________________
૧૭.
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત
કોઈપણ દોષનો સંભવ નથી. માટે સૂત્રનો યોગ્ય આશય સમજીને જ પ્રરૂપણા તેમજ પ્રવૃત્તિ કરવી જોઈએ.
પ્રસ્તુત સૂત્ર કથિત પ્રાયશ્ચિત્ત પણ ઊંચા અને અનાવૃત્ત (ચારે તરફથી ભીંત વિનાના)સ્થાન પર સૂત્ર નિર્દિષ્ટ કાર્ય કરવા પર જ આવે છે. એવું સમજવું જોઈએ. દોરી પર કપડાં સૂકવવા - પ્રસ્તુત સૂત્રમાંથી તથા અન્ય સૂત્રોના આધારે ચારે તરફથી ઢાંકયા વિનાની છત વગેરે પર બેસવાનો, રહેવાનો, વસ્ત્ર પાત્ર વગેરે સૂકવવાનો જે નિષેધ છે તેની ઉચિતતા સ્પષ્ટ છે કે ત્યાંથી પડવાની, વસ્ત્રાદિ દૂર ઉડી જવાની પ્રાયઃ શક્યતા હોય છે.
એવા ઊંચા સ્થળોમાં દોરી પર કપડાં સૂકવવા પણ સૂત્રોક્ત દોષોથી યુક્ત છે. નીચે કે ઉપર ચારે તરફથી ઘેરાયેલા અથવા સુરક્ષિત સ્થાનમાં દોરી પર કપડાં સૂકવવાથી સૂત્રોક્ત દોષોની સંભાવના રહેતી નથી.
પ્રશ્ન એ થાય છે કે દોરી પર કપડાં સૂકવવાથી, હવામાં હલતા રહેવાથી તેમજ પડવાથી વાયુકાયની અયતના થાય છે.
સમાધાન એ છે કે રસ્સી પર ન સૂકવતા ભૂમિ પર જ વસ્ત્ર સૂકવવામાં આવે તો પણ હવાથી તે હાલતું રહે છે. ચારે તરફ પથ્થર રાખવામાં આવે તો પણ વચ્ચે હાલે છે. વધારે હવા હોવાથી ભૂમિ પર સૂકવેલા કપડા પણ આમ તેમ ઉડતા હોય છે. ઓછી હવા હોય તો દોરી પર પણ વધારે હલતા નથી.
સમજવાનું એ છે કે સાધુઓએ પહેરેલ પછેડી(ચદર) ચોલપટ્ટો(ચરોટો) વગેરે વસ્ત્ર ચાલવાથી સ્વાભાવિક હલે છે. જેમ કામ કરવાથી તેમજ બોલવાથી સ્વાભાવિક અંગ ઉપાંગહલે છે. તો આવા પ્રકારે હલવાથી વાયુકાયની અકલ્પનીય અયતના કહી શકાતી નથી. માટે વસ્ત્ર ભૂમિ પર હોય કે દોરી પર મંદ હવાથી મંદ હલવું અકલ્પનીય અયતના નથી. વધારે હવાથી વધારે હશે તે અકલ્પનીય છે. તો એવા સમય અને એવી હવાના સ્થળે ભૂમિ પર કે દોરી પર કયાંય પણ વસ્ત્ર સૂકવવા અવિવેક છે. તે સમયે વસ્ત્રની જલદીથી ફટાફટ હલવાની જે પ્રવૃત્તિ હોય છે તે ભૂમિ પર અને દોરી પર બંને જગ્યાએ શક્ય છે.
ક્યારેક ભૂમિ પર વધારે રજ હોય તો તેને પુંજીને સાફ કરવામાં જેટલી ક્રિયા કરવી પડે છે તેટલી દોરીમાં થતી નથી તથા તે ધૂળથી કપડા જેટલા જલદી વધારે મેલા થશે તેટલા જ જલદીથી ધોવાનો પ્રમાદ ઉપસ્થિત થશે. વસ્ત્ર ધોવામાં પણ હાથ અને પાણીનું વધારે પડતું હલવું અને મંથન હોય છે. તેની સામે દોરી પર સામાન્ય કપડા હલવા તે નગણ્ય છે. માટે વિવેકપૂર્વક દોરી પર કપડા સૂકવવા અકલ્પનીય થતાં નથી અને અવિવેક હોય તો ભૂમિ પર કપડાં સૂકવવા પણ દોષપ્રદ થઈ જાય છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org