________________
છેદશાસ્ત્ર ઃ વ્યવહાર સૂત્ર પરિશિષ્ટ
અર્થ :– ત્રણ વર્ષની સંયમ પર્યાય સુધીનાને નવદીક્ષિત કહેવામાં આવે છે. ચાર વર્ષથી લઈને સોળ વર્ષની ઉંમર પર્યન્ત ડહર એટલે બાલ કહેવામાં આવે છે. સોળ વર્ષની ઉંમરથી લઈને ચાલીસ વર્ષ સુધી તરુણ-યુવાન કહેવામાં આવે છે. સિત્તેર વર્ષમાં એક ઓછુ અર્થાત્ ઓગણોસિત્તેર વર્ષ સુધીનાને મધ્યમ(પ્રૌઢ) કહેવામાં આવે છે. સિત્તેર વર્ષથી વધારે વયવાળાને ઘરડાં કહેવામાં આવે છે. આગમમાં સાઠ વર્ષવાળાને સ્થવિર કહ્યા છે. તેને જ ભાષ્યમાં મધ્યમ વયવાળા કહ્યા છે. બંનેનું તાત્પર્ય એ છે કે સાઠથી સિત્તેર વર્ષવાળા સ્થવિર પ્રૌઢ (મધ્યમ) હોય છે અને સિત્તેર પછીના વયવાળા સ્થવિર વૃદ્ધ હોય છે.
૧૪૦
ભાષ્યગાથા ૨૨૧માં એ સ્પષ્ટ કર્યુ છે કે નવદીક્ષિત ભિક્ષુ બાલ હોય કે યુવાન હોય, મધ્યમ વયવાળા હોય અથવા સ્થવિર હોય; તેને આચાર્ય, ઉપાધ્યાયની નેશ્રા વગર રહેવું કે વિચરવું કલ્પે નહિ. અધિક દીક્ષા પર્યાયવાળા સાધુ જો ચાલીસ વર્ષથી ઓછી ઉંમરવાળા હોય તો તેને પણ આચાર્ય, ઉપાધ્યાયની નેશ્રા વિના રહેવાનું કલ્પતું નથી.
તાત્પર્ય એ છે કે બાલ કે યુવાન વયવાળા સાધુ અને નવદીક્ષિત સાધુ એક કે હોય કે અનેક, તેઓને આચાર્ય અને ઉપાધ્યાયની નેશ્રામાં જ રહેવું જરૂરી છે, જે ગચ્છમાં આચાર્ય, ઉપાધ્યાય કાળધર્મ પામી જાય અથવા તો જે ગચ્છમાં આચાર્ય, ઉપાધ્યાય ન હોય તો બાલ, યુવાન અને નવદીક્ષિત ભિક્ષુઓને આચાર્ય, ઉપાધ્યાય વગર કે આચાર્ય ઉપાધ્યાય રહિત ગચ્છમાં કયારે ય પણ રહેવું કલ્પે નહિ. તેઓએ પહેલા પોતાના આચાર્ય નિયુક્ત કરવા જોઈએ. ત્યાર બાદ ઉપાધ્યાય નિર્ધારિત કરવા જોઈએ.
પ્રસ્તુત સૂત્ર ૧૧માં પ્રશ્ન કરવામાં આવ્યો છે કે– હે ભગવાન ! ‘આચાર્ય, ઉપાધ્યાય વિના રહેવું જ નહિ' એવું કહેવાનો શું આશય છે ?
એનું સમાધાન એ કરવામાં આવ્યું છે કે ઉક્ત વયવાળા શ્રમણ નિગ્રંથ માટે હંમેશાં બે પદવીધરોનું નેતૃત્વ હોવું જરૂરી છે– (૧) આચાર્યનું (૨) ઉપાઘ્યાયનું. તાત્પર્ય એ છે કે આચાર્યના નેતૃત્વથી તેઓની સંયમ-સમાધિ, જીવન વ્યવહાર સમાધિ રહે છે અને ઉપાધ્યાયના નેતૃત્વથી તેઓને આગમ અનુસાર વ્યવસ્થિત અભ્યાસ થાય છે એટલે જ્ઞાન-સમાધિ રહે છે.
બીજા સૂત્ર ૧૨માં નવ દીક્ષિત, ડહર અને તરુણ-યુવાન સાધ્વીને માટે પણ એ જ પૂર્વોક્ત વિધાન કહ્યું છે. તેઓને પણ આચાર્ય, ઉપાધ્યાય અને પ્રવર્તિની તે ત્રણની નેશ્રા વિના રહેવું કલ્પતું નથી. આ સૂત્રમાં પણ પ્રશ્ન કરીને ઉત્તરમાં એ જ કહ્યું છે કે ઉક્ત વયવાળી સાધ્વીઓ હંમેશાં ત્રણની જ નેશ્રામાં સુરક્ષિત રહે છે.
सूत्रभां निग्गंथस्स नव- डहर-तरुणगस्स ने णिग्गंथीए णवडहर तरुणीए આ રીતે એક વચનનો પ્રયોગ છે. અહીં બહુ વચનનો કે ગણનું કથન નથી. જેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org