________________
| વેદશાસ્ત્રઃ દશાશ્રુતસ્કંધ સૂત્ર પરિશિષ્ટ
600
સ્થવિરાવલીના કથન પછી વરસાદમાં ગોચરી જવાનું વિધાન પાંચ ગાથાઓમાં છે. તે પણ દશવૈકાલિક સૂત્ર તથા આચારાંગ સૂત્રથી વિપરીત વિધાન છે તેથી સંદેહાસ્પદ છે અર્થાત્ ઉપસંહાર બાદ હોવાથી અને આગમ વિપરીત કથન હોવાથી તે પાંચ ગાથાઓ પણ પ્રક્ષિપ્ત જ પ્રતીત થાય છે. આ પ્રકારે નિયુક્તિની અંતિમ છ ગાથાઓ પ્રક્ષિપ્ત જણાય છે. જ્યારે સૂત્ર પાઠોમાં પણ એટલું પરિવર્તન થઈ જાય છે તો નિર્યુક્તિમાં પરિવર્તન થાય તેમાં શું આશ્ચર્ય છે?
ઉક્ત બધી વિચારણાઓનું તાત્પર્ય એ છે કે પર્યુષણા કલ્પસૂત્ર સ્વતંત્ર સંકલિત સૂત્ર છે, દશાશ્રુતસ્કંધ સૂત્રની આઠમી દશા નથી. તેથી આઠમી દશાનો સંક્ષિપ્ત પાઠજે સંપૂર્ણ પર્યુષણા કલ્પસૂત્રને સમાવિષ્ટ કરતો જણાય છે, તે અશુદ્ધ છે અર્થાત્ કલ્પિત છે. એ નિર્યુક્તિ આદિવ્યાખ્યાઓથી પણ સ્પષ્ટ સિદ્ધ થાય છે.
આ રીતે પર્યુષણા કલ્પસૂત્રને આઠમી દશા, કે પ્રથમ ભદ્રબાહુરચિત અથવા ભગવદ્ ભાષિત માનવામાં ઘણા બધા વિરોધ કે વિકલ્પો થાય છે.
આ કારણસર વર્તમાનમાં આ આઠમી દશાના આદિ, મધ્ય અને અંતિમ મૂલપાઠનો સાચો નિર્ણયનિર્યુક્તિ વગેરે વ્યાખ્યાઓના આધારથી પણ કરવો કઠિન થયેલ છે. સાર :- તેથી ઉપલબ્ધ સંક્ષિપ્ત સૂત્રનો સ્વીકાર કરવા કરતાં તો આ દશાને વ્યવચ્છિન્ન માનીને સંતોષ રાખવો, તે જ શ્રેયસ્કર છે.
ઉઠ્ઠ | પરિશિષ્ટ-૨: વિનય અને આશાતનાનો બોધ | કિ દિશા-૩] ભગવતીસૂત્રમાં વીતરાગ ધર્મનું મૂળ– વિનય’ કહ્યું છે. દશવૈ અo ૯માં વૃક્ષની ઉપમા આપીને કહ્યું છે કે જેમ વૃક્ષના મૂલથી જ સ્કંધ આદિ બધા વિભાગોનો વિકાસ થાય છે તેમ ધર્મનું મૂલ વિનય છે અને તેનું અંતિમ ફળ મોક્ષ છે; વિનયથી જ કીર્તિ, શ્રત, ગ્લાધા અને સંપૂર્ણ ગુણોની પ્રાપ્તિ થાય છે. વિનય બધા ગુણોનો પ્રાણ છે. જેવી રીતે નિપ્રાણ શરીર નિરૂપયોગી થઈ જાય છે તેવી રીતે વિનયના અભાવમાં બધા ગુણોનો સમૂહ વ્યર્થ થઈ જાય છે. અર્થાત્ વિનય રહિત વ્યક્તિ કંઈ પણ પ્રગતિ કરી શકતા નથી.
અવિનીત શિષ્યને બૃહત્કલ્પ સૂત્ર ઉ.૪માં શાસ્ત્રની વાચનાને અયોગ્ય બતાવ્યું છે.
ગુરુનો વિનય ન કરવો કે અવિનય કરવો એ બને આશાતનાના પ્રકાર છે. આશાતના દેવ-ગુરુની તથા સંસારના કોઈપણ પ્રાણીની થઈ શકે છે. ધર્મસિદ્ધાંતોની પણ આશાતના થઈ શકે છે. તેથી આશાતનાની વિસ્તૃત પરિભાષા આ પ્રકારે થાય છે: દેવ-ગુરુની વિનય ભક્તિ ન કરવી, અવિનય અભક્તિ કરવી, તેઓની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org