________________
છેદશાસ્ત્ર: બૃહત્કલ્પ સૂત્ર પરિશિષ્ટ
૧૦૮
કે | પરિશિષ્ટ-: દસ કલ્પ અને તેના વિકલ્પો [. [ઉદ્દેશક-૪ઃ સૂત્ર–૧૯] જે સાધુ અચલકલ્પ આદિ દસ પ્રકારના કલ્પમાં સ્થિત થાય છે અને પંચયામ રૂપ ધર્મનું પાલન કરે છે એવા પ્રથમ અને અંતિમ તીર્થકરના સાધુઓને કલ્પસ્થિત કહે છે.
જે અચલકલ્પ આદિ દસ પ્રકારના કલ્પમાં સ્થિત નથી પરંતુ અમુક જ કલ્પોમાં સ્થિત છે અને ચાત્યામ રૂપ ધર્મનું પાલન કરે છે એવા મધ્યવર્તી બાવીશ તીર્થકરોના સાધુ અકલ્પસ્થિત કહેવાય છે.
જે આહાર ગૃહસ્થોએ કલ્પસ્થિત સાધુઓને માટે બનાવ્યો છે, તેને તેઓ ગ્રહણ કરી શકતા નથી. પરંતુ અકલ્પસ્થિત સાધુ ગ્રહણ કરી શકે છે. તેમજ જે આહાર અકલ્પસ્થિત સાધુઓ માટે બનાવ્યો હોય તેને અન્ય અકલ્પસ્થિત સાધુ ગ્રહણ કરી શકે છે અને બધા કલ્પસ્થિત સાધુ ગ્રહણ કરી શકતા નથી. દસ કલ્પ(સાધુના આચાર) આ પ્રકારે છે૧. અચલકલ્પ- અમર્યાદિત વસ્ત્ર ન રાખવા પરંતુ મર્યાદિત વસ્ત્ર રાખવા. રંગીન વસ્ત્ર ન રાખવા પરંતુ સ્વાભાવિક રંગના અર્થાત્ સફેદ રંગના વસ્ત્ર રાખવા. મૂલ્યવાન ચમકતા વસ્ત્ર ન રાખવા પરંતુ અલ્પ મૂલ્યના સામાન્ય વસ્ત્ર રાખવા. ૨. ઔદેશિકકલ્પ- અન્ય કોઈ પણ સાધર્મિક કે સાંભોગિક સાધુઓના ઉદેશ્યથી બનાવેલા આહાર આદિ દેશિક દોષવાળા હોય છે. એવો આહાર ગ્રહણ ન કરવો. ૩. શય્યાતરપિંડ કલ્પ– શય્યાદાતા(મકાન માલિક)ના આહારાદિ ગ્રહણ ન કરવા. ૪. રાજપિંડ કલ્પ- મુર્ધાભિષિકત, રાજાઓના આહારાદિ ન લેવા. ૫. કૃતિકર્મ કલ્પ– રત્નાધિકને વંદન આદિ વિનય વ્યવહાર કરવો. ૬. વ્રત કલ્પ– પાંચ મહાવ્રતોનું પાલન કરવું અથવા ચાર યામનું પાલન કરવું, ચાર યામમાં ચોથા અને પાંચમા મહાવ્રતનું સમ્મિલિત નામ (વહિલા) છે. ૭. જયેષ્ઠ કલ્પ– જેની વડી દીક્ષા(ઉપસ્થાપના) પહેલા થઈ હોય છે, તે જ્યેષ્ઠ કહેવાય છે. તેઓને જ્યેષ્ઠ માનીને સર્વવ્યવહાર કરવો તે જ્યેષ્ઠ કલ્પ કહેવાય છે. સાધ્વીઓને માટે બધા સાધુ જ્યેષ્ઠ હોય છે, તેથી તેઓને જ્યેષ્ઠ માનીને વ્યવહાર કરવો, તે પુરુષ યેઠ કલ્પ કહેવાય છે. ૮. પ્રતિક્રમણ કલ્પ– નિત્ય નિયમિત રૂપથી દેવસિક અને રાત્રિક પ્રતિક્રમણ કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org