________________
૧૧૧
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જૈનાગમ નવનીત
::
સાધુઓના સાધ્વીજીઓની સાથે ઉત્સર્ગ વિધિથી છ વ્યવહાર જ હોય છે અને છ વ્યવહાર આપવાદિક સ્થિતિમાં કરી શકાય છે.
અપવાદ વ્યવહાર
ઉત્સર્ગ વ્યવહાર (૧) શ્રુત (બીજો)
(૧) ઉપધિ(પહેલો) (૨) ભક્તપાન (ત્રીજો)
(૨) અંજલિ પ્રગ્રહ (ચોથો)
(૩) શિષ્યદાન (પાંચમો) (૪) અભ્યુત્થાન (સાતમો)
(૩) નિમંત્રણ (છઠ્ઠો) (૪) વૈયાવૃત્ય (નવમો)
(૫) સમવસરણ (દસમો)
(૫) કૃતિકર્મ (આઠમો) (૬) કથા પ્રબંધ (બારમો) (૬) સન્નિષદ્યા (અગિયારમો) પ્રાયશ્ચિત્ત ઃ– આ બાર વ્યવહાર ગૃહસ્થોની સાથે કરવાથી ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. સ્વચ્છંદાચારીની સાથે આ વ્યવહાર કરવાથી ગુરુ ચૌમાસી અને પાર્શ્વસ્થાદિની સાથે કરવાથી લઘુ ચૌમાસી કે લઘુ માસિક પ્રાયશ્ચિત્ત આવે છે.
સાધ્વીજીઓની સાથે અકારણ આપવાદિક વ્યવહાર કરવાથી લઘુ ચૌમાસી અને ગીતાર્થની આજ્ઞા વિના કરવાથી ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
અન્ય સાંભોગિક સમનોજ્ઞ સાધુઓની સાથે આહાર-પાણીનો વ્યવહાર કરવાથી લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
ભાષ્યકારે એ પણ કહ્યું છે કે લોક વ્યવહાર કે આપવાદિક સ્થિતિમાં ગીતાર્થની નિશ્રાથી પણ જે આવશ્યક વ્યવહાર(અંજલી પ્રગ્રહાદિ) પાર્શ્વસ્થાદિની સાથે કરતા નથી તે પણ પ્રાયશ્ચિત્તના ભાગીદાર થાય છે અને એવું કરવાથી જિનશાસનની અભક્તિ અને અપયશ થાય છે.
ગચ્છ પરિવર્તનની આજ્ઞા
[ઉદ્દેશક-૪ : સૂત્ર–૨૦થી ૨૮] : સૂત્ર પઠિત વાક્યોથી એ સૂચિત કરેલ છે કે જ્યારે કોઈ સાધુ એમ જાણે કે આ સંઘમાં રહેતા એક મંડલીમાં આહાર-પાણી અને અન્ય કૃતિકર્મ કરવા છતાં ભાવવિશુદ્ધિના સ્થાન પર સંક્લેશ વૃદ્ધિ થઈ રહી છે અને આ કારણથી મારા જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિની યોગ્ય સાધના થઈ શકતી નથી, ત્યારે તે પોતાને સંક્લેશથી બચાવવા માટે તથા જ્ઞાન-ચારિત્રાદિની વૃદ્ધિને માટે અન્ય ગણમાં, જ્યાં ધર્મલાભની સંભાવના અધિક હોય ત્યાં જવાની ઇચ્છા કરે તો તે જેની નેશ્રામાં રહ્યા છે, તેની અનુજ્ઞા(સ્વીકૃતિ) લઈને જઈ શકે છે. [ગચ્છ પરિવર્તનની આજ્ઞા ન મળતાં મુનિ સમાધિ માટે જિનાજ્ઞાથી એકલવિહાર કરે.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org