________________
૧
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત
આજ્ઞાનો ભંગ કરવો કે તેઓની નિંદા કરવી, ધર્મ સિદ્ધાંતોની અવહેલના કરવી, વિપરીત પ્રરૂપણા કરવી અને કોઈપણ પ્રાણી સાથે અપ્રિય વ્યવહાર કરવો, તેમની નિંદા કે તિરસ્કાર કરવો તે “આશાતના” છે. લૌકિક ભાષામાં તેને અસભ્ય વ્યવહાર કહેવાય છે.
આવશ્યક સૂત્રના ચોથા અધ્યાયમાં તેત્રીસ આશાતનાઓમાં આવી અનેક પ્રકારની આશાતનાઓનું કથન છે. પરંતુ આ ત્રીજી દિશામાં ફક્ત ગુરુ અને રત્નાધિક(અધિક સંયમ પર્યાયવાળા) ની આશાતનાનું કથન કર્યું છે.
| નિશીથ સૂત્રના દસમાં ઉદ્દેશકમાં ગુરુ અને રત્નાધિકની આશાતનાનું ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત કહ્યું છે અને તેરમા અને પંદરમાં ઉદ્દેશકમાં ક્રમશઃ ગૃહસ્થ તથા સામાન્ય સાધુની આશાતનાના પ્રાયશ્ચિત્તનું વિધાન છે. ગુરુ અને રત્નાધિકની તેત્રીસ આશાતના આ પ્રકારે છે–
ચાલવું, ઊભા રહેવું અને બેસવું ત્રણ ક્રિયાઓની અપેક્ષાએ નવ આશાતના કહી છે. ગુરુ કે રત્નાધિકની આગળ કે સમશ્રેણીમાં અથવા પાછળ અત્યંત નિકટ ચાલવાથી તેઓની આશાતના થાય છે. // ૧થી ૯ો.
ગુરુની આગળ ચાલવું અવિનય આશાતના છે. સમકક્ષ ચાલવું વિનયાભાવ આશાતના છે. પાછળ અત્યંત નિકટ ચાલવું અવિવેક આશાતના છે. એવી રીતે ઊભા રહેવા અને બેસવાના વિષયમાં પણ સમજી લેવું જોઈએ. આ આશાતનાઓથી શિષ્યના ગુણો નાશ પામે છે, લોકોમાં અપયશ થાય છે અને તે ગુરુકૃપા મેળવી શકતા નથી. તેથી ગુરુકે રત્નાધિકની સાથે બેસવું, ચાલવું, ઊભા રહેવું હોય તો તેઓથી થોડા પાછળ યા દૂર રહેવું જોઈએ. જો તેઓની સામે બેસવું હોય તો યોગ્ય દૂરીએ વિવેક રાખી બેસવું જોઈએ. જો ગુરુથી થોડું દૂર ચાલવું હોય તો વિવેકપૂર્વક આગળ પણ ચાલી શકાય છે. ગુરુયા રત્નાધિકની આજ્ઞા(આદેશ) થવા પર આગળ કે પાર્થભાગમાં અથવા નજીકમાં ક્યાંય પણ બેસવા આદિમાં આશાતના થતી નથી.
શેષ આશાતનાઓનો સારાંશ એ છે કે ગુરુ યા રત્નાધિકની સાથે જવું, આવવું, આલોચનાદિ પ્રવૃત્તિઓમાં શિષ્ય ખાસ ધ્યાન રાખવું કે દરેક પ્રવૃત્તિઓ તેઓના કર્યા પછી જ કરે. તેઓના વચનોને શાંત મનથી સાંભળીને સ્વીકાર કરે. અશનાદિ આહાર પહેલા તેઓને બતાવે. તેઓને પૂછ્યા વિના કોઈ કાર્ય કરે નહિ. તેઓની સાથે આહાર કરતી વખતે આસક્તિથી મનોજ્ઞ આહાર ન ખાય, તેઓની સાથે વાર્તાલાપ કરતી વખતે કે વિનયભક્તિ કરવામાં અને દરેક વ્યવહાર કરતી વખતે તેઓનું પૂર્ણ સન્માન રાખે. તેઓના શરીરની અને ઉપકરણોની પણ કોઈપણ પ્રકારે અવજ્ઞા ન કરે.
ગુરુ કે રત્નાધિકની આજ્ઞાથી જો કોઈ પ્રવૃત્તિ કરે અને તેમાં આશાતના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org