________________
છેદશાસ્ત્રઃ દશાશ્રુતસ્કંધ સૂત્ર પરિશિષ્ટ
દેખાય તો તે આશાતના કહેવાતી નથી. પ્રત્યેક શિષ્ય આશાતનાઓ સમજીને પોતાના જીવનને વિનયશીલ બનાવે અને આશાતનાઓથી બચે. કારણ કે ગુરુયા રત્નાધિકની આશાતનાથી આ ભવ અને પરભવમાં આત્માનું અહિત થાય છે. આ વિષયનું દષ્ટાંતો સહિત સ્પષ્ટ વર્ણન દશવૈ. અ. ૯માં છે. પ્રત્યેક સાધકે તે અધ્યયનનું મનન અને પરિપાલન કરવું જોઈએ.
છે પરિશિષ્ટ-૩ઃ આઠ સંપદાવાન આચાર્યનું નેતૃત્વ હક્ક દિશા-૪] ૧. સર્વપ્રથમ આચાર્યનું “આચાર સંપન’ હોવું આવશ્યક છે કારણ કે આચારની શુદ્ધિથી જ વ્યવહાર શુદ્ધ થાય છે. ૨. અનેક સાધકોના માર્ગદર્શક હોવાથી “શ્રુતજ્ઞાનથી સંપન્ન હોવું પણ જરૂરી છે. બહુશ્રુત જ સર્વત્ર નિર્ભય વિચરણ કરી શકે છે. ૩. જ્ઞાન અને ક્રિયા પણ શારીરિક સૌષ્ઠવ’ હોવા પર જ પ્રભાવક થઈ શકે છે. રુણ યા અશોભનીય શરીર ધર્મ પ્રભાવનામાં સહાયક થઈ શકતું નથી. ૪. ધર્મના પ્રચાર પ્રસારમાં પ્રમુખ સાધન વાણી પણ છે તેથી ત્રણ સંપદાઓ- ની સાથે “વચનસંપદા” પણ આચાર્ય માટે અત્યંત જરૂરી છે. ૫. બાહ્ય પ્રભાવની સાથોસાથ યોગ્ય શિષ્યોની સંપદા પણ આવશ્યક છે. કારણ કે સર્વગુણ સંપન્ન વ્યક્તિ પણ એટલી વિશાળ કાર્યક્ષેત્રમાં અધિક સફળ થઈ શકે નહિ. તેથી વાચનાઓ દ્વારા અનેક બહુશ્રુત ગીતાર્થ પ્રતિભા સંપન્ન શિષ્યોને તૈયાર કરવાના રહે છે. તેથી વાચનાદેવામાં કુશળ’ હોવું જરૂરી છે. ૬. શિષ્ય પણ વિભિન્ન તર્ક, બુદ્ધિ, રુચિ આચારવાળા હોય છે. તેથી આચાર્યનું બધાના સંરક્ષણ તથા સંવર્ધનને યોગ્ય બહુમુખી બુદ્ધિ સંપન્ન હોવું જરૂરી છે. ૭. વિશાળ સમુદાયમાં અનેક પરિસ્થિતિ તથા મુશ્કેલીઓ ઊભી થતી રહે છે. તેનું યથાસમય શીઘ્ર યોગ્ય સમાધાન કરવા માટે “મતિસંપદા” ની સાથે જ પ્રયોગમતિ સંપદા હોવી પણ જરૂરી છે. અન્ય અનેક મતમતાંતરોનો સૈદ્ધાન્તિક વિવાદયાશાસ્ત્રાર્થનો પ્રસંગે ઉપસ્થિત થવા પર યોગ્ય રીતે તેનો પ્રતિકાર કરવાનો હોય છે. એવા સમયમાં તર્ક, બુદ્ધિ અને શ્રુતનો પ્રયોગ ધર્મની અત્યધિક પ્રભાવના કરનારા થાય છે. ૮. ઉપરોક્ત ગુણોથી ધર્મની પ્રભાવના થવા પર સર્વત્ર યશની વૃદ્ધિ થવાથી શિષ્ય પરિવારની વૃદ્ધિ થવી તે સ્વાભાવિક છે. વિશાળ શિષ્ય સમુદાયના સંયમની યથાવિધિ આરાધના થઈ શકે તેના માટે વિચરણ ક્ષેત્ર, ઉપધિ, આહારાદિની સુલભતા તથા અધ્યયન, સેવા, વિનય વ્યવહારની યોગ્ય વ્યવસ્થા અને સંયમ સમાચારીના પાલનની દેખરેખ સારણા-વારણા પણ સુવ્યવસ્થિત હોવી અતિ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org