________________
૩૫
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
સૂત્ર-૮ : અધર્મની પ્રશંસા કરે.
સૂત્ર-૯-૬૨ ઃ ગૃહસ્થના શરીરનું પરિકર્મ-સેવા કરે. સૂત્ર-૬૩-૬૪ : સ્વયંને તથા અન્યને ડરાવે.
સૂત્ર-૬૫-૬૬ : સ્વયંને અથવા બીજાને આશ્ચર્યચકિત કરે. સૂત્ર-૬૭-૬૮ : સ્વયંને અથવા અન્યને વિપરીતરૂપમાં દેખાડે અથવા કહે. સૂત્ર-૬૯ : જે સામે હોય તેના ધર્મ પ્રમુખની, તેના સિદ્ધાંતોની, તેના આચારોની પ્રશંસા કરે અથવા વ્યક્તિની સામે તેની ખોટી પ્રશંસા કરે.
સૂત્ર-૭૦ : બે વિરોધી રાજયો વચ્ચે વારંવાર ગમના-ગમન કરે. સૂત્ર-૭૧ : દિવસ ભોજનની નિંદા કરે. સૂત્ર-૭ર ઃ રાત્રિ ભોજનની પ્રશંસા કરે.
સૂત્ર-૭૩ : દિવસે લઈ આવેલો આહાર બીજા દિવસે ખાય. સૂત્ર-૭૪ : દિવસે લઈ આવેલો આહાર રાત્રિએ ખાય. સૂત્ર-૭૫ ઃ રાત્રે લઈ આવેલ આહાર દિવસે ખાય. સૂત્ર-૭૬ ઃ રાત્રે લઈ આવેલ આહાર રાત્રે ખાય. સૂત્ર-૭૭ : આગાઢ પરિસ્થિતિ વિના રાત્રિમાં અશનાદિ રાખે. સૂત્ર-૭૮ : આગાઢ પરિસ્થિતિમાં રાખેલો આહાર ખાય. સૂત્ર-૭૯ : સંખડીના આહારને ગ્રહણ કરવાની અભિલાષાથી અન્યત્ર રાત્રિનિવાસ કરે.
સૂત્ર-૮૦ : નૈવેદ્યપિંડ ગ્રહણ કરીને ખાય.
સૂત્ર-૮૧-૮૨ : સ્વચ્છંદાચારીની પ્રશંસા કરે, તેને વંદન કરે. સૂત્ર-૮૩-૮૪ : અયોગ્યને દીક્ષા દે યા વડી દીક્ષા દે. સૂત્ર-૮૫ ઃ અયોગ્ય અસમર્થની પાસે સેવા કાર્ય કરાવે. સૂત્ર-૮૬-૮૯ : અચેલક યા સચેલક સાધુ-સાધ્વી સાથે રહે. સૂત્ર-૯૦: પર્યુષિત એટલે રાતના રાખેલ ચૂર્ણ, નમક આદિ ખાય. સૂત્ર-૯૧: આત્મઘાત કરનારાની પ્રશંસા કરે. ઇત્યાદિ દોષ ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થાય છે.
બારમા ઉદ્દેશકનો સારાંશ
સૂત્ર-૧-૨ ઃ જે મુનિ કરુણા ભાવથી પણ ત્રસ-પ્રાણીઓને બાંધે અથવા છોડે આદિ સાધુને અયોગ્ય પ્રવૃત્તિઓ કરે.
સૂત્ર-૩ : વારંવાર પ્રત્યાખ્યાનનો ભંગ કરે. સૂત્ર-૪ : પ્રત્યેકકાય મિશ્રિત આહાર કરે.
સૂત્ર-૫ ઃ રોમ સહિત(સરોમ) ચર્મનો ઉપયોગ કરે.
સ્થાનોનું સેવન કરવાથી
સૂત્ર-૬ ઃ ગૃહસ્થના વસ્ત્રાચ્છાદિત તૃણપીઠ આદિ પર બેસે.
:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org