________________
-૧૦૯
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત
૯. માસ ક૫– હેમંત અને ગ્રીષ્મ ઋતુમાં વિચરણ કરતા થકા કોઈ પણ ગ્રામાદિમાં એક માસથી અધિક ન રહેવું તથા એક માસ રહ્યા પછી બે માસ સુધી ફરીથી ત્યાં આવીને ન રહેવું, સાધ્વીને માટે એક માસના સ્થાન પર બે માસનો કલ્પ સમજવો. ૧૦. ચાતુર્માસ કલ્પ– વર્ષા ઋતુમાં ચાર માસ સુધી એક જ પ્રામાદિમાં સ્થિત રહેવું વિહાર ન કરવો. ચાતુર્માસ પછી તે ગામમાં ન રહેવું અને આઠ માસ(અને પછી ચાતુર્માસ આવી જવાથી બાર માસ) સુધી ફરીથી ત્યાં આવીને ન રહેવું.
આ દસ કલ્પનું પ્રથમ અને અંતિમ તીર્થકરના સાધુ-સાધ્વીઓએ પાલન કરવું આવશ્યક હોય છે. મધ્યમ તીર્થકરોના સાધુ સાધ્વીઓએ ચાર કલ્પનું પાલન કરવું આવશ્યક હોય છે, શેષ છ કલ્પોનું પાલન કરવું તેઓને આવશ્યક નથી.
ચાર આવશ્યક કલ્પ– (૧) શય્યાતરપિંડ કલ્પ (૨) કૃતિકર્મ કલ્પ (૩) વ્રત કલ્પ (૪) જ્યેષ્ઠ કલ્પ. છ ઐચ્છિક કલ્પોનું સ્પષ્ટીકરણ:(૧) અચેલ– અલ્પ મૂલ્ય કે બહુમૂલ્ય તેમજ અલ્પ કે અધિક પરિમાણમાં ઇચ્છાનુસાર જે મળે તેવા વસ્ત્રો રાખવા. (૨) ઔદેશિક– સ્વયંના નિમિત્તે બનાવેલ આહારાદિ ન લેવા પરંતુ અન્ય કોઈ સાધર્મિક સાધુને માટે બનાવેલ આહારાદિ ઇચ્છાનુસાર લેવા. (૩) રાજપિંડ-મુર્ધાભિષિક્ત રાજાઓનો આહાર ગ્રહણ કરવામાં ઈચ્છાનુસાર
કરવું.
(૪) પ્રતિક્રમણ– નિયમિત પ્રતિક્રમણ ઇચ્છા હોય તો કરવું પરંતુ પાખી, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણ અવશ્ય કરવું. (૫) માસ કલ્પ– કોઈપણ ગ્રામાદિમાં એક માસ કે તેનાથી અધિક ઈચ્છાનુસાર રહેવું કે ગમે ત્યાં આવીને રહેવું. () ચાતુર્માસ કલ્પ– ઈચ્છા હોય તો ચાર માસ એક જગ્યાએ રહેવું અથવા ન રહેવું પરંતુ સંવત્સરી પછી કારતક સુદ પુનમ સુધી એક જ જગ્યાએ રહેવું. ત્યાર પછી ઇચ્છા હોય તો વિહાર કરવો, ઈચ્છા ન હોય તો ન કરવો. | | પરિશિષ્ટ-૦ઃ બાર સંભોગ અને તેનો વિવેક | [ઉદ્દેશક-૪ઃ સૂત્ર–૨૦થી ૨૮] ઃ સાધુ મંડલીમાં એક સાથે બેસવું, ઉઠવું, ખાવું, પીવું તથા અન્ય દૈનિક કર્તવ્યોનું એક સાથે પાલન કરવું સંભોગ કહેવાય છે. સમવાયાંગ સૂત્રના ૧રમાં સમવાયમાં સંભોગના બાર ભેદ બતાવ્યા છે, તે આ પ્રમાણે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org