________________
છેદશાસ્ત્રઃ પરિશિષ્ટ ખંડ-ર
જવાની ભાષ્યમાં છૂટ બતાવેલ છે પરંતુ નિયમરૂપે મસ્તક પર કાંબલી ઢાંકીને ગોચરી વગેરે જવાનું કે રાત્રિમાં પરઠવા માટે મસ્તક ઢાંકીને બહાર જવાનું કથન ત્યાં કરેલ નથી. પરંપરાથી આવી પ્રવૃત્તિઓ ચાલી રહી છે. પરંતુ આ પરંપરાઓ માટે આગમમાં કોઈ વિધાન નથી. પ્રસ્તુત સૂત્રમાં મસ્તક ઢાંકીને બહાર જવાનું પ્રાયશ્ચિત્ત પણ કહ્યું છે, વ્યાખ્યાકારોએ તેને જ સ્પષ્ટ કર્યું છે પરંતુ રાત્રિએ મસ્તક ઢાંકીને પરઠવા જવાની વાત પણ તેઓએ કરી નથી અને કાંબળી મસ્તકે ઓઢીને બહાર ગોચરી કે મંદિરે જવાની છૂટ સંબંધી વાત પણ તેઓએ કરી નથી.
૨૩૮
ક્યારેક જરૂરી થતાં કારણસર સાધુ ઉપાશ્રયમાં મસ્તક ઢાંકીને અને સાધ્વી મસ્તક ઢાંકયા વિના ઉપાશ્રયમાં રહે તો તેનું આ સૂત્રથી પ્રાયશ્ચિત્ત આવતું નથી. છતાં પણ પોત-પોતાની વેશભૂષાનો સર્વત્ર વિવેક રાખવો યોગ્ય થાય છે.
પ્રકરણ-રપ : સાધુ-સાધ્વીઓનાં ભંડોપકરણનું જ્ઞાન-વિજ્ઞાન
[ઉદ્દેશક-૧૬ : સૂત્ર–૬૯] ભિક્ષુને માટે સંપૂર્ણ ઉપધિ સૂચક પાઠ બૃહત્કલ્પ સૂત્ર ઉદ્દેશક-૩ માં તથા પ્રશ્નવ્યાકરણ સૂત્ર શ્રુ.૨, અ.પ(પાંચમા સંવર દ્વાર)માં છે. બૃહત્કલ્પ સૂત્રમાં :– ભિક્ષુને દીક્ષા લેતી વખતે રજોહરણ, ગુચ્છો, પાત્રા અને ત્રણ અખંડવસ્ત્ર ગ્રહણ કરીને પ્રવ્રુજિત થવાનું ક૨ે છે.
અહીં રજોહરણ, ગુચ્છો(પૂંજણી) અને પાત્રની સંખ્યાનું કથન કરેલ નથી. શેષ ઉપકરણ ચાદર, ચરોટો, મુહપત્તિ, આસન, ઝોળી, પાત્રાના વસ્ત્રો, રજોહરણ બાંધવાનું કપડું વગેરેના માટે કુલ ત્રણ અખંડ વસ્ત્ર લેવાનું કથન છે. પરંતુ તેની અલગ-અલગ સંખ્યા કે માપ અહીં બતાવેલ નથી. બૃહત્કલ્પ સૂત્રના ઉદ્દેશક ત્રણમાં જ અખંડ વસ્ત્ર(આખા તાકા) રાખવાનો નિષેધ કરેલ છે માટે અહીં કહેલ ત્રણ તાકા ફક્ત સંપૂર્ણ ઉપધિના માપ સૂચક છે, એવું સમજવું જોઈએ. જેનો અર્થ પરંપરાથી ૭ર હાથ પ્રમાણ વસ્ત્ર તેમ માનવામાં આવે છે. પરંતુ મૂળ આગમોમાં તેમજ ભાષ્યાદિમાં આ માપનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ દેખાતો નથી.
પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં – પાત્રધારી સુવિહિત શ્રમણોના આ ઉપકરણો હોય છે– પાત્ર, પાત્રબંધક(પાત્રાને બાંધવાનું વસ્ત્ર), પાત્ર કેસરિકા, ભૂમિ પર પાત્ર રાખવાનું વસ્ત્ર, ત્રણ પટલ, રજસ્ત્રાણ ગુચ્છો, ત્રણ પછેડી, રજોહરણ, ચરોટો, મુહપત્તિ વગેરે શારીરિક સુરક્ષાને માટે ધારણ કરે છે.
અહીં રજોહરણ અને ગુચ્છાનું કથન કર્યા પછી, પાત્રના સ્થાને પાત્ર સંબંધી ૬ ઉપકરણ તેમજ ત્રણ અખંડ વસ્ત્રની જગ્યાએ ચાદર(પછેડી), ચરોટો, મુખવસ્ત્રિકા વગેરે કહેલ છે. તેમાં પટલ(પડલું) તેમજ ચાદરની સંખ્યા ત્રણત્રણ કહી છે. પરંતુ પાત્ર, ચરોટા, મુખવસ્તિકા, તેમજ સંપૂર્ણ ઉપકરણોની સંખ્યાનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org