________________
છેદશાસ્ત્રઃ ૩ર અસ્વાધ્યાયનું સ્પષ્ટીકરણ.
રપ૮
(૪) વિદ્યુત - વિજળી ચમકવી. તેનો એક પ્રહરનો અસ્વાધ્યાય હોય છે. પરંતુ ઉપર્યુક્ત વર્ષાનાં નક્ષત્રોમાં અસ્વાધ્યાય હોતો નથી. (૫) નિર્ધાતઃ- દારૂણ (ભયંકર ઘોર) ધ્વનિની સાથે વિજળીનું ચમકવું. તેને વિજળીનો કડાકો બોલવો કે વિજળીનું પડવું પણ કહેવામાં આવે છે. તેનો આઠ પહોરનો અસ્વાધ્યાય હોય છે. વર્ષા નક્ષત્રોમાં પણ તેનો અસ્વાધ્યાય રહે છે. () યૂપક – શુક્લપક્ષની એકમ, બીજ અને ત્રીજના દિવસે સૂર્યાસ્ત અને ચંદ્ર ઉદય થવાનાં સમયની મિશ્ર અવસ્થાને ધૂપક' કહેવામાં આવે છે. આ ત્રણ દિવસના પ્રથમ પ્રહરમાં અસ્વાધ્યાય હોય છે. તેને બાલચંદ્રની અસ્વાધ્યાય પણ કહેવામાં આવે છે. આ વિષયમાં ગુજરાતી માન્યતા કંઈક જુદી છે તેનો કોઈ પ્રાચીન પ્રમાણ નથી. (૭) યક્ષાદીપ્ત - આકાશમાં પ્રકાશમાન પુદ્ગલોની અનેક આકૃતિઓનું દષ્ટિગોચર થવું તેનો એક પ્રહરનો અસ્વાધ્યાય હોય છે. (૮) ધૂમિકા – અંધકારયુક્ત ધુમ્મસનું પડવું. તે જયાં સુધી રહે ત્યાં સુધી તેનો અસ્વાધ્યાયકાળ કહેલ છે. (૯) મહિકા – અંધકાર રહિત સામાન્ય ધુમ્મસનું પડવું. એ જ્યાં સુધી રહે ત્યાં સુધી તેનો અસ્વાધ્યાય રહે છે. આ બંને અસ્વાધ્યાયના સમયે અપ્લાયની વિરાધનાથી બચવાને માટે પ્રતિલેખન વગેરે કાયિક તેમજ વાચિક કાર્ય પણ કરવામાં આવતા નથી. તેનો થવાનો સમય, કારતક, માગસર, પોષ અને મહામાસ છે. અર્થાત્ આ ગર્ભમાસોમાં ક્યારેક-ક્યારેક ક્યાંક-ક્યાંક ધુમ્મસ કે મહિકા પડે છે. કોઈ વર્ષે કોઈ ક્ષેત્રમાં પડતી નથી.
પર્વતીય ક્ષેત્રોમાં વાદળાઓનું ગમનાગમન કરતા રહેવાના સમયે પણ એવું દશ્ય થાય છે. પરંતુ તેનો સ્વભાવ ધુમ્મસથી ભિન્ન(અલગ) હોય છે. માટે તેનો અસ્વાધ્યાય હોતો નથી, ધુમ્મસથી ભૂમિ તેમજ છત પાણી યુક્ત(પાણીવાળા) થઈ જાય છે. પરંતુ તે વાદળો ચાલવાથી તેમ થતું નથી. (૧૦) રજ-ઉઘાત - આકાશમાં ધૂળ ખાઈ જવી અને રજનું પડવું. આ જ્યાં સુધી રહે ત્યાં સુધી અસ્વાધ્યાય હોય છે. ભાષ્યમાં બતાવેલ છે કે ત્રણ દિવસ સચિત્ત રજ પડતી રહે તો તેના પછી સ્વાધ્યાય સિવાય પ્રતિલેખન વગેરે પણ ન કરવું; કારણ કે સર્વત્ર સચિત્ત રજ વ્યાપ્ત થઈ જાય છે. આ દસ આકાશ સંબંધી અસ્વાધ્યાય છે. ઔદારિક અસ્વાધ્યાય - (૧૧–૧૩) હાડકા-માંસ-લોહી – તિર્યંચનાં હાડકા કે માંસ-લોહી ૬૦ હાથ અને મનુષ્યનાં હાડકા-માંસ-લોહી ૧૦૦ હાથની અંદર દષ્ટિગોચર થાય તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org