેવર પડ્યું હોય તો ૧૦૦ હાથ સુધી અસ્વાધ્યાય હોય છે. તિર્યંચનું શરીર હોય તો ૬૦ હાથ સુધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org