________________
૯૫
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત|
લેવાના નિષેધનું કારણ આ પ્રકારે છે.
અભિન્ન-અખંડ કેળા આદિફળને તથા શકરકંદ, મૂળા, ગાજર આદિ કંદમૂળ નો લાંબો આકાર જોઈને કોઈ સાધ્વીના મનમાં વિકાર ભાવ જાગૃત થઈ શકે છે અને તે તેનાથી અનંગ ક્રીડા પણ કરી શકે છે. જેનાથી તેના સંયમ અને સ્વાથ્યની હાનિ થવી નિશ્ચિત્ત છે. તેથી સાધ્વીને અભિન્ન ફળ કે કંદ આદિ લેવાનો નિષેધ કર્યો છે. સાથે કદલી આદિ ફળોને, મૂળા આદિ કંદોને અવિધિપૂર્વક કરેલા લાંબા ટૂકડા, જેને જોઈને કામવાસના જાગૃત થવાનો સંભવ હોય, તે લેવાનો પણ નિષેધ કર્યો છે. વિધિપૂર્વક ભિન્ન અર્થાત્ એટલા નાના-નાના ટૂકડા કર્યા હોય કે જેને જોવાથી વિકારભાવ જાગૃત ન થાય તો એવા ફળ અને કંદો સાધ્વી ગ્રહણ કરી શકે છે.
જે ફળ સ્વયં પાકીને ઝાડ પરથી નીચે પડી ગયું છે અથવા પાકી જવા પર વૃક્ષ પરથી તોડી લેવામાં આવે છે, તેને દ્રવ્ય પકવ કહેવાય છે. તે દ્રવ્યપક્વ ફળ પણ સચિત્ત, સજીવ અને બીજ ગોટલી આદિથી સંયુક્ત હોય છે. તેથી જ્યારે તેને શસ્ત્રથી સુધારીને ગોટલી આદિ દૂર કરી ત્યે અથવા જેમાં અનેક બીજ હોય તો તેને અગ્નિ આદિમાં પકાવીને, ઉકાળીને કે શેકીને સર્વથા અસંદિગ્ધ રૂપથી અચિત્ત-નિર્જીવ કરી લીધુ હોય તો તે ભાવપક્વ શસ્ત્ર પરિણત કહેવાય છે અને તે ગ્રહણ કરવા યોગ્ય હોય છે.
એનાથી વિપરીત અર્થાત્ છેદન-ભેદન કરવાથી કે અગ્નિ આદિમાં પકવવાથી પણ અર્ધપક્વ હોવાની દશામાં તેમાં સચિત્ત રહેવાની સંભાવના હોય તો તે ભાવથી અપક્વ અર્થાત્ શસ્ત્ર-અપરિણત કહેવાય છે અને તે અગ્રાહ્ય હોય છે. વિસ્તૃત વિવેચન અને ચૌભંગીઓ માટે ભાષ્ય અને ટીકાનું અવલોકન કરવું જોઈએ. ( વનસ્પતિના વિભાગોની સજીવ અવસ્થાઓઃ આગમ ચિંતન વનસ્પતિની જાતિઓ અને વિભાગ -
આગમોમાં બાદર વનસ્પતિકાયના બે ભેદ કહ્યા છે– (૧) પ્રત્યેક વનસ્પતિકાય (૨) સાધારણ વનસ્પતિકાય.
પ્રત્યેક વનસ્પતિકાયના બાર પ્રકાર છે. જેમ કે– (૧) વૃક્ષ (ર) ગુચ્છ (૩) ગુલ્મ (૪) લતા (૫) વેલ (૬) તૃણ (૭) વલય (૮) પર્વ (૯) કુહણા (૧૦) જલરૂહા (૧૧) ધાન્ય (૧૨) હરિત.- ઉત્તરા સૂત્ર અ. ૩૬ તથા પ્રજ્ઞાપના પદ–૧.
બાર પ્રકારની તે પ્રત્યેક વનસ્પતિકાયમાં પણ બધી વનસ્પતિઓના દસ વિભાગ હોય છે. જેમ કે– (૧) મૂળ (૨) કંદ (૩) સ્કંધ (૪) ત્વચા (૫) શાખા (૬) કુંપળ (૭) પત્ર (૮) પુષ્પ (૯) ફળ (૧૦) બીજ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org