________________
છેદશાસ્ત્ર ઃ બૃહત્કલ્પ સૂત્ર પરિશિષ્ટ
(૧) ઉપધિ– વસ્ત્ર પાત્ર આદિ ઉપકરણોની પરસ્પર આપ-લે કરવી. (૨) શ્રુત– શાસ્ત્રની વાચના લેવી ને દેવી
(૩) ભક્તપાન– પરસ્પર આહાર પાણી કે ઔષધની લેતી દેતી કરવી.
૧૧૦
(૪) અંજલી પ્રગ્રહ– સંયમ પર્યાયમાં જયેષ્ઠ સાધુઓની પાસે હાથ જોડીને ઊભા રહેવું કે તેઓ સામે મળે ત્યારે મસ્તક ઝુકાવીને હાથ જોડવા. (૫) દાન– શિષ્યની લેતી દેતી કરવી.
(૬) નિમંત્રણ– શય્યા, ઉપધિ, આહાર, શિષ્ય અને સ્વાધ્યાય આદિને માટે નિમંત્રણ આપવું.
(૭) અભ્યુત્થાન– દીક્ષા પર્યાયમાં કોઈ જયેષ્ઠ સાધુ આવે ત્યારે ઊભા થવું. (૮) કૃતિકર્મ– અંજલિગ્રહણ, આવર્તન, મસ્તક ઝુકાવીને હાથ જોડવા અને સૂત્રોચ્ચારણ કરી વિધિ પૂર્વક વંદન કરવું.
(૯) વૈયાવૃત્ય– અંગ મર્દન આદિ શારીરિક સેવા કરવી, આહાર આદિ લઈ આવીને દેવાં, વસ્ત્રાદિ સીવી દેવા કે ધોવા, મલમૂત્ર આદિ પરઠવા અથવા આ સેવા કાર્ય અન્ય સાધુ પાસે કરાવવું.
(૧૦) સમવસરણ– એક જ ઉપાશ્રયમાં બેસવું, સૂવું, રહેવું આદિ પ્રવૃત્તિઓ કરવી.
(૧૧) સન્નિષધા– એક આસન ઉપર બેસવું અથવા બેસવા માટે આસન આપવું. (૧૨) કથા-પ્રબંધ— સભામાં એક સાથે બેસીને અથવા ઊભા રહીને પ્રવચન આપવું.
એક ગણના અથવા અનેક ગણના સાધુઓમાં આ બાર જ પ્રકારનો પરસ્પર વ્યવહાર હોય છે. તે પરસ્પર ‘સાંભોગિક’ સાધુ કહેવાય છે.
જે સાધુઓમાં ‘ભક્તપાન' સિવાય અગિયાર વ્યવહાર હોય છે, તેઓ પરસ્પર અન્ય સાંભોગિક સાધુ કહેવાય છે. આચાર-વિચાર લગભગ સમાન હોવાથી તેઓ સમનોજ્ઞ સાધુ પણ કહેવાય છે.
સમનોજ્ઞ(શુદ્ધાચારી) સાધુઓની સાથે આ અગિયાર કે બાર પ્રકારનો વ્યવહાર કરાય છે. અમનોજ્ઞ અર્થાત્ પાર્શ્વસ્થાદિ અને સ્વચ્છંદાચારીની સાથે આ બાર પ્રકારનો વ્યવહાર કરાતો નથી. લોક વ્યવહાર કે અપવાદ રૂપમાં ગીતાર્થના નિર્ણયથી તેની સાથે થોડો વ્યવહાર કરી શકાય છે, ત્યારે તેનું કોઈ પ્રાયશ્ચિત્ત આવતું નથી. અકારણ ગીતાર્થ-બહુશ્રુત શ્રમણની આજ્ઞા વિના આ વ્યવહાર કરવાથી પ્રાયશ્ચિત્ત આવે છે. ગૃહસ્થની સાથે આ બાર વ્યવહાર હોતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org