________________
છેદશાસ્ત્ર ઃ બૃહત્કલ્પ સૂત્ર પરિશિષ્ટ
[૮] || પરિશિષ્ટ-૧ : તાલ-પ્રલંબ સૂત્ર પર વિચારણા
[ઉદ્દેશક-૧, સૂત્ર–૧-૫] સૂત્ર પઠિત ‘તાલ પ્રલમ્બ’ પદ બધા ફળોનું સૂચક છે. એકને ગ્રહણ કરવા પર બધા સજાતિય ગ્રહણ કરી લેવાય છે. એ ન્યાય અનુસાર ‘તાલપ્રલમ્બ’ પદથી તાલ-ફલ સિવાય કેળા, કેરી, દાડમ આદિ ફળ પણ ગ્રહણ કરવા અભીષ્ટ છે.
୧୪
એવી રીતે ‘પ્રલમ્બ’ પદને અંતઃદીપક(અન્નના ગ્રહણથી આદિ અને મધ્યનું ગ્રહણ) માનીને મૂળ, કન્દ, સ્કન્ધ આદિ પણ ગ્રહણ કર્યા છે.
પહેલા, બીજા સૂત્રમાં ‘આમ’ પદનો અપકવ અર્થ અને ‘અભિન્ન’ પદનો શસ્ત્ર અપરણિત અર્થ અને ‘ભિન્ન’ પદનો શસ્ત્ર પરિણત અર્થ છે.
ત્રીજા, ચોથા અને પાંચમાં સૂત્રમાં અભિન્ન પદનો અખંડ અર્થ અને પકવ પદનો શસ્ત્ર પરિણત અર્થ અભીષ્ટ છે.
ભાષ્યમાં ‘તાલ પ્રલમ્બ’ પદથી વૃક્ષના દસ વિભાગોને ગ્રહણ કરેલ છે. યથા– મૂળે રે સંધે તયા ય સાલે પવાલ પત્તે ય ।
पुप्फे फळे य बीए, पलंब सुत्तम्मि दस भेया ॥
—બૃહત્ક્ષ ઉર્દૂ. ૧, ભાષ્ય ગા. ૮૫૪
આ પાંચ સૂત્રોનો સંયુક્ત અર્થ એ છે કે સાધુ અને સાધ્વીઓ પકવ કે અપકવ ૧. મૂળ ૨. કંદ ૩. સ્કંધ ૪. ત્વક્ પ. શાલ ૬. પ્રવાલ ૭. પત્ર ૮. પુષ્પ ૯. ફળ અને ૧૦. બીજ; અશસ્ત્ર પરિણત હોય તો તેને ગ્રહણ કરી શકતા નથી. પરંતુ જો તે શસ્ત્ર પરિણત હોય તો તેને સાધુ-સાધ્વી ગ્રહણ કરી શકે છે.
આ સૂત્રોમાં પ્રયુક્ત ‘આમ, પકવ, ભિન્ન અને અભિન્ન', આ ચારે પદોની ભાષ્યમાં દ્રવ્ય અને ભાવથી ચોભંગીઓ કરીને એ બતાવ્યું છે કે ભાવથી પકવ કે ભાવથી ભિન્ન અર્થાત્ શસ્ત્રપરિણત તાલપ્રલમ્બ હોય તો સાધુએ ગ્રહણ કરવું કલ્પે છે. પ્રથમ સૂત્રમાં કાચા તાલપ્રલંબ શસ્ત્રપરિણત ન હોય તો અગ્રાહ્ય કહ્યા છે અને બીજા સૂત્રમાં તેઓને શસ્ત્ર પરિણત(ભિન્ન) થવા પર ગ્રાહ્ય કહ્યા છે.
જેવી રીતે બીજા સૂત્રમાં દ્રવ્ય અને ભાવથી ભિન્ન થવા પર કાચા તાલ પ્રલમ્બ ગ્રાહ્ય કહ્યા છે, એવી રીતે ત્રીજા સૂત્રમાં દ્રવ્ય અને ભાવથી પકવ તાલપ્રલમ્બ ભિન્ન કે અભિન્ન હોય તો સાધુને માટે ગ્રાહ્ય કહ્યા છે. ચોથા સૂત્રમાં દ્રવ્ય અને ભાવથી પકવ તાલપ્રલમ્બ પણ અભિન્ન હોય તો સાધ્વીને ગ્રહણ કરવાનો નિષેધ કર્યો છે. પાંચમાં સૂત્રમાં દ્રવ્ય અને ભાવથી પકવ તાલપ્રલમ્બના મોટા-મોટા લાંબા ટુકડા લેવાનો સાધ્વીને માટે નિષેધ કર્યો છે. નાના-નાના ટુકડાને ગ્રાહ્ય કહ્યા છે.
અચિત્ત હોવા છતાં પણ પાંચમાં સૂત્રમાં અખંડ કે લાંબા ટુકડા સાધ્વીને
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International