________________
છેદશાસ્ત્રઃ દશાશ્રુતસ્કંધ સૂત્ર પરિશિષ્ટ
ટીકાનુસાર ઉપરોક્ત અર્થ કરવો સંગત પ્રતીત થાય છે. તેથી બીજી પિંડમાથી સાતમી પડિમા સુધીના નામ આ પ્રકારે સમજવા.
(૧) એક માસની બીજી ભિક્ષુ પડિમા (૨) એક માસની ત્રીજી ભિક્ષુ પડિમા (૩) એક માસની ચોથી ભિક્ષુ પડિમા (૪) એક માસની પાંચમી ભિક્ષુ પડિમા (૫) એક માસની છઠ્ઠી ભિક્ષુ પડિમા (૬) એક માસની સાતમી ભિક્ષુ પડિમા
૮૦
પૂ. આચાર્ય શ્રી આત્મારામજી મ.સા. દ્વારા સંપાદિત દશાશ્રુતસ્કંધમાં એવી જ છાયા, અર્થનું વિવેચન કર્યું છે. આગમ પ્રકાશન સમિતિ બ્યાવરથી પ્રકાશિત આ સૂત્રમાં પણ એવું જ અર્થ-વિવેચનનું સ્પષ્ટીકરણ કર્યું છે.
૨. પડિમાધારી ભિક્ષુને હાથ, પગ, મુખ આદિને અચિત્ત પાણીથી પણ ધોવાનું કલ્પતું નથી. અશુચિનો લેપ દૂર કરી શકે છે તથા ભોજન પછી હાથ-મોઢું ધોઈ શકે છે. અહીંયા પ્રશ્ન એ થાય છે કે સામાન્ય સાધુને પણ ઉપર કહેલા બે કારણો વિના હાથ પગ આદિ ધોવાનું કલ્પતું નથી તો પડિમાધારી માટે આ નિયમમાં શું વિશેષતા છે ?
એનું સમાધાન એ છે કે સામાન્ય સાધુ અપવાદનું સેવન કરી શકે છે પરંતુ પ્રતિમાધારી સાધુ અપવાદનુ સેવન કરી શકતા નથી. સામાન્ય સાધુ અપવાદિક સ્થિતિમાં રોગોપશાંતિને માટે ઔષધ સેવન અને અંગોપાંગ પર પાણીનું સિંચન કે તેનું પ્રક્ષાલન પણ કરી શકે છે. પરંતુ પિંડમાધારી સાધુ આવું કરી શકતા નથી. આ જ તેઓની વિશેષતા છે.
૩. ત્રણ પ્રકારના રોકાવાના સ્થાન ન મળે અને સૂર્યાસ્તનો સમય થઈ જાય તો સૂર્યાસ્ત પહેલાં જ યોગ્ય સ્થાન જોઈને રોકાઈ જવું કલ્પે છે. તે સ્થાન આચ્છાદિત હોય કે ખુલ્લા આકાશવાળું હોય તોપણ સૂર્યાસ્ત પછી એક કદમ પણ ચાલવું કલ્પતું નથી.
આવી સ્થિતિમાં જો સાધુને રહેવાની આસપાસની ભૂમિ સચિત્ત હોય તો તેને નિદ્રા લેવી કલ્પતી નથી. સતત સાવધાની પૂર્વક જાગૃત રહીને સ્થિર આસને રહી રાત્રિ પસાર કરવાનું કલ્પે છે. મલમૂત્રની બાધા થાય તો યતનાપૂર્વક પૂર્વ પ્રતિલેખિત ભૂમિમાં જઈ શકે છે અને પરઠીને પુનઃ તે સ્થાન પર આવીને તેને સ્થિર થઈ જવાનું ક૨ે છે.
સૂત્રમાં ખુલ્લા આકાશવાળા સ્થાનને માટે જ્ઞપ્તિ શબ્દનો પ્રયોગ કર્યો છે
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International