________________
૧૪૧
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત
આ વિધાન પ્રત્યેક “નવ, ડહર અને તરુણ” સાધુને માટે સમજવું જોઈએ- તેથી જે ગચ્છમાં આચાર્ય અને ઉપાધ્યાય બે પદવીધર ન હોય ત્યાં ઉક્ત નવ,ડહર(બાલ), યુવાન સાધુઓને રહેવું કલ્પે નહિ અને તે બે ઉપરાંત પ્રવર્તિની ન હોય તો ત્યાં ઉક્ત નવ, ડહર(બાલ) અને યુવાન સાધ્વીઓને રહેવું કહ્યું નહિ.
કહેવાનો આશય એ છે કે ઉક્તવયવાળા સાધુઓથી યુક્ત પ્રત્યેક ગચ્છમાં આચાર્ય, ઉપાધ્યાય બે પદવીધર હોવા જરૂરી છે. જો એવા ગચ્છમાં ફક્ત એક પદવીધર સ્થાપિત કરે અથવા એક પણ પદવીધરની નિમણૂક ન કરે ને ફક્ત રત્નાધિકની નેશ્રામાં રહે તો એવી રીતે રહેવું તે આગમથી વિપરીત છે. કેમ કે આ સૂત્રોથી એ સ્પષ્ટ છે કે થોડી સંખ્યાવાળા ગચ્છમાં પ્રવર્તક અને વિશાળ ગચ્છમાં આચાર્ય અને ઉપાધ્યાયનું હોવું જરૂરી છે, એ જ જિન આજ્ઞા છે.
જો કોઈ ગચ્છમાં બે ચાર સાધુ જ હોય અને તેમાં કોઈ સૂત્રોક્ત નવ દીક્ષિત, ડહર(બાલ) અને યુવાન ન હોય અર્થાત્ બધા જ પ્રૌઢ અને સ્થવિર હોય તો તે આચાર્ય, ઉપાધ્યાય વિના વિચારી શકે છે. પરંતુ જો તેઓમાં નવ દીક્ષિત, ડહર(બાલ) અને યુવાન સાધુ હોય તો તેમને કોઈપણ ગચ્છના આચાર્ય, ઉપાધ્યાયની નેશ્રા લઈને અથવા પોતાના પ્રવર્તક આદિ સ્થાપિત કરીને જ રહેવું જોઈએ. અન્યથા તેઓનો વિહાર, વિચરણ કે રહેવું આગમ વિરુદ્ધ છે.
આ જ રીતે સાધ્વીઓ પણ પાંચ-દશ હોય અને જેઓના કોઈ આચાર્ય, ઉપાધ્યાય કે પ્રવર્તિની ન હોય અથવા તો તેઓએ કોઈ પરિસ્થિતિથી ગચ્છનો ત્યાગ કરી દીધો હોય, તેમાં નવ દીક્ષિત, ડહર(બાલ) અને યુવાન સાધ્વીઓ હોય તો તેઓએ પણ કોઈ આચાર્ય અને ઉપાધ્યાયની નેશ્રા અથવા પ્રવર્તક આદિની નેશ્રાનો સ્વીકાર કરવો જરૂરી છે અને પોતાની પ્રવર્તિનીની નિમણૂક કરવી પણ જરૂરી છે. અન્યથા તેઓનો વિહાર(વિચરણ) પણ આગમ વિરુદ્ધ છે.
એ સૂત્રોથી એ પણ સ્પષ્ટ થઈ જાય છે કે સ્થાનાંગ-૩માં કહેલા સાધુના બીજા મનોરથ અનુસાર અથવા બીજી કોઈ પ્રતિજ્ઞાને ધારણ કરનારા સાધુ અને દશવૈકાલિક સૂત્ર ચૂલિકા–ર, ગાથા–૧૦; ઉત્તરા ધ્યયનસૂત્ર અધ્યયન-૩ર, ગાથા-૫; આચારાંગ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૬, ઉદેશા-૨; સૂયગડાંગ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૦, ગાથા-૧૧માં કહેલા સપરિસ્થિતિક પ્રશસ્ત એકલ વિહારની અનુજ્ઞા પ્રમાણે એકલા વિચરણ કરનારા સાધુ પણ જો નવ દીક્ષિત, ડહર(બાલ) અથવા યુવાન હોય તો તેનો તે વિહાર આગમ-શાસ્ત્રોથી વિરુદ્ધ છે. તેથી ઉપર્યુક્ત આગમ સમ્મત એકલવિહાર પણ પ્રૌઢ અને સ્થવિર સાધુ જ કરી શકે છે, તે પણ નવદીક્ષિત ન હોવા જોઈએ.
આશય એ છે કે ત્રણ વર્ષની દીક્ષા પર્યાય અને ચાલીશ વર્ષની વય પહેલા કોઈપણ પ્રકારે એકલવિહાર કે ગચ્છનો ત્યાગ કરવો કે આચાર્ય-ગુરુને છોડી બીજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org